ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર સામે આવેલા સહીયોગ કોમ્પલેક્ષમાં ‘નંદન કુરિયર’ની ફ્રેન્ચાઇઝી ધરાવતા સંચાલકે ગ્રાહકો પાસેથી નક્કી કરેલા વજન મુજબ પૂરેપૂરી રકમ વસૂલી કંપનીના સોફ્ટવેરમાં ઓછી રકમ દર્શાવી આર્થિક નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના દશરથ ગામ ખાતે આવેલ ભુસલેશ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા મનીષભાઇ ગોરધનભાઇ જોષી દ્વારા ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગોધરાના સહયોગ કોમ્પલેક્ષ ખાતે ‘મારૂતી નંદન એન્ટરપ્રાઇઝ’ નામે વ્યવસાય કરતા નારાયણભાઈ એચ. ભોગાયતાએ નંદન કુરિયર કંપની પાસેથી ફ્રેન્ચાઇસી મેળવી હતી અને કુરિયર સેવાઓ શરૂ કરી હતી. તા. ૦૩/૦૨/૨૦૨૨ થી તાજેતર…
Author: Avadh Express
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, વિધી ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર , એ.બી.વોરા એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ. જે સુચના મુજબ જયેશકુમાર અરવિંદસિંહ એ.એસ.આઈ. એલ.સી.બી. ગોધરા નાઓએ હ્યુમન સોર્સીસ આધારે માહીતી મેળવેલ કે, ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ૧૧૨૦૭૦૦૨૨૫૦૫૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૮૯(૨), ૧૮૯(૩), ૧૮૯(૫), ૧૯૧(૨), ૧૯૨, ૧૯૫, ૩૨૬(૪), ૧૨૫(૧), ૧૨૧(૧), ૩૨૯(૪), ૧૩૨, ૩૨૪(૩), ૫૫,૩(૫)(૬), ૩૫૨, ૧૨૧(૨), ૬૨(૨)(ક) તથા જાહેર મિલ્કતને નુકશાન થતુ અટકાવવા બાબતનો અધિનિયમ-૧૯૮૪ ની કલમ-૩, ૪…
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ બે કેસ નોંધાયા છે. આ પૈકી ગોધરા તાલુકાની 7 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે હાલોલના 7 વર્ષના બાળકને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે. આ સાથે જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુનો કુલ આંકડો 6 પર પહોંચ્યો છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામે રહેતી 7 માસની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીને 22 જુલાઈના રોજ તબિયત લથડતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટૂંકી સારવાર બાદ 24 જુલાઈના રોજ તેનું મૃત્યુ થયું હતું. બાળકીનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા કુલ…
જાંબુઘોડામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે મકાન લાંબા સમયથી ખાલી હતું. આ ઘટના જાંબુઘોડાના મહારાણા ચાલ વિસ્તારમાં બની હતી. અવિરત વરસાદને કારણે મકાન સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું હતું.હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે ગઈકાલથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, જાંબુઘોડામાં મકાન ધરાશાયી થવા છતાં કોઈ મોટી દુર્ઘટના ટળી હતી.
