આજરોજ આણંદ ની ફૈથ હોસ્પીટલ અને સક્સેસ ક્લાસીસ દ્વારા આણંદ ના તેજસ્વી વિદ્યાર્થી ઓ ને સન્માનવા નો એક ભવ્ય કાર્યક્રમ લાયન્સ હોલ આણંદ ખાતે યોજવા માં આવ્યો હતો આ કાર્યક્રમ માં ધોરણ 10 અને 12 ઉપરાંત LLB, એન્જીન્યરીગ, અને હાઈ એજ્યુકેશન માં Phd પાસ કરનાર વિદ્યાર્થીઓ નું સન્માન ટ્રોફી અને ઇનામો આપી કરવામાં આવ્યૂ હતું, કાર્યક્રમ ના અધ્યક્ષ પદે ઇસ્માઇલભાઈ (ગામડી માજી સરપંચ ) હતા અને મુખ્ય મહેમાન તરીકે શહેર ના નામાંકિત ડોકટરો, પ્રોફેસરો અને તજજ્ઞો ઉપસ્થિત રહયા હતા, કાર્યક્રમ નું સફળ સંચાલન એડવોકેટ આસીમ ખેડાવાલા અને અમીન સર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે વિવિધ મહાનુંભાવો દ્વારા શિક્ષણ ને લગતું ઉદબોધન કરી હાજરવિશાળ જનમેદની નું દીલ જીતી લીધું હતું આભારવિધિ રિઝવાન સર દ્વારા કરવામાં આવી હતી.