નીટ પરીક્ષા લીક મામલે દિલ્હી ના જંતર મંતર ખાતે થી કોકરોચ જનતા પાર્ટી ના શરૂ થયેલ આંદોલન દેશવ્યાપી અભૂતપૂર્વ જુસ્સા મા ફેરવાઈ જતા..
ગુજરાત ના ગોધરા માંથી NEET –૨૦૨૪ પરીક્ષા મા કેટલાક ચોક્કસ પરીક્ષાર્થીઓ ને ઉચા મેરીટ સાથે પાસ કરાવી આપવાના બહાર આવેલા કૌભાંડો સામે સાર્વજનિક પરીક્ષા અધિનિયમ ૨૦૨૪ મા અમલ મા આવેલ કાયદા ને વધુ સખ્ત બનાવવાની કેન્દ્ર સરકાર ની જાહેરાત..!!
જો કે ગોધરા ના એ NEET ૨૦૨૪ ના પરીક્ષા કૌભાંડ ની અટકી ગયેલ તપાસો ને પુનઃ શરૂ કરવામા આવે એવી યુવાશક્તિઓ ની લાગણીઓ…
—નીટ પરીક્ષા પાસ કરાવવાના સૂત્રધારો ઝડપાયા પરંતુ પોતાના સંતાનો ને લાખ્ખો રૂપિયા ના જોરે પાસ કરાવવા માંગતા એ સોદાગરો આજેપણ અદૃશ્ય જ છે ને.?!!
નીટ પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટી ના દિલ્હી ના જંતર મંતર ખાતે શરૂ કરેલા આંદોલન ની તીવ્ર અસરો દેશભર મા પ્રસરી જવા પામી છે.દેશ ના યુવાશક્તિ ના આ અભૂતપૂર્વ જુસ્સા નો આક્રોશ જોયા બાદ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કેન્દ્ર સરકાર હવે પેપર લીક અને પરીક્ષા ગેરરીતિઓ રોકવા સાર્વજનીક પરીક્ષા અધિનિયમ ૨૦૨૪ મા મોટા સુધારા નો નિર્ણય કરી ને જે ૩ થી ૫ વર્ષ સુધી ની સજા અને ૧૦ લાખ રૂપિયા ના દંડ ની જોગવાઈ હતી એની સામે ૫ થી ૧૦ વર્ષ ની સજા અને ઓછા મા ઓછા ૧૦ કરોડ ના દંડ ના નવા સુધારા કાયદા નુ બીલ સંસદસત્ર મા પસાર કરી ને નવા સુધારા કાયદા અંતર્ગત આવા કેસો ની ઝડપી સુનાવણીઓ માટે અલગ ફાસ્ટ ટ્રેક કોર્ટ ની રચના કરવામા આવશે નો સંદેશ જાહેર કર્યો છે.ત્યારે કેન્દ્ર સરકારે પેપર લીક અને પરીક્ષા ગેરરીતિઓ રોકવા સાર્વજનીક પરીક્ષા અધિનિયમ ૨૦૨૪ નો જે કાયદો ઘડ્યો હતો આ કાયદો ગુજરાત ના ગોધરા મા NEET ૨૦૨૪ ના પરીક્ષા ના બહાર આવેલા કૌભાંડ ને લઈ ને અમલ મા આવ્યો હોવાનો આ ભૂતકાળ પુનઃ જીવંત થવા પામ્યો છે.અને ગોધરા ના એ નીટ ૨૦૨૪ ના પરીક્ષા કૌભાંડીઓ સામે પણ નવીન સુધારા કાયદા હેઠળ ઝડપ થી કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરાય આ માટે અલગ થી ફાસ્ટ ટ્રેક કોર્ટ ની રચના કરવામા આવે એવી માંગ હવે યુવાશક્તિઓ મા ઉભી થવા પામી છે. એમા ગોધરા માંથી NEET ૨૦૨૪ ના પરીક્ષા મા કેટલાક ચોક્કસ પરીક્ષાર્થીઓ ને ઉચા મેરીટ સાથે પાસ કરાવી દેવાના બહાર આવેલા આ આંતર રાજ્ય ષડયંત્ર મા સી.બી.આઇ.ની તાપસ જ્યાં અટકી ગઈ હતી એ તપાસો પુનઃ કાર્યરત કરવામા આવે એવી લાગણીઓ યુવાશક્તિઓ મા કોકરોચ જનતા પાર્ટી ના અભૂતપૂર્વ જુસ્સા મા બહાર આવી છે.
