ઘોઘંબા તાલુકા ના રાજગઢ પોલીસ સ્ટેશન ના જાંબાઝ પોલીસ અધિકારી ની અધ્યક્ષતમાં પોલીસ કર્મચારીઓના ટીમવર્ક અને દારૂબદી ને નાથવા ની ઝુંબેશ માં બુટલેગરો ઉપર તવાઈ બોલાવતા મોલ ગામમાં રેડ પાડી . 3.97 લાખની કિંમતનો કુલ 63 પેટી દારૂ જપ્ત કર્યો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી દારૂનો વેપલો કરતા તત્વો સામે રાજગઢ પોલીસે તવાઈ બોલાવી છે. રાજગઢ પોલીસની ટીમે મોલ ગામમાં બાતમીના આધારે દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીરના માર્ગદર્શન હેઠળ રાજગઢ પોલીસ…
Author: Avadh Express
પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવને લઈને ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગણેશજીની પ્રતિમાના ભવ્ય આગમનને યાદગાર બનાવવા માટે મંડળો દ્વારા ડીજે, ફાયરફ્લાવર શો સહિતની વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, શનિવારે અચાનક વરસેલા વરસાદે ગણેશ આગમન યાત્રાના રંગમાં ભંગ પાડી દીધો હતો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, હાલોલ અને કાલોલ સહિતના તાલુકાઓમાં અચાનક વરસાદ શરૂ થતાં ગણેશ મંડળોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. આગમન યાત્રા દરમિયાન વરસાદ પડતા મોંઘાભાવના ડીજે અને ફાયરફ્લાવર શો યોજવાનું શક્ય બન્યું નહોતું. બીજી તરફ, ગણેશજીની મોટી પ્રતિમાઓને વરસાદથી બચાવવા માટે ગણેશ મંડળોના કાર્યકરોએ ખાસ કાળજી લીધી હતી. પ્રતિમાને તાડપત્રીથી ઢાંકી વરસાદથી બચાવતાં સુરક્ષિત રીતે સ્થાપના…
54 વર્ષીય આધેડના મોબાઈલનું એક્સેસ મેળવી ખાતામાંથી ટુકડે-ટુકડે રકમ ઉપાડી લેવાઈ સાવલી: સાવલી નગરમાં રહેતા 54 વર્ષીય આધેડને RTO ચલણના નામે નકલી ફાઈલ મોકલી મોબાઈલનું એક્સેસ મેળવી તેમના બેંક ખાતામાંથી રૂ.14.90 લાખ ઉપાડી લેતાં ચકચાર મચી છે. સમગ્ર મામલે સાવલી પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે સાયબર ઠગને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી વિગતો મુજબ, સાવલીના માતા ભાગોળ વિસ્તારમાં રહેતા કેશવલાલ લધ્ધાભાઈ પટેલ PVC વોટર ટેન્કની કંપની ચલાવે છે. તેમના મોબાઈલ પર તા.11-12-2025થી તા.16-12-2025 દરમિયાન **‘RTO ચલણ’**ના નામે એક ફાઈલ તથા APK ફાઈલની લિંક મોકલવામાં આવી હતી. RTO ચલણ સંબંધિત ફાઈલ…
ડેસર તાલુકાના વડીયા ગામના ફરિયાદી પાસેથી માત્ર રૂ.1 લાખ ચૂકવી રૂ.16 લાખથી વધુની બેંક લોન ધરાવતી કોમર્શિયલ ટ્રક તેમજ અસલ આરસી બુક મેળવી લીધા બાદ લોનના એકપણ હપ્તા નહીં ભરવાના મામલે નામદાર ડેસર કોર્ટે ડેસર પોલીસને ભારતીય દંડ સંહિતાની કલમ 420 મુજબ FIR નોંધવાનો હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ વડીયા ગામના પરમાર જયદીપકુમાર ફતેસિંહ પાસે ટાટા મોટર્સ કંપનીનું 1212 LPT મોડલનું ટ્રક નંબર GJ-06-BT-4703 હતું. આ વાહન મહિન્દ્રા કોટક ફાઇનાન્સ બેંકમાંથી લોન પર લેવામાં આવ્યું હતું. ધંધામાં આર્થિક નુકસાન થતાં ફરિયાદીએ વાહન વેચવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન દલાલ લાલભાઈ મારફતે આરોપી અભયકુમાર અશોકકુમાર શ્રીવાસ્તવ સાથે સંપર્ક થયો હતો.…
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા સી.આર.સી. અંતર્ગત આવેલી રાણીયા પ્રાથમિક શાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કરતાં શાળાના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગ્રામજનો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તથા રાણીયા ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની ગૌરવવંતી શૈક્ષણિક સફરને સ્મરણ કરવામાં આવી હતી. શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, ગરબો, નાનું નાટક સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પ્રતિભાવો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મુખ્ય શિક્ષકના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ દિવસથી વિવિધ સમિતિઓની રચના કરી આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાણીયા પ્રાથમિક શાળા…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. ૨૩ના રોજ વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે પધારનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુલાકાતને