કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને આવકારતાં પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગોધરામાં ચોકલેટનું વિતરણ કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. યુવા કોંગ્રેસના જણાવ્યા અનુસાર, નીટ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા ગેરવહીવટ અને પેપર લીકની ઘટનાઓને કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું હતું. આ મુદ્દે દેશભરમાં યુવાનો દ્વારા લાંબા સમય સુધી લોકશાહી ઢબે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેના પરિણામે સરકારને યુવાનોની માંગણીઓ સ્વીકારવી પડી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું યુવા કોંગ્રેસે જણાવ્યું. આ પ્રસંગે ગોધરાના ચર્ચ નજીક પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકર્તાઓએ…
Author: Avadh Express
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના જવાબદાર સત્તાધીશો અને પ્રજાના ટેક્સના નાણાંથી ચાલતા સરકારી કામોમાં કોન્ટ્રાક્ટરોની કેવી “લાલિયાવાડી” ચાલે છે, તેનો એક તાજો અને ચોંકાવનારો નમૂનો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેત્રાલ ગામેથી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મેત્રાલ ગામે વીજ તંત્ર દ્વારા Underground (UG) કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વાપરવામાં આવેલા અત્યંત કિંમતી XLP-185 UG કેબલના મોટા-મોટા ડ્રમ ખાલી થયા બાદ કોન્ટ્રાક્ટર અને તેના માણસો તેને જવાબદારીપૂર્વક ઉપાડી જવાની જગ્યાએ રસ્તા પર જ બિનવારસી અને લાવારિસ હાલતમાં છોડીને રવાના થઈ ગયા છે.!! સરકારી સંપત્તિ રામભરોસે! જે XLP-185 કેબલ ડ્રમની કિંમત લાખો રૂપિયામાં થાય…
નીટ પરીક્ષા લીક મામલે દિલ્હી ના જંતર મંતર ખાતે થી કોકરોચ જનતા પાર્ટી ના શરૂ થયેલ આંદોલન દેશવ્યાપી અભૂતપૂર્વ જુસ્સા મા ફેરવાઈ જતા.. ગુજરાત ના ગોધરા માંથી NEET –૨૦૨૪ પરીક્ષા મા કેટલાક ચોક્કસ પરીક્ષાર્થીઓ ને ઉચા મેરીટ સાથે પાસ કરાવી આપવાના બહાર આવેલા કૌભાંડો સામે સાર્વજનિક પરીક્ષા અધિનિયમ ૨૦૨૪ મા અમલ મા આવેલ કાયદા ને વધુ સખ્ત બનાવવાની કેન્દ્ર સરકાર ની જાહેરાત..!! જો કે ગોધરા ના એ NEET ૨૦૨૪ ના પરીક્ષા કૌભાંડ ની અટકી ગયેલ તપાસો ને પુનઃ શરૂ કરવામા આવે એવી યુવાશક્તિઓ ની લાગણીઓ… —નીટ પરીક્ષા પાસ કરાવવાના સૂત્રધારો ઝડપાયા પરંતુ પોતાના સંતાનો ને લાખ્ખો રૂપિયા ના જોરે પાસ…
સીજેપી (કોકરોચ જનતા પાર્ટી)ના પ્રદર્શનને ભલે તેના સ્થાપક અભિજીત દીપકેના ચહેરા સાથે ઓળખવામાં આવી રહ્યું હોય, પરંતુ આ સમગ્ર આંદોલનની સાચી શક્તિ મંચની પાછળ કાર્યરત એવી કોર ટીમ હતી, જેણે સંગઠનને ઉભું કરવાથી લઈને આંદોલનને વ્યાપક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ટીમમાં વકીલો, પત્રકારો, પબ્લિક પોલિસી નિષ્ણાતો, સામાજિક કાર્યકરો તેમજ વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલા કાર્યકરોનો સમાવેશ થાય છે. સીજેપીના જણાવ્યા અનુસાર, કોઈપણ આંદોલનની સફળતા માત્ર મંચ પરથી ભાષણ આપતા ચહેરાઓથી નક્કી થતી નથી, પરંતુ વ્યૂહરચના ઘડનાર, મીડિયા સંકલન કરનાર, કાનૂની તૈયારી સંભાળનાર, જનસંપર્ક મજબૂત બનાવનાર અને સંગઠનને ગતિ આપનાર લોકો તેની સાચી તાકાત હોય છે. વૈષ્ણવી પબ્લિક પોલિસીની નિષ્ણાત…
(નવી દિલ્હી) કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાનની ભલામણના આધારે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને તેમના હાલના વિભાગો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં શિક્ષણ સંબંધિત મુદ્દે ઊભા થયેલા વિરોધ અને રાજકીય દબાણ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું અને નવી વહીવટી વ્યવસ્થા હેઠળ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે. પ્રહલાદ જોશી હાલમાં ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ગ્રાહક બાબતો મંત્રાલય તેમજ ઊર્જા મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેઓ આ તમામ…
