પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં ₹35,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આદરણીય મહાનુભાવોનું ઉષ્માભર્યું અભિવાદન કરીને પ્રધાનમંત્રીએ તેમના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આ ભવ્ય પ્રસંગે પ્રત્યક્ષ રીતે અને ઓનલાઇન માધ્યમો દ્વારા જોડાયેલા નાગરિકોનું સ્વાગત કર્યું. “હું મારા ગુજરાતના ભાઈઓ અને બહેનોનું સ્વાગત કરું છું,” મોદીએ ટાંક્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં જીવંત વાતાવરણને ઉજાગર કરતા, પ્રધાનમંત્રીએ પ્રગતિના એક સામાજિક ઉત્સવ માટે એકઠા થયેલા વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકોના અનોખા સંગમની ઉજવણી કરી. તેમણે વિકાસના આવા એકીકૃત ઉત્સવના સાક્ષી બનવા બદલ અપાર આનંદ વ્યક્ત કર્યો. “અહીં બધું એક સાથે થઈ રહ્યું છે,” એવું મોદીએ નોંધ્યું હતું. રાષ્ટ્રીય…
Author: Avadh Express
શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સરકારી યોજનાઓના સહારે આત્મનિર્ભરતા તરફ આગળ વધતી મહિલાઓ ભારતીય મુસ્લિમ મહિલાઓની સફર માત્ર સફળતાની કહાની નથી, પરંતુ અનેક સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પડકારો વચ્ચે આગળ વધવાની કહાની પણ છે. લાંબા સમયથી તેમની છબી એકતરફી રીતે રજૂ કરવામાં આવી છે. વાસ્તવમાં અનેક મહિલાઓએ મર્યાદિત શૈક્ષણિક તકો, આર્થિક મુશ્કેલીઓ, સામાજિક રૂઢિઓ અને નિર્ણય પ્રક્રિયામાં ઓછી ભાગીદારી જેવા પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ ઊભી કરી છે. ખાસ કરીને ગરીબ અને વંચિત પરિવારોની મહિલાઓ માટે શિક્ષણ સુધી પહોંચ મેળવવી હજુ પણ સરળ નથી. પરિવારની આર્થિક સ્થિતિ, વહેલા લગ્ન, ઘરકામની જવાબદારી અને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી સંસાધનોનો અભાવ ઘણી યુવતીઓના અભ્યાસમાં…
વડાપ્રધાનને જીવન બદલવાનો શ્રેય આપ્યો; ખેલ મહાકુંભ થકી નોકરી મળ્યાનું જણાવ્યું (વડોદરા, તા.૦૮) જૂનાગઢના વિશ્વા હિતેશભાઈ વાડોયા, જે (SAG) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે ચેસ ટ્રેનર તરીકે જોડાયેલા છે, વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને ભાવુક થઈ ગયા હતા. વડાપ્રધાનને નજીકથી જોઈને વિશ્વાની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું, “આજે મેં મારા ભગવાનને જોયા.” જૂનાગઢના એક નાના ગામમાંથી આવતી ૨૩ વર્ષીય વિશ્વા માટે વડાપ્રધાનને આટલી નજીકથી જોવાની ક્ષણ યાદગાર બની રહી. તેમણે જણાવ્યું કે તેમનો પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન સમાન માને છે અને તેમને રૂબરૂ જોવાનો દિવસ તેમના જીવનનો ક્યારેય ન ભૂલાય તેવો દિવસ રહેશે. વિશ્વાના પિતા હિતેશ વાડોયાએ તેમની કારકિર્દીમાં સતત સાથ આપ્યો…
નવી દિલ્હી: અરવલ્લી પર્વતો અને પર્વતમાળાની વ્યાખ્યા તથા તેના સંરક્ષણ અંગે કામ કરી રહેલી ઉચ્ચાધિકારપ્રાપ્ત નિષ્ણાત સમિતિને સુપ્રીમ કોર્ટે વધુ છ મહિનાનો સમય આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે સમિતિને 30 નવેમ્બર સુધીમાં અંતિમ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સમિતિ દ્વારા 28 ફેબ્રુઆરી 2027 સુધીનો વધારાનો સમય માંગવામાં આવ્યો હતો. જોકે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ માંગ ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જ્યોમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે હવે સમિતિને વધુ સમય આપવામાં આવશે નહીં. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, “સમિતિએ તો મૂળભૂત રીતે મારી નિવૃત્તિ સુધી…
