ઘોઘંબા, પ્રતિનિધિ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નવાગામ પાલ્લી ગામમાં જિયો મોબાઇલ નેટવર્ક છેલ્લા 12 દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી હજારો ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સતત નેટવર્ક ન મળતાં ઓનલાઈન બેન્કિંગ, UPI પેમેન્ટ, વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ, સરકારી સેવાઓ તેમજ વેપાર-ધંધા સહિતની અનેક આવશ્યક સેવાઓ પર ગંભીર અસર પડી છે. ગામલોકોના જણાવ્યા મુજબ વારંવાર જિયો કસ્ટમર કેર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં માત્ર “સોફ્ટવેરની સમસ્યા છે અને ટીમ કામ કરી રહી છે” એવો જવાબ આપવામાં આવે છે. જોકે, સ્થાનિક સ્તરે થયેલી તપાસમાં ટાવરમાં જરૂરી રેક્ટિફાયર (Rectifier) યુનિટ ઉપલબ્ધ ન હોવા અથવા ખરાબ થઈ જવાની ચર્ચા સામે આવી છે. જેના…
Author: Avadh Express
(વડોદરા, તા.૨૭ ) ડભોઈ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા એક ગંભીર ગુનાના કામે નામદાર કોર્ટ દ્વારા બે આરોપીને ફરારી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિગતો મુજબ, ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજીસ્ટર પાર્ટ-એ. ૧૧૧૯૭૦૧૪૨૫૧૫૬૪/૨૦૨૫ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૧, ૩૩૩, ૫૪ મુજબના ગુના સંદર્ભે હાલ સેસન્સ કેસ નં. ૦૬/૨૦૨૫ની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આ ગુનો તા. ૧૩/૦૮/૨૦૨૫ના રોજ ડભોઈ-વડોદરા રોડ પર ફરતીકુઈ ગામની સીમમાં આવેલ ‘શ્રી રામ ટીમ્બર્સ એન્ડ સેન્ટ્રીંગ’ નામના શેડમાં બનેલી ઘટના અંગે નોંધવામાં આવ્યો હતો. આ કેસના પ્રથમ આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભુરા મોહનીયા (ઉં.વ. ૪૬, રહે. હાત્યા દેલી તડવી ફળિયું, તા.…
પંચમહાલ જિલ્લામાં વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા ભારે વરસાદને પરિણામે ગ્રામીણ તથા મુખ્ય માર્ગોને થયેલા નુકસાનને પગલે પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, ગોધરા દ્વારા નાગરિકોની સુવિધા અને માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં હાલોલ તાલુકાના રામેશરા-તરગોળ રોડ પર સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ ક્રોસ કરીને નવીન સ્ટ્રક્ચર નિર્માણની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે સ્ટ્રક્ચરની આસપાસની માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થતાં માટી રસ્તા પર પથરાઈ ગઈ હતી. આના કારણે સ્થાનિક રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને પંચાયત માર્ગ અને મકાન પેટા…
વિશ્વપ્રસિદ્ધ સંત શિરોમણી પરમ પૂજ્ય સ્વામીજી સાવલીવાળાની કર્મભૂમિ તેમજ પૂજ્ય ગેબીનાથ દાદાની જીવંત સમાધિથી પાવન બનેલા અતિ પૌરાણિક શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી ખાતે આગામી અષાઢ સુદ પૂર્ણિમા, બુધવાર તા : 29/07/2026 ના રોજ વર્ષોવર્ષની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવ, શ્રદ્ધા અને ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. ગુરુપૂર્ણિમા મહોત્સવનો શુભ પ્રારંભ પ્રાતઃકાળે સુમધુર શહેનાઈવાદનથી થશે. ત્યારબાદ સંગીત પ્રચારિણી સભાના રંગમંચ ઉપર પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભક્તિમય સંગીત અને કર્ણપ્રિય ભજનોની રજૂઆત કરવામાં આવશે. સવારે 8:30 કલાકે પૂજ્ય સ્વામીજીની સમાધિ મંદિર સમક્ષ પરંપરાગત રીતે ગુરુ પાદુકાનું પૂજન યોજાશે. તે સાથે જ હોમાત્મક લઘુ રુદ્ર યાગનો પ્રારંભ થશે, જેની પૂર્ણાહુતિ બપોરે 1:00 કલાકે શ્રીફળ…
પ્રતિનિધિ, કાજર બારીયા અવધ એક્સપ્રેસ, તા.૨૭ સ્થાનિક સ્તરે સરકારી તંત્ર અને પંચાયતી રાજના વહીવટની ખામીઓના કારણે પ્રજા કેવી હાલાકી ભોગવે છે તેનો જીવતો જાગતો કિસ્સો કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યો છે. વહીવટી સુવિધાના સદંતર અભાવ અને સ્થાનિક વિકાસથી વંચિત એવા ઝરી, ભાભર (વડલી) અને કાલીકોઈ ગામના લોકોએ હવે અન્યાય સામે રણશિંગું ફૂંક્યું છે. આ ત્રણેય ગામોને કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાંથી સત્તવરે છૂટા પાડી, નવી ઝરી જૂથ ગ્રામ પંચાયતની રચના કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને પુરાવા સાથેનું આક્રમક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરકારી આંકડાઓ મુજબ ઝરી ગામની વસ્તી ૨૨૪૮, ભાભરની ૯૧૭ અને કાલિકોઈની…