ઢીકવા ગામ ખાતે સન ફાર્મા કમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી, હાલોલ દ્વારા “આદર્શ માતા સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતાઓમાં આરોગ્ય, સ્વચ્છતા, પોષણ અને પરિવાર પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમનું આયોજન ડૉ. સ્મૃતિબેન, ધર્મિષ્ઠાબેન, શિલ્પાબેન અને કૌશિકભાઈના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ગામની અનેક માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન માતાઓના આરોગ્ય જ્ઞાન, બાળકોની સંભાળ, પોષણયુક્ત આહાર, સ્વચ્છતા અને સકારાત્મક વાલીપણાના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિજેતા માતાઓને સન્માનિત કરવામાં આવી હતી અને તમામ ભાગ લેનાર માતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી.…
ઘોઘંબા તાલુકાના ચાઠા ગામમાં શનિવારે મધરાત્રિએ દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ત્રણ બકરાં પર હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. હુમલામાં બે બકરાંનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે એક બકરાને દીપડો ઢસડીને જંગલ તરફ લઈ ગયો હતો. ઘટનાથી પશુપાલકને આર્થિક નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, રાત્રિના આશરે 12થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન દીપડો ચાઠા ગામના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. એક મકાનમાં પ્રવેશ કરી બાંધેલા બકરાં પર તેણે અચાનક હુમલો કર્યો હતો. બકરાંના બૂમાબૂમના અવાજથી પરિવારજનો જાગી ઊઠ્યા, પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ બે બકરાંને મારી નાખ્યાં હતાં અને એક બકરાને ઢસડીને જંગલ તરફ ભાગી…
(પ્રતિનિધિ : માલપુર) અરવલ્લી જિલ્લામાં ભાડા કરારના નામે ખેડૂતો પાસેથી ટ્રેક્ટર મેળવી તેને સૌરાષ્ટ્રમાં સસ્તા ભાવે વેચી દેતા આંતરજિલ્લા કૌભાંડનો અરવલ્લી પોલીસે પર્દાફાશ કર્યો છે. LCB, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે અંદાજે ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓ ખેડૂતોનો વિશ્વાસ જીતી ભાડા કરાર હેઠળ ટ્રેક્ટરો લેતા હતા. ત્યારબાદ ટ્રેક્ટરો પરત આપવાના બદલે તેને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓછી કિંમતે વેચી દેતા હતા. આ રીતે અનેક ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદોના આધારે LCB,…
(પ્રતિનિધિ:ગોકુળ પંચાલ) ઘોઘંબા MGVCLના કમ્પ્લેન સેન્ટરની રાત્રિ કામગીરી સામે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પરોલી જ્યોતિગ્રામ લાઇન પર પરોલી ચોકડી બસ સ્ટેન્ડ પાછળ આવેલા 11 કે.વી.ના વીજ થાંભલા પર રાત્રિના સમયે વારંવાર મોટા ધડાકા અને સ્પાર્કિંગ થતાં હોવા છતાં સમયસર કાર્યવાહી ન થતાં લોકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટનાની જાણ કરવા માટે રાત્રિ દરમિયાન કમ્પ્લેન સેન્ટરના નંબર પર અનેક વખત ફોન કરવામાં આવ્યો હતો. જોકે ફરજ પર રહેલા કર્મચારી દ્વારા “દિવસની શિફ્ટના કર્મચારીઓ આવશે ત્યારે ફરિયાદ નોંધાશે” તેવો જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, લાઇન બંધ કરવા અથવા તકેદારીના કોઈ પગલાં અંગે…
દિલ્હીના જંતર મંતર મેદાનમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને પગલે આજ રોજ રાજીનામું આપતા સાવલીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફટકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી આજરોજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી સાવલી પોલીસ ચોકી નજીક કોંગ્રેસના કાર્યકરો એકત્ર થઇ ફટાકડા ફોડી અને ચોકલેટ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી કાર્યકરોએ એકબીજાને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો જ્યારે કોંગી અગ્રણી ઓ એ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચતા રાહદારી ઓ માં ભારે કુતૂહલ ફેલાયું હતું