પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, વિધી ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર , એ.બી.વોરા એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ.
જે સુચના મુજબ જયેશકુમાર અરવિંદસિંહ એ.એસ.આઈ. એલ.સી.બી. ગોધરા નાઓએ હ્યુમન સોર્સીસ આધારે માહીતી મેળવેલ કે, ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ૧૧૨૦૭૦૦૨૨૫૦૫૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૮૯(૨), ૧૮૯(૩), ૧૮૯(૫), ૧૯૧(૨), ૧૯૨, ૧૯૫, ૩૨૬(૪), ૧૨૫(૧), ૧૨૧(૧), ૩૨૯(૪), ૧૩૨, ૩૨૪(૩), ૫૫,૩(૫)(૬), ૩૫૨, ૧૨૧(૨), ૬૨(૨)(ક) તથા જાહેર મિલ્કતને નુકશાન થતુ અટકાવવા બાબતનો અધિનિયમ-૧૯૮૪ ની કલમ-૩, ૪ મુજબના કામે નાસતો ફરતા વોન્ટેડ આરોપી સેહજાદ રફીક હયાત રહે.ગોન્દ્રા સર્કલ પાસે ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ નાઓ હાલમા ગોધરા ગોન્દ્રા સર્કલ પાસે ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોન્દ્રા સર્કલ ઉપર ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબનો આરોપી મળી આવતા તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે.
