જાંબુઘોડામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે મકાન લાંબા સમયથી ખાલી હતું.
આ ઘટના જાંબુઘોડાના મહારાણા ચાલ વિસ્તારમાં બની હતી. અવિરત વરસાદને કારણે મકાન સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું હતું.હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે ગઈકાલથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, જાંબુઘોડામાં મકાન ધરાશાયી થવા છતાં કોઈ મોટી દુર્ઘટના ટળી હતી.
