ઢીકવા ગામ ખાતે સન ફાર્મા કમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી, હાલોલ દ્વારા “આદર્શ માતા સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતાઓમાં આરોગ્ય, સ્વચ્છતા, પોષણ અને પરિવાર પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમનું આયોજન ડૉ. સ્મૃતિબેન, ધર્મિષ્ઠાબેન, શિલ્પાબેન અને કૌશિકભાઈના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ગામની અનેક માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન માતાઓના આરોગ્ય જ્ઞાન, બાળકોની સંભાળ, પોષણયુક્ત આહાર, સ્વચ્છતા અને સકારાત્મક વાલીપણાના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
વિજેતા માતાઓને સન્માનિત કરવામાં આવી હતી અને તમામ ભાગ લેનાર માતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી.
સન ફાર્મા કમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી, હાલોલ દ્વારા સમાજના આરોગ્ય અને વિકાસ માટે આવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે. ઢીકવા ગામના ગ્રામજનો અને મહિલાઓએ આ કાર્યક્રમને ખૂબ જ સરાહનીય પ્રતિસાદ આપ્યો હતો.