અનુલક્ષીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિશ્રીની મુલાકાત સુચારૂ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ સંદર્ભે આજે વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડૉ. અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રપતિશ્રીના આગમન-પ્રસ્થાન, કાર્યક્રમ સ્થળે જરૂરી વ્યવસ્થાઓ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ તેમજ માર્ગ વ્યવસ્થા સહિતની વિવિધ બાબતો અંગે સંબંધિત અધિકારીઓ અને કાર્યક્રમના આયોજકો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિશ્રી તા. ૨૩ના રોજ સવારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા…
આલેખન – રવિના બોરાધરા (વડોદરા, તા.૧૧) પંચમહાલ જિલ્લાના જેપુરા ગામની 13 વર્ષની દીકરી છાયલ પરમારે પોતાની પ્રતિભા અને મહેનતના બળે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. હોંગકોંગ ખાતે યોજાયેલી 2026 Special Olympics East Asia Regional Bowling Championshipમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરીને છાયલએ બે ગોલ્ડ મેડલ જીતી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી છાયલની આ સિદ્ધિ માત્ર રમતગમતની જીત નથી, પરંતુ આત્મવિશ્વાસ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી ઊભી થતી સંભાવનાઓનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. હોંગકોંગમાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ભારતની ટીમમાં પુડુચેરી, ચંદીગઢ, પંજાબ અને ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતમાંથી પસંદગી પામેલી ખેલાડીઓમાં માત્ર બે દીકરીઓનો સમાવેશ થયો હતો, જેમાં પંચમહાલની 13 વર્ષની…
આલેખન – રવિના બોરાધરા (વડોદરા, તા.૧૧) ગુજરાતના જંગલોમાં પેઢીઓથી પ્રકૃતિ સાથે જીવતા આદિવાસી અને વન આધારિત સમુદાયો માટે જંગલ માત્ર કુદરતી સંપત્તિનો સ્ત્રોત નથી, પરંતુ આજીવિકાનો પણ મહત્વપૂર્ણ આધાર છે. જંગલમાંથી એકત્રિત થતી ઔષધીય વનસ્પતિઓ અને વિવિધ વનપેદાશોને યોગ્ય બજાર અને મૂલ્યવર્ધન સાથે જોડીને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (GSFDCL) આ પરંપરાગત આજીવિકાને વધુ સુવ્યવસ્થિત બજાર સાથે સાંકળી રહ્યું છે.ગુજરાતના વિવિધ વન વિસ્તારોમાંથી સ્થાનિક સમુદાયો દ્વારા એકત્રિત કરવામાં આવતી વનપેદાશોનો ઉપયોગ હવે માત્ર કાચા માલ તરીકે થતો નથી, પરંતુ તેની આગળની પ્રક્રિયા દ્વારા આયુર્વેદિક દવાઓ અને આરોગ્યવર્ધક ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવે છે. આ રીતે જંગલમાં શરૂ થતી વનપેદાશોની સફર મૂલ્યવર્ધિત ઉત્પાદન બનીને બજાર…
શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે પિઠોરી અમાસ. આ પવિત્ર દિવસે વિશ્વવિખ્યાત સંત શિરોમણી સ્વામીજી સાવલીવાળાની ૩૫મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિ પર્વની ભવ્ય ઉજવણી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. ‘સત્ય સંકલ્પનો દાતા ભગવાન’ અને ‘સુખ ચાહો તો સુખ દો’ જેવા અમર સંદેશો આપનાર સ્વામીજી સાવલીવાળાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોમાં દેશ વિદેશ તથા સમગ્ર સાવલી પંથકમાંથી મોટી સંખ્યામાં સ્વામીભક્તો ઉમટી પડ્યા હતા. પુણ્યતિથિના કાર્યક્રમોનો પ્રારંભ સ્વામીજી દ્વારા નિર્મિત યંત્ર આધારિત સાચી અંબા માતાજીના મંદિરે વહેલી સવારે નવચંડી યાગ સાથે થયો હતો. સાંજે ૫ વાગ્યે શ્રીફળ હોમી યજ્ઞકર્મની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ…
સાવલી તાલુકાના ધનતેજ ગામની દૂધ મંડળીમાં ચાર લીટર દૂધ ભરીને 12 થી 22 લિટર દૂધ બતાવીને ગામ ની સહકારી મંડળી સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરતો દૂધ મંડળીના મંત્રીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે સાવલીના ધનતેજ દૂધ મંડળીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સહકારી આલમમાં ચકચાર મચી છે. દૂધ મંડળીના મંત્રી ઘનશ્યામસિંહ પરમારે જાતે જ વીડિયો બનાવી ને પોતાના અવાજમાં સમગ્ર કૌભાંડ ને ઉજાગર કરતો વિડિઓ વાયરલ કર્યો છે અને ખોટી રીતે બનેલી દૂધ ભર્યાની પાવતી શેર કરી ખુલાસો કર્યો છે કે ડેરીમાં માત્ર 4 લિટર દૂધ ભરાયું હોવા છતાં…