થલપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જન નાયકન’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં જ ફિલ્મે વિશ્વભરમાં 171.84 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને 200 કરોડના ક્લબ તરફ મજબૂત દાવેદારી નોંધાવી છે. વીકએન્ડ દરમિયાન દર્શકોના વધતા પ્રતિસાદને કારણે ફિલ્મના કલેક્શનમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. ત્રણ દિવસમાં વિશ્વભરમાં 171.84 કરોડની કમાણી ટ્રેડ રિપોર્ટ મુજબ, ફિલ્મે ત્રણ દિવસમાં ભારતમાં 108.34 કરોડ રૂપિયા ગ્રોસ અને 92.35 કરોડ રૂપિયા નેટ કલેક્શન કર્યું છે. જ્યારે ઓવરસીઝ માર્કેટમાંથી ફિલ્મે 63.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ કુલ મળીને ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 171.84 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ત્રીજા દિવસે એટલે કે…
Author: Avadh Express
હોર્મુઝ જળમાર્ગમાં એક તેલ ટેન્કર દરિયાઈ બારૂદી સુરંગ (સી માઇન) સાથે અથડાતા તેમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ, ટેન્કર નિર્ધારિત સમુદ્રી માર્ગથી ભટકી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ ટેન્કરની ઓળખ, તેમાં ભરાયેલા માલસામાન, તેનું ગંતવ્ય તેમજ કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઈરાની અધિકારીઓએ પણ આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી અને આ ઘટનાની સ્વતંત્ર રીતે પુષ્ટિ પણ થઈ શકી નથી. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. તેવામાં હોર્મુઝ…
(ગોકુળ પંચાલ) ઘોઘંબા તાલુકાના પરોલી સ્થિત શ્રી જીરાવાલા પાશ્વનાથ જૈન તીર્થની પાવન ધરતી પર જૈન ધર્મના નિયમો અનુસાર ચાતુર્માસનો મંગલ પ્રારંભ ભક્તિભાવ અને ધર્મમય વાતાવરણ વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય જૈન સંતોના આગમન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં પાવાગઢ જૈન મંદિરના પૂજ્ય પુરાણચંદ્રજી મહારાજ સાહેબ, કચ્છના પરમ પૂજ્ય પિયકર મહારાજજી, પરમ પૂજ્ય મુનિશ્રી દેવેન્દ્ર વિજયજી મહારાજ તેમજ સાધ્વીશ્રી પુરાણ કમલાશ્રીજીની પાવન નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ યોજાયો હતો. ચાતુર્માસ દરમિયાન આ તમામ સંતો પરોલી મુકામે ચાર માસ સુધી વિરમશે. પરોલી ગામના મુખ્ય પ્રવેશદ્વારથી નીકળેલી શોભાયાત્રા પરોલી નગર માં ફરી હતી…
પ્રતિનિધિ માલપુર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રીછવાડ ગામ નજીક બામણી તળાવ પાસે એક અજાણી વ્યક્તિની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રોડ કિનારે લાશ પડેલી હોવાનું સ્થાનિકોએ જોતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં માલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું છે કે…
ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ગળું દબાવી હત્યા કરી હોવાનો આરોપ સામે આવ્યો છે. હત્યાને કુદરતી મોત જેવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મૃતકના ગળા પરના નિશાનોએ સમગ્ર ઘટનાનો ભાંડો ફોડી નાખ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપી પત્નીની ધરપકડ કરી છે, જ્યારે તેનો પ્રેમી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, કોતવાલી વિસ્તારના ભલુઆહી વોર્ડ નંબર-8માં રહેતા સંદીપ ગૌતમ (ઉંમર 27 વર્ષ)ની શુક્રવારની રાત્રે હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે તેની પત્ની વંદનાએ પોતાના પ્રેમી રાજેશ કુમાર સાથે મળીને ગમછાથી ગળું દબાવી સંદીપની હત્યા કરી…
