ફતેપુરા તાલુકામાં આવેલી પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે પ્રાથમિક શાળાના શિક્ષકોનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. શાળાના સિનિયર શિક્ષક કાંતાબેન ડામોર, દિનેશભાઈ પટેલ, રોશમીબેન જાડેજા, ચિરાગભાઈ વણકર,કાર્તિકેય ભાઈ જાડેજા તથા શાળાના આચાર્ય રાજેશકુમાર પટેલ, શાળાના મધ્યાન ભોજન સંચાલક અને રસોઈયા નું એસ.એમ.સી. ,અધ્યક્ષ સભ્યો અને ગામના સરપંચ શ્રી શાંતિલાલભાઈ ડામોર દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું.
શાળાના આચાર્ય રાજેશકુમાર પટેલ દ્વારા શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.શિક્ષક એટલે સમાજનો ઘડવૈયો કહેવાય અને સમાજ સાથે રહીને આવનારી નવી પેઢીના નિર્માણમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિત્વ.

