ફતેપુરા તાલુકામાં આવેલી પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા નાના શરણાયા ખાતે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની સફર કરનાર ડો. સર્વપલ્લીન રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિત્તે તથા ઉજવણીના ભાગરૂપે શાળાના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દરેક ધોરણમાં ભણાવવા માટે શિક્ષક બનીને આવ્યા હતા. વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન અને આખો દિવસ શૈક્ષણિક કાર્યની રૂપરેખા મુજબ શિક્ષણ કાર્ય કર્યું હતું. શિક્ષક તરીકેની કામગીરીનો અનુભવ વિદ્યાર્થીઓએ પોતે આખો દિવસ શાળા સંચાલન કરીને જાત અનુભવ કર્યો હતો. શાળાના શિક્ષકો દ્વારા શિક્ષક બને અને આવેલા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના અત્યારે રાજેશકુમાર…
Author: Avadh Express
કાલોલ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય બજારો અને રોડ રસ્તાઓ પરથી દબાણો હટાવ્યા છે. આ સંયુક્ત કાર્યવાહીમાં 100થી વધુ લારી-ગલ્લા અને કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.દુકાનો આગળ મૂકેલો સામાન, છત બનાવવા માટે બનાવેલા પતરાના શેડ, દુકાનો આગળના ઓટલા અને હવાઈ દબાણો પણ હટાવાયા હતા. વેપારીઓને ભવિષ્યમાં રોડ રસ્તાઓ પર દબાણ ન કરવા અને ટ્રાફિકને અડચણરૂપ વાહનો કે સામાન ન રાખવા ચેતવણી આપવામાં આવી હતી.આ કામગીરીમાં કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ અને ટાઉન પોલીસ જમાદાર પ્રવીણભાઈ બારીયા સહિત પોલીસ, હોમગાર્ડ અને નગરપાલિકા કર્મચારીઓની ટીમે ભાગ લીધો હતો. દબાણ હટાવવાની આ ઝુંબેશ ભાથીજી મંદિર રોડ, મેન ગેટ બસ સ્ટેન્ડ…
ગોધરાના અમદાવાદ હાઈવે પર આવેલા સીમલા કબાડી માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે આગ લાગી હતી. ભારત પેટ્રોલ પંપ પાસેના એક ખાનગી વર્કશોપમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ આગ એટલી મોટી હતી કે વર્કશોપમાં રિપેરિંગ માટે આવેલી મોંઘી કારો સહિત લગભગ 10 વાહનો થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગયા હતા.આ ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે પાણીનો સતત છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું. જોકે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાય તે પહેલા જ મોટાભાગના વાહનો બળીને રાખ થઈ ગયા હતા.…
ગોધરાના વાવડીમાં આવેલ પ્રમુખ આર્શીવાદ સોસાયટીના ૮૦ ઉપરાંત મકાનોના વીજ ઉપકરણો બળી જતા રહીશોમાં ભારે રોષનો વિડીયો વાયરલ..!! ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં એમ.જી.વી.સી.એલ. કંપનીની ઘોર બેદરકારીના કારણે મોટું આર્થિક નુકસાન થવાની ઘટના સામે આવી છે. વીજ પુરવઠામાં અચાનક હાઈ વોલ્ટેજ થઈ જતાં સોસાયટીના ૮૦ ઉપરાંત મકાનોમાં ઘરવપરાશના ઈલેક્ટ્રોનિક સાધનો ક્ષણભરમાં બળીને ખાખ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં અચાનક જ ફુલ વોલ્ટેજ સાથે વીજ પ્રવાહ ધસી આવ્યો હતો. હાઈ વોલ્ટેજ આવતાની સાથે જ સોસાયટીના ઘરોમાં ચાલુ રહેલા ફ્રિજ, ટીવી, એર કંડિશનર, પંખા, વૉશિંગ મશીન અને ટ્યુબલાઈટ જેવા કિંમતી વીજ ઉપકરણોમાં ધડાકા સાથે…
લીમખેડાની મોટીવાવ પ્રાથમિક શાળામાં ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ બાળકોને આપવામાં આવતું દૂધ શ્વાન પી રહ્યાનો વિડીયો વાયરલ.!! દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની મોટીવાવ પ્રાથમિક શાળામાંથી સરકારી યોજનાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને આદિવાસી બાળકોના પોષણ માટે ચલાવવામાં આવતી ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ અપાતું દૂધ બાળકોને બદલે શ્વાન પી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર શિક્ષણ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને કુપોષણ નિવારણ અર્થે કરોડો રૂપિયાના અબજોના બજેટ સાથે યોજનાઓ ચલાવવામાં આવે છે. જો કે મોટીવાવ પ્રાથમિક શાળાના આચાર્ય અને જવાબદાર સ્ટાફની ઘોર ઉદાસીનતાને કારણે દૂધના કેરેટ…