કેટલીક જગ્યાઓ માત્ર જમીનનો ટુકડો નથી હોતી, પરંતુ સમય, સંકલ્પ, સેવા અને સંવેદનાથી જ્યારે કોઈ ભૂમિને નવો અર્થ આપવામાં આવે છે ત્યારે તે સ્થળ એક વિચારનું પ્રતીક બની જાય છે. આણંદ જિલ્લાના અલારસા ગામમાં નિલેશ પટેલ (મંગાભાઈ) તથા તેમના મિત્રો અને સહયોગીઓના પ્રયાસોથી આકાર પામેલું ૐ શિવ તપોવન — પક્ષીઓનું તીર્થ આજે પ્રકૃતિપ્રેમ, જીવદયા અને સેવાભાવનાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં આ પવિત્ર પ્રકૃતિમય પરિસરમાં શ્રી ભયભંજનદેવ હનુમાનજી મંદિર તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, ગોત્રીના પૂજ્ય શ્રી ઘનશ્યામપ્રકાશ દાસજી સ્વામી તેમજ સ્વામિનારાયણ મંદિર, વીરપુરના પૂજ્ય શ્રી વિશ્વવિહારી સ્વામીનું પાવન આગમન થયું હતું. બંને સંતોના ચરણસ્પર્શ અને આશીર્વાદથી ૐ શિવ તપોવનના…
ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને ‘જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન’ ના સંયુક્ત ઉપક્રમે ૫ સપ્ટેમ્બર – ૨૦૨૬, શિક્ષક દિન નિમિત્તે ગોધરા તાલુકાના ચંચોપા ખાતે આવેલી મોડલ સ્કૂલ ખાતે બાળ લગ્ન નાબૂદી અંગે વિશાળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ હાજરી આપીને ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાયદાકીય તેમજ સામાજિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬ ની વિવિધ જોગવાઈઓ, બાળ લગ્નથી થતી ગંભીર શારીરિક, માનસિક અને સામાજિક માઠી અસરો તથા બાળ લગ્ન એ કાયદાકીય ગુનો અને સામાજિક દૂષણ છે તે બાબતે વિસ્તૃત…
સાવલી તાલુકાના ગોઠડા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવલીના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને મળતી સરકારી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારના પ્રમાણપત્રો, અરજીઓ તથા અન્ય વહીવટી સેવાઓ અંગે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારની સેવાઓ માટે ગ્રામજનોએ દૂર સુધી ધક્કા ન ખાવા…
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે તા. ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષકનું કાર્ય માત્ર બાળકોને ભણાવવાનું નથી, પરંતુ તેમના સંસ્કાર, ગુણો અને વ્યક્તિત્વનું ઘડતર કરવાનું પણ છે. સરકારી શિક્ષકો અનેક જવાબદારીઓ નિભાવવાની સાથે બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત મહેનત કરે છે. વિકસિત ભારતના નિર્માણ માટે દેશના યુવાનોને તૈયાર કરવામાં…
૨૩,૬૦૦થી વધુ પરિવારોને મળ્યું મોંઘી તબીબી સારવાર અને આરોગ્ય ચકાસણીનું અભેદ્ય કવચ (વડોદરા, તા.૦૭) ગુજરાત સરકારના ‘તંદુરસ્ત ગુજરાત’ના સંકલ્પને વડોદરા જિલ્લામાં પાયાના સ્તરે સાકાર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક આરોગ્ય સેવા યજ્ઞ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા તારીખ ૧ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા વિશેષ સેચ્યુરેશન કેમ્પ અન્વયે ગ્રામીણ કક્ષાના નાગરિકોને ગંભીર અને મોંઘી તબીબી સારવારના ખર્ચ સામે સુરક્ષા આપતી યોજનાઓ હેઠળ આવરી લેવાની અતિ મહત્વપૂર્ણ કામગીરી રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. પ્રશાસનના સંનિષ્ઠ પ્રયાસોને કારણે જિલ્લાના હજારો પરિવારોને સ્થળ પર જ આરોગ્ય સુરક્ષા કવચના કાર્ડ એનાયત કરી દેવાયા છે. આ વિશેષ લોકસુખાકારી ઝુંબેશ અંતર્ગત અત્યંત મોંઘી અને…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા શહેર ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારી રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને વધાવવા માટે આજે સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં દાંડિયા બજાર સ્થિત ફેકલ્ટી ઓફ ટેકનોલોજીથી વાયા કીર્તિસ્તંભ સુરસાગર તળાવ સુધી એક વિશાળ ‘વિકસિત ભારત પદયાત્રા’ યોજાઈ હતી. વડોદરા મહાનગરપાલિકા અને શહેરના નગરજનો આ ‘નમો ફોર વિકસિત ભારત @ વડોદરા’ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરાની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ માટે પ્રથમ વખત ઓનલાઈન ટિકિટિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં માત્ર એક જ કલાકમાં તમામ બેઠકો બુક થઈ ગઈ હતી અને ઉપલબ્ધ ક્ષમતા કરતા ત્રણ ગણી વધુ ટિકિટની માંગ…