નવી દિલ્હી: માત્ર 36 દિવસમાં દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બનેલું જનરેશન-ઝેડ (Gen-Z)નું વિદ્યાર્થી આંદોલન હવે નવા રાજકીય અને સામાજિક સંકેતો આપી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની એક ટિપ્પણી બાદ ઉભી થયેલી કોંકરોચ જનતા પાર્ટી (CJP)એ દાવો કર્યો છે કે તેના આંદોલનના પરિણામે શિક્ષણ તંત્રમાં અનેક ફેરફારો થયા છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધીની પરિસ્થિતિ સર્જાઈ. જોકે, આ દાવાઓ અંગે સરકાર તરફથી તમામ મુદ્દાઓ પર સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જંતર-મંતર ખાતેનું વિરોધ પ્રદર્શન સમાપ્ત થયા બાદ CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, “આ માત્ર ટ્રેલર છે, આખી ફિલ્મ હજુ બાકી છે. દેશનો યુવાન હવે પોતાના અધિકારો માટે જાગૃત…
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને 20 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે વિદ્યાર્થીઓ સામે પેલેટ ગન અને બળપ્રયોગ કરવાની મંજૂરી કોણે આપી? આખરે આ કાર્યવાહીનો આદેશ કોણે આપ્યો? શું સરકાર આ પ્રશ્નોના જવાબ આપશે અને જવાબદારી નક્કી કરશે? રાહુલ ગાંધીએ 25 જુલાઈ 2026ના રોજ લખેલા પત્રમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ નિષ્પક્ષ અને જવાબદાર શિક્ષણ વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા. પરંતુ તેમની વાત સાંભળવા બદલે સુરક્ષા દળોએ તેમના પર અંધાધૂંધ બળપ્રયોગ કર્યો. તેમણે આરોપ મૂક્યો કે પ્રદર્શન દરમિયાન ઘાતક હથિયારો અને આંસુગેસનો ઉપયોગ કરવામાં…
મહીસાગર જિલ્લાના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે અને સુચારુ રૂપે મળી રહે તેમજ કોઈપણ આપત્તિના સમયે વહીવટી તંત્ર ખડેપગે રહે તે સુનિશ્ચિત કરવા મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કલેક્ટરે રાત્રિ દરમિયાન લુણાવાડા જનરલ હોસ્પિટલની આકસ્મિક (સરપ્રાઈઝ) મુલાકાત લીધી હતી. રાત્રિના સમયે અચાનક જનરલ હોસ્પિટલ પહોંચેલા કલેક્ટરે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને દર્દીઓની સારવારની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને ઇમરજન્સી સારવાર વિભાગ પર ભાર મૂક્યો હતો. આકસ્મિક જરૂરિયાતના સમયે અને રાત્રિના કલાકોમાં આવતા દર્દીઓ તથા તેમના પરિવારજનોને સહેજ પણ હાલાકી ન પડે અને તાત્કાલિક ધોરણે સરળતાથી…
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં માળી ફળિયાના નાકા પાસે જાહેર રસ્તા પર વધુ એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. વરસાદના કારણે મકાન તૂટી પડતાં તેનો કાટમાળ રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો, જેના કારણે જાહેર માર્ગ પરની અવરજવર સદંતર બંધ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચોમાસાની ઋતુ અને વરસાદને કારણે લોકો ઘરોમાં હોવાથી તેમજ રસ્તા પર લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.ઉલ્લેખનીય છે કે, પંદર દિવસ પહેલાં પણ માળી ફળિયામાં એક જર્જરિત મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.વેજલપુર ગામમાં વર્ષોથી અનેક જૂના અને જર્જરિત મકાનો ભયજનક સ્થિતિમાં…
કાલોલ તાલુકાના અલવા ગામમાં ખેતમજૂરીના મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ૨૦ જુલાઈના રોજ બનેલી આ ઘટનામાં લાકડીઓ અને લોખંડની પાઈપોનો ઉપયોગ થયો હતો, જેમાં બંને પક્ષે મહિલાઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. આ મામલે કાલોલ પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કુલ ૮ લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રથમ પક્ષના ફરિયાદી કિરીટભાઈ જાલમભાઈ પરમારની ફરિયાદ મુજબ, ૨૦ જુલાઈના રોજ સવારે આઠ વાગ્યે તેમની કુટુંબી ભત્રીજા વહુ કપિલાબેન સંજયભાઈ પરમારે તેમની પત્ની ભાવનાબેનને ખેતરમાં મજૂરીએ ન આવવા બાબતે ઝઘડો કર્યો હતો. કિરીટભાઈએ ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કપિલાબેને તેમના પતિ સંજયભાઈ…