પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ઓગસ્ટ 2026 ના મહિનામાં 100% હાજરી ધરાવનાર હાજરી ચેમ્પિયન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
શાળાના આચાર્ય રાજેશકુમાર પટેલ દ્વારા નવતર પ્રયોગ સ્વરૂપે વિદ્યાર્થીઓને દર મહિને 100% હાજરી ધરાવે તેઓને નામ આપીને સન્માન કરવાનું વિશેષ કાર્ય કરી છે. જેમાં ઓગસ્ટ 2026 ના મહિનામાં 100% હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું પીવાના પાણી ની બોટલ આપીને એસએમસીના સભ્ય તથા સરપંચ ના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તથા નવી શિક્ષણનીતિ અંતર્ગત દરેક વિદ્યાર્થી શાળામાં નિયમિત આવે તેવા શુભ આશયથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીઓને ઇનામ પ્રાપ્ત કરતી વખતે ખૂબ જ આનંદ થયો હતો. સાથે સાથે દરેક વિદ્યાર્થીઓએ પણ હવે પછીના મહિનામાં સો ટકા હાજર રહેવા માટે નિર્ણય કર્યો હતો.
ગામના સરપંચ દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર પ્રયોગ હાથ ધરનાર આચાર્ય રાજેશકુમાર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
