(અવધ એક્સપ્રેસ) *શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર-ગાથા: સરદાર પટેલના અપ્રગટ દસ્તાવેજો ઉજાગર કરતા ઐતિહાસિક ગ્રંથનું ‘લાલચોક’ ખાતે ભવ્ય લોકાર્પણ* *’Sardar Patel and Kashmir: The Untold History’ — ડૉ. રિઝવાન કાદરી સંશોધિત-સંપાદિત ૧૧૯ પ્રકરણોનો દસ્તાવેજી ગ્રંથ ૨૨મી સપ્ટેમ્બરે શ્રીનગરમાં ખુલ્લો મુકાશે* *કાશ્મીરના વિલીનીકરણની અકથ્ય કથા હવે ગ્રંથસ્થ* સરદાર વલ્લભભાઈ પટેલે કાશ્મીરના વિલીનીકરણમાં આપેલા ઐતિહાસિક પ્રદાનને ઉજાગર કરતો દસ્તાવેજી ગ્રંથ ‘Sardar Patel and Kashmir: The Untold History’ આગામી તા. ૨૨-૯-૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રીનગરના ઐતિહાસિક સ્થળ ‘લાલચોક’ ખાતે લોકાર્પિત થશે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત – જાણીતા ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ સંશોધિત-સંપાદિત…
Author: Avadh Express
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો “આર્શિવાર્દ કા દિયા” જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૬ માં જન્મદિવસ નીમિતે યુવાનોમાં નેતૃત્વ, સેવાકીય પ્રવૃત્તિ અને શ્રમદાન થાય તે હેતુથી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં “આર્શિવાદ કા દિયા” કરીને જેમાં સામુહિક આરતી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને તેમની રાષ્ટ્ર માટેની મહાન સમાજીક સેવાના તેમના જીવનભરના યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યકત કરવા માટે સમગ્ર યુનિવર્સિટીમાં ૨૫૦૦ થી વધારે દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સામુહિક દિવા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા જ…
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. દ્વારા યોજાયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ નીમિતે “સુવર્ણ દિન પુસ્તક પરીચય” ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જે પુસ્તક ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે લેખક ગીરીશભાઈ શર્માએ લખેલુ છે. આ કાર્યક્રમના મુખ્ય લેખક ગીરીશભાઈ શર્મા હતા. આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના જાણીતા ગુજરાતી કલાકર સુંદર નું પાત્ર ભજવતાં મયુરભાઈ વાકાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.મનિષ રાવલ , પ્રો.ડૉ.રણછોડ રથવી, પ્રો.ડૉ.જયદિપસિંહ ચૌહાણ, ડૉ.યજુવેંદ્રસિંહ જેઠવા, ડૉ.રવિન્દ્ર સિંહ રાજપુરોહિત, યુનિવર્સિટીના સર્વે અધ્યાપકઓ, વહિવટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વકતા ગીરીશભાઈ શર્માએ “સુવર્ણ દિન પુસ્તક…
સાવલી પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવાર દ્વારા સ્થાપિત ‘જનરક્ષકના રાજા’ ગણેશજીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી કે.કે. ઠાકુર, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ખરસાણ તેમજ સાવલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ચૌહાણ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિઘ્નહર્તા ગણેશજીની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા. ગણેશજીની આરતી સમયે પોલીસ લાઈનમાં ભક્તિમય માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો, પોલીસ પરિવારના સભ્યો તેમજ સાવલી નગરના નગરજનો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પંચમહાલ કિસાન મોરચા દ્વારા ભીલોડ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલ કિસાન મોરચાના જયપાલસિંહ રાઠોડની આગેવાની હેઠળ વડાપ્રધાનના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવામાં આવ્યો હતો. જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભીલોડ ગામમાં મોટી સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી સમગ્ર વિસ્તારને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની દીવડાઓથી ભવ્ય રંગોળી પણ બનાવવામાં આવી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વડાપ્રધાનના દીર્ઘાયુ આયુષ્ય માટે ગામમાં સમૂહ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને કાર્યકરોએ એકત્ર થઈ વડાપ્રધાનને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. દીવડાઓની રોશની,…
