પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ઓગસ્ટ 2026 ના મહિનામાં 100% હાજરી ધરાવનાર હાજરી ચેમ્પિયન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય રાજેશકુમાર પટેલ દ્વારા નવતર પ્રયોગ સ્વરૂપે વિદ્યાર્થીઓને દર મહિને 100% હાજરી ધરાવે તેઓને નામ આપીને સન્માન કરવાનું વિશેષ કાર્ય કરી છે. જેમાં ઓગસ્ટ 2026 ના મહિનામાં 100% હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું પીવાના પાણી ની બોટલ આપીને એસએમસીના સભ્ય તથા સરપંચ ના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તથા નવી શિક્ષણનીતિ અંતર્ગત દરેક વિદ્યાર્થી શાળામાં નિયમિત આવે તેવા શુભ આશયથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીઓને ઇનામ…
Author: Avadh Express
પવિત્ર શ્રાવણ માસને લઈને સાવલીમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સાવલી બ્રહ્મસમાજ અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા પોઇચા ગામથી સાવલી નગર સુધી ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માં મહીસાગરના કિનારે આવેલા પોઇચા ગામના દુર્ગામાતા મંદિરેથી પૂજા-અર્ચના બાદ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહીસાગરના પવિત્ર જળથી સાવલી નગરના વિવિધ શિવાલયોમાં જળાભિષેક કરવાના સંકલ્પ સાથે ભક્તોએ કળશમાં પવિત્ર જળ ભરી કાવડ ધારણ કરી હતી. ભજનમંડળી સાથે નીકળેલી કાવડયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ શિવમય બની ગયું હતું. પોઇચાથી સાવલી પહોંચેલી કાવડયાત્રાનું સ્થાનિક ધારાસભ્યના જૂના નિવાસસ્થાને સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના…
કાજર બારીયા (છોટાઉદેપુર) પાવીજેતપુર ખાતે ગુજરાત સરકારની ‘વતનપ્રેમ યોજના’ અંતર્ગત રાજ્યની સર્વપ્રથમ ‘રશ્મિ એન્ડ મહેશ અટલવાડી’ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ સુવિધા પાવીજેતપુર ગામના વતનપ્રેમી અને હાલ અમેરિકા સ્થિત દાતા મહેશકુમાર રમણલાલ શાહ (સ્વ. પુંજાલાલ ગોરધનદાસ શાહ પરિવાર) ના ૫૮ લાખ જેટલા રૂપિયાની લોકભાગીદારી થકી સાકાર થવા જઈ રહી છે. નવી પંચાયત કચેરી પાસે, જયસ્વાલ ચાલી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ) સચીનકુમાર (આઈ. એ એસ) તેમજ દાતા પરિવારના સભ્યોના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે અટલવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વતન પ્રત્યેનું ઋણ ચૂકવી ગામના વિકાસમાં સહભાગી બનવા બદલ ઉપસ્થિત ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહે…
શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, વડોદરાની કચેરી દ્વારા જિલ્લામાં નોંધાયેલા તમામ લાયસન્સધારક શાહુકારોને કાયદાકીય જોગવાઈઓના ચુસ્ત પાલન માટે તાકીદ કરવામાં આવે છે. વડોદરા જિલ્લામાં હાલમાં વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્ય હેઠળ ૯૬૪, પાદરા તાલુકામાં ૧૩૨, ડભોઈમાં ૩૦, ડેસરમાં ૨૫, સાવલીમાં ૨૪, કરજણમાં ૧૯, વાઘોડિયામાં ૧૩ અને શિનોરમાં ૧૨ મળીને કુલ ૧,૨૧૯ શાહુકારો નોંધાયેલા છે. આ તમામ લાયસન્સધારક શાહુકારોએ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ ની જોગવાઈઓ મુજબ વાર્ષિક ઓડિટ તથા પત્રકોની ઓનલાઈન કામગીરી કરવી ફરજિયાત છે. આ કાયદાકીય જોગવાઈઓને અનુલક્ષીને, ૫૦ લાખથી ઓછું ધિરાણ ધરાવતા શાહુકારોએ તેમના ધીરધારના ધંધાના છેલ્લા ૦૫ વર્ષના હિસાબી પત્રકો અને કુલ ટર્નઓવરની વિગતો આગામી ૧૫ દિવસમાં અત્રેની કચેરી ખાતે અચૂક રજૂ કરવાની…
ખેડૂતોના હક અને અધિકારના મુદ્દે ઘોઘંબા તાલુકામાં હવે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ મેદાનમાં ઉતરી છે. રણજીતનગરથી પસાર થતી 66 KVની મોટી વીજ લાઈનના કારણે અનેક ખેડૂતોની જમીન અસરગ્રસ્ત થઈ રહી હોવાના મુદ્દે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. રણજીતનગરથી નીકળતી 66 KV વીજ લાઈનથી રણજીતનગર, ચેલાવાડા, વિરાપુરા, ઊંભરવાણ અને ઝાબ ગામના ખેડૂતોની જમીન અસરગ્રસ્ત થતી હોવાનો મુદ્દો સામે આવ્યો છે. ખેડૂતોના આ પ્રશ્નને લઈને આદિવાસી યુવા સંઘર્ષ સમિતિએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. ખેડૂતોની સાથે બેઠક યોજી જમીન અસરગ્રસ્ત થવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ખેડૂતોના હક અને અધિકાર માટે આગામી દિવસોમાં વિરોધ અને આંદોલનનો માર્ગ અપનાવવાની…