વડોદરામાં ૭૯ સ્ટોલ સાથે ‘માટી મૂર્તિ મેળો’: ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનની પર્યાવરણમૈત્રી પહેલ *********************** ગ્રામ્ય વિસ્તારની મહિલા કારીગરોના હસ્તકૌશલ્યને બજાર; મેળામાં અત્યાર સુધી રૂ. ૧.૮૦ લાખની મૂર્તિઓનું વેચાણ ****************** ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય અને પરંપરાગત માટીની મૂર્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દ્વારા વડોદરામાં માટી મૂર્તિ મેળો-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ સ્થળોના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી પર્યાવરણમૈત્રી માટીની ગણેશ મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વડોદરાના સાયાજીગંજ ખાતે હોટલ સૂર્યા પેલેસની સામે આવેલા પારસી અગિયારી મેદાનમાં યોજાયેલા આ મેળામાં કુલ ૭૯ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મેળામાં…
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, વડોદરા દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત વડોદરા (ગ્રામ્ય) જિલ્લામાં સફળતાપૂર્વક “પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લાના ૧૧ ઘટક તેમજ ૫૭ સેજા કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન કર્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ટેક હોમ રાશન (THR) – બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ તેમજ સરગવો અને પોષકતત્વોથી સભર મિલેટ્સ (શ્રી અન્ન) જેવા કે બાજરી, જુવાર, રાગી, બંટી, કોદરી, મોરૈયો અને રાજગરાનો રોજિંદા આહારમાં ઉપયોગ વધારવાનો છે. સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ સામગ્રીમાંથી ઓછા સમયમાં સરળતાથી બને અને બાળકો તથા પરિવારને ભાવે તેવી વૈવિધ્યસભર અને આરોગ્યપ્રદ વાનગીઓ કાર્યકર બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે…
* VMC હસ્તકના પાર્કિંગમાં 20 રૂપિયા વસૂલાય છે, પરંતુ ગ્રાહકોને પાવતી અપાતી નથી વડોદરા શહેરના મંગળબજારને અડીને આવેલા સાંઈનાથ પે એન્ડ પાર્ક, જરીવાલા ખાતે પાર્કિંગના નામે વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ થતી હોવાની હકીકત સામે આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તકના આ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે 20 રૂપિયા વસૂલવામાં આવતા હોવા છતાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની પાવતી આપવામાં આવતી નથી, તેવી ફરિયાદો ઉઠી છે. અગાઉ પાર્કિંગ માટે 10 રૂપિયાની પહોંચ આપવામાં આવતી હતી, પરંતુ હવે પાવતી વિના જ તેની બમણી એટલે કે 20 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે 20 રૂપિયા વસૂલ્યા બાદ પણ ગ્રાહકને કોઈ રસીદ…
ફતેપુરા તાલુકામાં આવેલી પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે પ્રાથમિક શાળાના શિક્ષકોનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. શાળાના સિનિયર શિક્ષક કાંતાબેન ડામોર, દિનેશભાઈ પટેલ, રોશમીબેન જાડેજા, ચિરાગભાઈ વણકર,કાર્તિકેય ભાઈ જાડેજા તથા શાળાના આચાર્ય રાજેશકુમાર પટેલ, શાળાના મધ્યાન ભોજન સંચાલક અને રસોઈયા નું એસ.એમ.સી. ,અધ્યક્ષ સભ્યો અને ગામના સરપંચ શ્રી શાંતિલાલભાઈ ડામોર દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય રાજેશકુમાર પટેલ દ્વારા શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.શિક્ષક એટલે સમાજનો ઘડવૈયો કહેવાય અને સમાજ સાથે રહીને આવનારી નવી પેઢીના નિર્માણમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિત્વ.
પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ઓગસ્ટ 2026 ના મહિનામાં 100% હાજરી ધરાવનાર હાજરી ચેમ્પિયન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય રાજેશકુમાર પટેલ દ્વારા નવતર પ્રયોગ સ્વરૂપે વિદ્યાર્થીઓને દર મહિને 100% હાજરી ધરાવે તેઓને નામ આપીને સન્માન કરવાનું વિશેષ કાર્ય કરી છે. જેમાં ઓગસ્ટ 2026 ના મહિનામાં 100% હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું પીવાના પાણી ની બોટલ આપીને એસએમસીના સભ્ય તથા સરપંચ ના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તથા નવી શિક્ષણનીતિ અંતર્ગત દરેક વિદ્યાર્થી શાળામાં નિયમિત આવે તેવા શુભ આશયથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીઓને ઇનામ…