કાલોલ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સુવિધાસભર માર્ગો મળી રહે તે હેતુથી ₹2.10 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં સી.સી. ટ્રિમિક્સ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામ ગોધરા સ્થિત ‘આશિષ કન્સ્ટ્રક્શન એજન્સી’ને સોંપવામાં આવ્યું છે. જોકે, કામગીરીના પ્રારંભિક તબક્કામાં જ હલકી ગુણવત્તાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો છે..વોર્ડ નંબર ૩માં ‘ત્રણ ફાણસ’થી ‘હનુમાન મંદિર’ સુધીના માર્ગ પર સી.સી. ટ્રિમિક્સ રોડનું કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક રહીશોના મતે, રોડનું લેવલિંગ યોગ્ય રીતે જાળવવામાં આવ્યું ન હતું અને પી.સી.સી. કામગીરીમાં નિર્ધારિત ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો હતો. આ અંગે જાણ થતાં જ શેઠ ફળિયાના રહીશો અને પૂર્વ પાલિકા સભ્ય અંજનાબેન મહેતા ઘટનાસ્થળે…
ગોધરા સબ જેલમાં ફરજ બજાવતા જેલ સિપાહી પર ત્રણ કેદીઓએ અસભ્ય વર્તન, ગાળાગાળી અને ધક્કામુક્કી કરી સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય કેદીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, તા. 22 જુલાઈના રોજ બપોરના સમયે ગોધરા સબ જેલ ખાતે જેલ સિપાહી અરબાઝખાન ઝાકીર હુસેન પઠાણ ફરજ પર હાજર હતા. તે દરમિયાન કેદી જુનેદ સુલેમાન ભાગલિયા સારવાર અંગે રજૂઆત કરવા આવ્યો હતો. સિપાહીએ તેને સમજાવ્યું હતું કે તે જ દિવસે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવીને આવ્યો હોવાથી હાલ ફરી સારવાર માટે મોકલી શકાય તેમ નથી. આ વાતથી ઉશ્કેરાયેલા જુનેદ…
આજના યુવાનો એવા નિર્ણાયક વળાંક પર ઊભા છે જ્યાં ઓળખ, સફળતાના સપના અને સામાજિક-આર્થિક પડકારો એકબીજા સાથે જોડાયેલા છે. યુવાની જીવનનો સૌથી ગતિશીલ તબક્કો છે, જેમાં ઊર્જા, સર્જનાત્મકતા અને સપનાઓ ભવિષ્ય ઘડે છે. પરંતુ ઝડપથી બદલાતી દુનિયામાં સોશિયલ મીડિયા, ડિજિટલ સંસ્કૃતિ અને વધતી સ્પર્ધાએ યુવાનો માટે પોતાની ઓળખ અને જીવનના હેતુને સમજવાનો પડકાર વધુ ગંભીર બનાવ્યો છે. સફળતાને માત્ર ભૌતિક સિદ્ધિઓથી માપવાની માનસિકતા આત્મવિશ્વાસ અને માનસિક સંતુલન પર અસર કરે છે. આથી આધુનિકતા સાથે મૂલ્યો અને આત્મસન્માનનું સંતુલન જાળવવું જરૂરી છે. રોજગારનો પ્રશ્ન પણ યુવાનો સામેનો મોટો પડકાર છે. વધતી બેરોજગારી, ફુગાવો અને મર્યાદિત તકોને કારણે શિક્ષિત યુવાનો પણ યોગ્ય…
(કાજર બારીઆ) છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તથા જિલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ બારીયાએ રાઠવા સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ જાહેરમાં માફી માંગી છે. આ મુદ્દે રાઠવા સમાજના આગેવાનો દ્વારા અગાઉ કદવાલ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રમણભાઈ બારીયાનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઓડિયોમાં રાઠવા સમાજ અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીને કારણે સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવાયું હતું. ઓડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં રાઠવા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે રાઠવા સમાજના આગેવાનો એકત્રિત થઈ કદવાલ મામલતદાર કચેરીએ…
(કાજર બારીઆ) શિક્ષણ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન એક પ્રેરણાદાયી પ્રસંગ કાછેલ ગામમાં જોવા મળ્યો હતો. કાછેલ (કા) પ્રાથમિક શાળા તેમજ ધાનક ફળીયા વર્ગ શાળાના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળાના ગણવેશ (યુનિફોર્મ) તેમજ બૂટ (સૂઝ)નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના જ જાગૃત અને સેવાભાવી આગેવાન લલિતભાઈ કાળુંભાઈ રાઠવા દ્વારા આ ઉમદા કાર્ય માટે દાતા બનીને સમગ્ર ખર્ચ ઉપાડી લેવામાં આવ્યો હતો, નાનકડી મદદ અને પ્રોત્સાહન થી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ બાળકોને નવો ગણવેશ અને બૂટ મળતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો ,લલિતભાઈના આ સરાહનીય પગલાથી ગરીબ અને…
સાવલી વકીલ મંડળ ના વકીલો દ્વારા નીટ પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો ઉગ્ર વિરોધ કરી ને મામલતદાર અને પ્રાંત ને આવેદનપત્ર પાઠવ્યું હતું દેશ ના વિવિધ વિસ્તાર ના વિધાર્થી ઓ દ્વારા જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરી લાઠી ચાર્જ ના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર દેશ નિંદા કરી રહ્યો છે તેવામાં સાવલી વકીલ મંડળ ના વકીલો દ્વારા સમગ્ર બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી છે આજરોજ સાવલી વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને નારેબાજી કરીને આવેદનપત્ર પાઠવ્યું…