ઘોઘંબા તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં નિયમિત સામાન્ય સભા તથા ગ્રામસભા યોજાતી ન હોવાની લોકફરિયાદો ઉઠતા ગ્રામ પંચાયતના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના વહીવટી નિર્ણયો લેવાતા હોવાના આક્ષેપો વચ્ચે તાલુકાના પંચાયતી રાજના કારભાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચ અને તલાટી કમ મંત્રી વચ્ચેના કથિત મેળાપીપણાથી એકહથ્થું વહીવટ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોના અભિપ્રાય લેવામાં આવતા નથી અને સામાન્ય સભા કે ગ્રામસભા બોલાવવામાં ન આવતી હોવાના કારણે ગામના પ્રશ્નો રજૂ કરવા માટેનું લોકશાહી મંચ જ નિષ્ક્રિય બની રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં…
જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશન અને જુબિલન્ટ ઇંગ્રેવિયા લિમિટેડ (savli) એ savli ખાતે શિક્ષણ-કેન્દ્રિત પ્રોજેક્ટ ‘જ્યુબિલન્ટ પ્રતિભા પુરસ્કાર 2026’ શરૂ કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા વધારવાનો, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની ભાવિ શૈક્ષણિક યાત્રા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાનો છે. આ પહેલ હેઠળ, 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા 10 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ચાર શાળાઓ – પ્રાથમિકશાળા juna samalaya, પ્રાથમિકશાળા karchiya, પ્રાથમિકશાળા paswa અને પ્રાથમિકશાળા nani bhadol ના વિદ્યાર્થીઓએ પસંદગી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક પસંદ કરાયેલા વિદ્યાર્થીને ‘માઇન્ડસ્પાર્ક’ થી સજ્જ લેનોવો ટેબ્લેટ આપવામાં આવ્યું છે, જે એક…
“વડોદરાને હવે ગંદુ થવા જ નથી દેવું તેવો સંકલ્પ લઈએ”: પ્રધાનમંત્રીનો નાગરિકોને હૃદયસ્પર્શી સાદ (વડોદરા, તા.૦૮) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદબોધનમાં વડોદરાવાસીઓના સ્વચ્છતા પ્રત્યેના પુરુષાર્થની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “મેં ગઈકાલે વડોદરાનો એક સ્વચ્છતા અને જનસેવાનો સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર જોયો, જેને જોઈને મારું હદય ગર્વથી ભરાઈ ગયું. ગણેશોત્સવ અને નવરાત્રીના પાવન પર્વ પહેલા વડોદરાના પ્રત્યેક નાગરિકે જે ભક્તિભાવથી સફાઈ ઝુંબેશ ઉપાડી છે તેનાથી વિઘ્નહર્તા ગણેશજીના તમામ આશીર્વાદ વડોદરા પર વરસવાના છે.” ઉદબોધનના સમાપન સમયે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યંત લાગણીશીલ હૃદયે વડોદરાની માટી સાથેના પોતાના અતૂટ જોડાણને વાગોળ્યું હતું. તેમણે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સીધો પ્રશ્ન પૂછતાં ગુજરાતીમાં ભાવુક…
વડના વૃક્ષનું બોનસાઈ, ‘ગૌ-ગણેશજી’ની મૂર્તિ અને મધુબની પેઇન્ટિંગ: પર્યાવરણ, સ્વચ્છતા, અને સાંસ્કૃતિક વિરાસતનો અદ્ભુત સમન્વય (વડોદરા, તા.૦૮) વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત વેળાએ વડોદરાના નાગરિકો, સફાઈદૂતો અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને અનોખી અને યાદગાર ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ ભેટોમાં શહેરની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, પર્યાવરણ રક્ષણ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવા મળી હતી. ‘મેરા શહેર, મેરી ઝિમ્મેદારી’ના સંકલ્પ સાથે શહેરની સફાઈમાં સતત કાર્યરત ૭ હજાર સફાઈદૂતો અને ‘ક્લીન અપ વડોદરા’ના વોલન્ટીઅર્સ તરફથી વડોદરાના પ્રતીક સમાન વડના વૃક્ષનું બોનસાઈ વડાપ્રધાનને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વારસાથી ઓળખ અને વારસાથી વિકાસનો સંકલ્પ લઈને આવેલા ચાર પ્રતિનિધિઓ તેમજ ભારતની ઐતિહાસિક વાવ…
વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રભાવશાળી ‘ઓરા’ સમગ્ર કાર્યક્રમ દરમિયાન છવાયેલો રહ્યો હતો. પરંપરાગત કાર્યક્રમોની સરખામણીએ યુવાઓ સાથે સીધો અને જીવંત સંવાદ સ્થાપિત થાય તેવો માહોલ સર્જાયો હતો. મંડપની વચ્ચે તૈયાર કરવામાં આવેલા વિશેષ રેમ્પ પરથી વડાપ્રધાને યુવાઓ વચ્ચે ચાલીને તેમની સાથે આત્મીયતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનના રેમ્પ પર આગમન સાથે જ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યંગ્ઝએ હર્ષનાદ અને ઉલ્લાસભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ લાગણી અને ઊર્જાનો વડાપ્રધાને પણ સહજતાથી સ્વીકાર કરી, સમગ્ર વાતાવરણને વધુ જીવંત બનાવ્યું હતું. તેમના આગમનને ટ્રેડિંગ સોંગ્ઝ અને ટ્યુન સાથે વધાવવામાં આવતા યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા. યંગ જનરેશન સાથેના સંવાદ દરમિયાન…