(મયુર જાની) પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત શાંતિ મિશ્ર શાળામાં સરકારી નિયમો અને પ્રવર્તમાન પરિપત્રોનું સરેઆમ ઉલ્લંઘન થવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષણ વિભાગના સ્પષ્ટ નિયમ અનુસાર શાળામાં આચાર્યનો ચાર્જ સદાય સૌથી સિનિયર શિક્ષકને સોંપવાનો હોય છે, તેમ છતાં આ શાળામાં તમામ નિયમોને નેવે મૂકીને એક જુનિયર શિક્ષકને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. સિનિયરિટીનો અનાદર અને તંત્રની મિલીભગત? સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે સિનિયરિટીના આધારે જ ચાર્જ સોંપવાનો સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. પરંતુ શાંતિ મિશ્ર શાળામાં વરિષ્ઠ અને અનુભવી શિક્ષકની લાયકાત અને હકનો અનાદર કરીને જુનિયર શિક્ષકની તાજપોશી કરવામાં…
દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે યોજાનાર પેટા ચૂંટણી નો જંગ અંતિમ તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે,આ સાથે દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે યોજાનાર પેટા ચૂંટણી જંગ માટે આગામી મંગળવાર એટલે કે તા.૨૮ મી ના રોજ મતદાન થાય આ પૂર્વે સર્જાયેલા અણધાર્યા ઘટનાક્રમ મા દે.બારીઆ ન.પાલિકા ના ભા.જ.પ. ના જે બળવાખોર ૬ સદસ્યો ને પક્ષાંતર ધારા હેઠળ સભ્ય પદે થી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને આ સામે સદસ્યો દવારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકાર ના આદેશ સામે અપીલ દાખલ કરી હતી.આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટ દવારા ગેરલાયક ઠેરવવામાં આવેલા જે સદસ્યો એ એટલે કે ચાર સદસ્યો એ પેટા ચૂંટણી જંગ…
આજરોજ આણંદ ની ફૈથ હોસ્પીટલ અને સક્સેસ ક્લાસીસ દ્વારા આણંદ ના તેજસ્વી વિદ્યાર્થી ઓ ને સન્માનવા નો એક ભવ્ય કાર્યક્રમ લાયન્સ હોલ આણંદ ખાતે યોજવા માં આવ્યો હતો આ કાર્યક્રમ માં ધોરણ 10 અને 12 ઉપરાંત LLB, એન્જીન્યરીગ, અને હાઈ એજ્યુકેશન માં Phd પાસ કરનાર વિદ્યાર્થીઓ નું સન્માન ટ્રોફી અને ઇનામો આપી કરવામાં આવ્યૂ હતું, કાર્યક્રમ ના અધ્યક્ષ પદે ઇસ્માઇલભાઈ (ગામડી માજી સરપંચ ) હતા અને મુખ્ય મહેમાન તરીકે શહેર ના નામાંકિત ડોકટરો, પ્રોફેસરો અને તજજ્ઞો ઉપસ્થિત રહયા હતા, કાર્યક્રમ નું સફળ સંચાલન એડવોકેટ આસીમ ખેડાવાલા અને અમીન સર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે વિવિધ મહાનુંભાવો દ્વારા શિક્ષણ ને લગતું…
27 જુલાઈ, સોમવારના દિવસે ચંદ્રમા દિવસ-રાત ધનુ રાશિમાં સંચાર કરશે. આ દરમિયાન ચંદ્ર અને ગુરુ વચ્ચે રાશિ પરિવર્તન યોગ બનશે, જે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ઉપરાંત ચંદ્રથી અષ્ટમ ભાવમાં ગુરુ હોવાથી ચંદ્રાધિ યોગ પણ રચાશે. આ શુભ યોગોના કારણે વૃષભ, મિથુન, સિંહ, ધનુ અને કુંભ રાશિના જાતકો માટે દિવસ ખાસ લાભદાયી રહેશે. ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે સોમવાર લાભદાયી રહેશે. વેપાર અને કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. દિવસની શરૂઆતમાં થોડી ગૂંચવણ રહી શકે, પરંતુ બપોર પછી કાર્યોમાં ગતિ આવશે. શિક્ષણ ક્ષેત્રે પણ ભાગ્યનો સાથ મળશે. પાડોશીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નવા કામ અથવા પ્રોજેક્ટની…
શેરબજારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન આવેલી ભારે મંદીના કારણે દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં ₹2.74 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન HDFC બેંકને સૌથી મોટું નુકસાન થયું છે, જ્યારે હિંદુસ્તાન યુનિલીવર (HUL) એકમાત્ર એવી કંપની રહી જેના માર્કેટ કેપમાં વધારો નોંધાયો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલી ગિરાવટ નોંધાઈ? ગત સપ્તાહ દરમિયાન BSE સેન્સેક્સ 2,091.68 અંક (2.67 ટકા) ઘટ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 566.85 અંક (2.32 ટકા)ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. રિલિગેર બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ વિભાગના એસવીપી અજીત મિશ્રાના જણાવ્યા અનુસાર, કાચા તેલના ભાવમાં તેજી અને વધતા ભૂરાજકીય તણાવને કારણે રોકાણકારોની ભાવનાઓ પર નકારાત્મક અસર…