ફતેપુરા તાલુકામાં આવેલી પચોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા નાના શરણાયા ખાતે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની સફર કરનાર ડો. સર્વપલ્લીન રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિત્તે તથા ઉજવણીના ભાગરૂપે શાળાના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દરેક ધોરણમાં ભણાવવા માટે શિક્ષક બનીને આવ્યા હતા. વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન અને આખો દિવસ શૈક્ષણિક કાર્યની રૂપરેખા મુજબ શિક્ષણ કાર્ય કર્યું હતું. શિક્ષક તરીકેની કામગીરીનો અનુભવ વિદ્યાર્થીઓએ પોતે આખો દિવસ શાળા સંચાલન કરીને જાત અનુભવ કર્યો હતો.
શાળાના શિક્ષકો દ્વારા શિક્ષક બને અને આવેલા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના અત્યારે રાજેશકુમાર પટેલ દ્વારા દરેક વિદ્યાર્થીઓ સાથે શિક્ષક ના કર્તવ્ય વિશેની સમજ આપવામાં આવી હતી.