સરકાર દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોને સ્વચ્છ તથા રોગમુક્ત વાતાવરણ મળી રહે તે માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામમાં સ્વચ્છતા અભિયાનની સ્થિતિ જોતા જાણે ‘સ્વચ્છ ભારત’ના સૂત્રો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચેલાવાડા ગામમાં પ્રાથમિક શાળા પાસે આવેલા પાણીના સંપની આસપાસ કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, પાણી ભરેલા સંપમાં પણ ગંદકી જોવા મળી રહી છે. સંપ આસપાસના ગંદા પાણી અને કચરામાં દેડકાના અવાજો સંભળાતા હોવાની પણ સ્થાનિકોમાં ચર્ચા છે.…
ઘોઘંબા તાલુકાના નવાનગર ગામના લીલગરી ફળિયામાં રસ્તાની સુવિધાના અભાવે એક દર્દીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પહોંચાડવા માટે ગ્રામજનોએ ખાટલાનો સહારો લેવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. રસ્તાના અભાવે કોઈ વાહન ઘર સુધી પહોંચી ન શકતાં દર્દીને ખાટલામાં સુવડાવી ચાર ગ્રામજનોએ કાંધ આપી ઘર સુધી પહોંચાડ્યો હતો. મળતી માહિતી મુજબ, નવાનગરના લીલગરી ફળિયાના એક યુવાનને અકસ્માતમાં ઈજા થતાં પગમાં ફ્રેક્ચર થયું હતું. યુવાનને સારવાર માટે ગોધરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને રજા આપવામાં આવી હતી. પરિવારજનો યુવાનને ઘરે પરત લાવ્યા ત્યારે રસ્તાની વાસ્તવિક સમસ્યા સામે આવી હતી. ફળિયા સુધી વાહન પહોંચી શકે તેવી યોગ્ય રસ્તાની…
સાવલીથી ઉદલપુર સુધીના આશરે 38 કિલોમીટર લાંબા માર્ગના રૂ.389 કરોડના ખર્ચે ચાર માર્ગીય નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ માર્ગ પર ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો માટે મુસાફરી જોખમી બની છે. કરોડોના ખર્ચે બની રહેલા માર્ગની કામગીરી વચ્ચે હાલની રસ્તાની બિસ્માર સ્થિતિએ તાલુકાવાસીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સાવલી–ઉદલપુર માર્ગ પર ક્વોરી ઉદ્યોગના કારણે ભારે વાહનોની સતત અવરજવર રહે છે. 24 કલાક ધમધમતા આ માર્ગ પર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઈકચાલકો માટે ખાડાઓ જોખમી સાબિત થઈ રહ્યા છે. ગત રોજ ખાડાના કારણે બાઈકસવાર અકસ્માતનો ભોગ બનતા-બનતા આબાદ બચી ગયો…
સાવલી તાલુકાના વિટોજ ગામની ગ્રામ પંચાયતનો વહીવટ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. પંચાયતના વોર્ડ નં. 4ના ચૂંટાયેલા સભ્યને પંચાયતની કામગીરીમાં યોગ્ય રીતે સામેલ કરવામાં આવતા ન હોવા તેમજ ગામમાં ચાલી રહેલા વિકાસ કામો અંગે જરૂરી માહિતી આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં મહિલા સરપંચના દિયર દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટાયેલા મહિલા સરપંચની જગ્યાએ અન્ય વ્યક્તિ દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવે છે કે કેમ તે અંગે નિયમો મુજબ તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ કરવામાં આવી છે. વોર્ડ સભ્યના જણાવ્યા મુજબ પંચાયતની કામગીરીમાં ચૂંટાયેલા સભ્ય…
ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યોજના-પી.એમ.-3એ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પાણીની ટાંકી હાલ ગ્રામજનો માટે સફેદ હાથી સમાન બની હોવાની ફરિયાદો સામે આવી છે. ફરોડ ગામે 80,000 લીટર ક્ષમતા અને 12 મીટર ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. જોકે, પાણી પુરવઠાનું યોગ્ય કનેક્શન ન મળવાના કારણે આજદિન સુધી ગ્રામજનોને તેનો લાભ મળ્યો નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. સરકાર દ્વારા ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી ઘરઆંગણે મળી રહે તે માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પરંતુ જ્યાં ટાંકી તો બની જાય, સંપ પણ તૈયાર…