સાવલી નગરમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ ને કોર્ટ સંકુલ ની પાછળના ભાગે કામ કરતા વેળાએ વીજકરંટ થી ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે
મળતી માહિતી મુજબ રમણભાઈ દેસાઈભાઈ પાટણવાડીયા રહે સાવલી ભીમનાથ મંદિર વિસ્તાર સાવલી તાલુકા સેવા સદન ખાતે ચોકીદાર તરીકેની ફરજ બજાવે છે અને આજે સવારના સમયે કોર્ટ સંકુલ ના પાછલા ભાગે પાણીની મોટર ચાલુ કરવા જતા જોરદાર વીજકરંટ લાગ્યો હતો અચાનક વીજકરંટ લાગતાં વૃદ્ધ બેભાન થઇ ગયા હતા અને રમણભાઈ પાટણવાડીયા નું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યું હતું
બનાવની જાણ સાવલી ને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પી એમ અર્થે સાવલી સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો
અને હાલ અકસ્માત મોત રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે જ્યારે બનાવની જાણ વાયુવેગે નગરમાં પ્રસરતા સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોક ટોળા ઉમટી પડ્યા હતા