ગુજરાત ના ગોધરા મા NEET –૨૦૨૪ ના જય જલારામ સ્કૂલ ના બે પરીક્ષા કેન્દ્રો મા ૨૦ જેટલા ચોક્કસ પરીક્ષાર્થીઓ ને ઉચા મેરીટ સાથે NEET પરીક્ષા પાસ કરાવી આપવાના ચોંકાવનારા ષડયંત્ર નો પર્દાફાશ ચાલુ પરીક્ષા એ કરાયો હતો. એમા ગોધરા જય જલારામ સ્કૂલ ના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડટ તુષાર ભટ્ટ ના મોબાઈલ ફોન માંથી ગોધરા ના અને આંતરરાજ્ય એવા ૨૦ પરીક્ષાર્થીઓ ના નામો,રોલ નંબરો અને પરીક્ષા કેન્દ્ર ની યાદી મળી તો આવી સાથોસાથ નીટ પરીક્ષા કેન્દ્ર ના આ ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડટ તુષાર ભટ્ટ ને એડવાન્સ મા ૭ લાખ રૂપિયા મૂકી ને જે કાર આપવામાં આવી હતી આ રોકડ સાથે ની કાર પણ કબ્જે કરવામા આવી હતી. એડવાન્સ ૭ લાખ રૂપિયા કેટલાક ચોક્કસ પરીક્ષાર્થીઓ ને ઉચા મેરીટ સાથે પાસ કરાવવા માટે જે તે સમયે ભા.જ.પ.અગ્રણી કહેવાતા ગોધરા ના આરીફ વોરા એ કેટલાક વાલીઓ ના વચેટીયા બની ને આ લાખ્ખો રૂપિયા જય જલારામ સ્કૂલ ના શિક્ષક તુષાર ભટ્ટ ને આપ્યા હતા. ગોધરા ના જય જલારામ સ્કૂલ ના નીટ પરીક્ષા કેન્દ્રો માંથી NEET ૨૦૨૪ ની પરીક્ષા મા કેટલાક ચોક્કસ પરીક્ષાર્થીઓ ને ઉચા મેરીટ સાથે પરીક્ષા પાસ કરાવી આપવાના બહાર આવેલા ષડયંત્ર મા જય જલારામ સ્કૂલ ના એ સમય ના શિક્ષક તુષાર ભટ્ટે પ્રત્યેક પરીક્ષાર્થી દીઠ ૧૦ લાખ રૂપિયા નો સોદો કર્યો હતો.આ સંદર્ભમાં પંચમહાલ પોલીસ તંત્ર એ સૌ•પ્રથમ ગુનો દાખલ કરી ને આરોપીઓ ને પકડવાની કવાયતો તેજ કરી હતી.પરંતુ આ કૌભાંડ મા આંતરરાજ્ય કનેક્શન બહાર આવતા NEET • ૨૦૨૪ ના પરીક્ષા કૌભાંડ ની તપાસો કેન્દ્ર સરકાર દવારા સી.બી.આઇ. ના હવાલે કરાઈ હતી. એમા ગોધરા ના આ નીટ ૨૦૨૪ ના બહાર આવેલા પરીક્ષા કૌભાંડ મા ગોધરા જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ના શિક્ષક તુષાર ભટ્ટ ગોધરા ના વચેટીયા આરીફ વોરા અને વડોદરા સ્થિત રોયલ ઓવરસીઝ ના માલીક પરશુરામ રોય ની સૌ•પ્રથમ આરોપી તરીકે ધરપકડ કરાઈ હતી.ત્યારબાદ સી.બી.આઇ. ની તપાસ ટીમ દવારા આજ ગુના મા મૂળ બિહાર ના વતની આનંદ વિભોર, જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને આ સ્કૂલ ના સંચાલક દીક્ષિત પટેલ ની પણ આરોપી તરીકે ધરપકડ કરવામા આવી હતી.અંતે ગોધરા ના આ નીટ ૨૦૨૪ ની પરીક્ષા માં કેટલાક ચોક્કસ પરીક્ષાર્થીઓ ને લાખ્ખો રૂપિયા ના સોદાઓ સાથે પાસ કરાવી આપવાનો આ બહુચર્ચિત મામલા ની તપાસો અચાનક શાંત પડી ગઈ હતી. એમા નીટ પરીક્ષા પાસ કરાવવાની ખાત્રીઓ આપનારા સૂત્રધારો ઝડપાયા હતા પરંતુ પોતાના સંતાનો માટે લાખ્ખો રૂપિયા આપવાની તૈયારીઓ દેખાડનાર એ સોદાગરો અદ્રશ્ય ના અદ્રશ્ય જ દેખાયા હતા.હવે જ્યારે નીટ પરીક્ષા લીક મામલે કોકરોચ જનતા પાર્ટી ના ચાલી રહેલા દેશવ્યાપી ધરણા ના વિરોધ પ્રદર્શન મા અભૂતપૂર્વ જુસ્સા ને જોઈ ને ૨૦૨૪ મા હતાશ થઈ ગયેલા એ યુવા શક્તિ મા પુનઃ તપાસો શરૂ કરો ની લાગણીઓ ઉભી થવા પામી છે.
