Close Menu
Avadh Express
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
      • ભારત
      • વર્લ્ડ
    • ગુજરાત
      • અમદાવાદ
      • ગાંધીનગર
      • છોટા ઉદેપુર
      • ડાંગ
      • તાપી
      • દાહોદ
      • પંચમહાલ
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
      • ફેશન
      • રસોડું
      • હેલ્થ
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    Home » કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    Avadh ExpressBy Avadh ExpressJuly 23, 2026No Comments

    (કાજર બારીઆ)

    શિક્ષણ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન એક પ્રેરણાદાયી પ્રસંગ કાછેલ ગામમાં જોવા મળ્યો હતો. કાછેલ (કા) પ્રાથમિક શાળા તેમજ ધાનક ફળીયા વર્ગ શાળાના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળાના ગણવેશ (યુનિફોર્મ) તેમજ બૂટ (સૂઝ)નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના જ જાગૃત અને સેવાભાવી આગેવાન લલિતભાઈ કાળુંભાઈ રાઠવા દ્વારા આ ઉમદા કાર્ય માટે દાતા બનીને સમગ્ર ખર્ચ ઉપાડી લેવામાં આવ્યો હતો, નાનકડી મદદ અને પ્રોત્સાહન થી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી.

    નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ બાળકોને નવો ગણવેશ અને બૂટ મળતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો ,લલિતભાઈના આ સરાહનીય પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના  હાલમાં ખેતી કામ માટે આર્થિક સંકડામણ અનુભવતા વાલીઓને મોટી આર્થિક રાહત મળી છે અને ગામના આગેવાનની ઉદારતાને બિરદાવવામાં આવી હતી, આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા લલિતભાઈ  રાઠવા નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પણ જણાવ્યું હતું કે, પોતાના જ ગામના બાળકોના શિક્ષણ અને સુવિધા માટે આગળ આવીને લલિતભાઈએ સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

     

    Post Views: 18
    Previous Articleજંતર-મંતરના પડઘા ગુજરાતમાં: સાવલી વકીલ મંડળે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ સામે પાઠવ્યું આવેદનપત્ર
    Avadh Express
    • Website

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Advertisement
    Latest News

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    છોટા ઉદેપુર July 23, 2026

    (કાજર બારીઆ) શિક્ષણ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન એક પ્રેરણાદાયી પ્રસંગ કાછેલ ગામમાં જોવા મળ્યો…

    જંતર-મંતરના પડઘા ગુજરાતમાં: સાવલી વકીલ મંડળે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ સામે પાઠવ્યું આવેદનપત્ર

    July 23, 2026

    સાવલી સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ, એલસીબીના બે કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ

    July 23, 2026
    Facebook X (Twitter) WhatsApp Instagram
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    © 2026 www.avadhexpress.in all rights are resreved | Designed by www.WizInfotech.com.
    • Privacy Policy
    • Terms & Conditions
    • Discliamer
    • Contact Us

    Type above and press Enter to search. Press Esc to cancel.