(મયુર જાની) પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગોધરા-વડોદરા બાયપાસ રોડ પર હોટલ અતિથિ નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં કાલોલના 20 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. રસ્તા પર અડચણરૂપ અને જોખમી રીતે ઉભેલી ટ્રકની પાછળ બાઈક અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે હાલોલ પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ કાલોલના રણછોડજી મંદિર ફળિયામાં રહેતા અને રણછોડજી મંદિરના મુખિયાજી શૈલેષભાઈ જોશીના પુત્ર નિત્ય શૈલેષભાઈ જોશી (ઉં.વ. 20) વડોદરાની સિગ્મા યુનિવર્સિટીમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. તેઓ બપોરે પોતાના ઘરેથી બાઈક લઈને વડોદરા જવા નીકળ્યા હતા. હાલોલ બાયપાસ પર હોટલ અતિથિ નજીક…
Author: Avadh Express
(મયુર જાની) મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૧૦૮ ઇમરજન્સી સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. ગત ૨૬ જુલાઈના રોજ રાત્રિના સમયે સંતરામપુરના ગામડી ગામના ચાંદેલી ફળિયામાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારે તાત્કાલિક ૧૦૮ સેવાનો સંપર્ક કર્યો હતો. સંદેશ મળતાની સાથે જ સંતરામપુર ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચીને તપાસ કરતા પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાઈ હતી, જેના પગલે ટીમે હોસ્પિટલ પહોંચવાની રાહ જોવાને બદલે સ્થળ પર જ પ્રસુતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. પ્રસુતિની પ્રક્રિયા દરમિયાન એક મોટી જટિલતા સામે આવી હતી, જેમાં નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હતી. આવી કટોકટીની…
(મયુર જાની) અષાઢ મહિનાના આગમન સાથે મહીસાગર જિલ્લામાં ચોમાસું જામી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે સમગ્ર ડુંગરાળ વિસ્તારને લીલીછમ બનાવી દીધો છે. કુદરત જાણે પોતાની પીંછીથી હરિયાળીની અદભુત તસ્વીર દોરી હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે, જે પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.મહીસાગર જિલ્લાના ગોધર તાલુકામાં આવેલો સાત કુંડા વોટરફોલ ચોમાસામાં પોતાની સંપૂર્ણ ભવ્યતામાં ખીલી ઊઠ્યો છે. ઊંચા પહાડોમાંથી ધસમસતું પાણી એક પછી એક સાત કુદરતી કુંડમાં વહેતું નીચે ઉતરે છે. દૂધ જેવી ધવલ જળધારા, લીલાછમ ડુંગરો અને વાદળોની આછેરી ઓટ સમગ્ર સ્થળને સ્વર્ગ સમાન સૌંદર્ય બક્ષી રહ્યા છે.ડ્રોન કેમેરાથી કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં સાત કુંડોની કુદરતી રચના સ્પષ્ટપણે…
(મયુર જાની) ગોધરા તાલુકાના પઢીયાર ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે અને પંચાયતની કામગીરી સામે રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. તારીખ ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ૧૬મા નાણાંપંચના કામોના ઠરાવો કરવા માટે આયોજિત ગ્રામસભામાં મહિલાઓએ રસ્તા જેવી પ્રાથમિક સમસ્યા મુદ્દે પંચાયતનો ઉધડો લીધો હતો. મહિલાઓનો મુખ્ય આક્ષેપ એ છે કે પંચાયતના દ્વારા ફળિયામાં ૧૦૦ ટ્રેક્ટર માટી નાખવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ હકીકતમાં ફક્ત થોડા જ ટ્રેક્ટર માટી નાખીને કામ અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિકસિત ભારત 2047ના સપના વચ્ચે પઢીયાર ગામના મગજીના મુવાળા અને કરણના મુવાડા અને…
પ્રતિનિધિ વનરાજસિંહ ખાંટ, માલપુર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના જલઈ ગામે તા. 27 જુલાઈના રોજ હજૂર બાબા સાવન સિંહજી મહારાજના 168મા પ્રકાશ પર્વ નિમિત્તે સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા ભવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંતમતના પ્રખર વક્તા લલીત સાહેબે મનુષ્ય જન્મનો હેતુ, ધર્મનો સાચો મર્મ, ગુરુભક્તિનું મહત્ત્વ, નામસ્મરણનો મહિમા તેમજ પરમાત્માની પ્રાપ્તિના માર્ગ અંગે પ્રેરણાદાયી સત્સંગ પ્રવચન આપ્યું હતું. તેમના આધ્યાત્મિક વિચારોને શ્રવણ કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ બની ગયા હતા. આ પ્રસંગે સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું…
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના ઉત્પાદન અને હેરફેર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને દામાવાવ પોલીસની સંયુક્ત ટીમે ઘોઘંબા તાલુકાના વાવ કુંડલી ગામેથી રૂ. 18.95 લાખની કિંમતના ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા 97 લીલા ગાંજાના છોડ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પંચમહાલ SOGની ટીમ દામાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાવ કુંડલી ગામના સરસાવ ફળીયામાં આવેલા એક ખેતરમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે દામાવાવ પોલીસ ઇન્સ્પેક્ટર, SOGના અધિકારીઓ તથા પોલીસ કાફલાએ સ્થળ પર…
દેવગઢ બારીઆ ન. પાલિકાના પેટા ચૂંટણી જંગમાં સરેરાશ ૮૦ % મતદાન સાથે મતદારો એ નિર્ભયતા પૂર્વક મતદાન કર્યુ.!! દેવગઢ બારીઆ નગર પાલિકાના ૬ સદસ્યો માટેના પેટા ચૂંટણી જંગમાં આજરોજ કશમકશ જેવા રાજકીય માહૌલ અને ચૂસ્ત પોલીસ બંદોબસ્તો વચ્ચે૧ ૧૦ મતદાન મથકો ઉપર સરેરાશ ૮૦ ટકા જેટલા મતદાન સાથે મતદારો એ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યુ હતું. દેવગઢ બારીઆ નગર પાલિકાના ૬ સદસ્યો માટે યોજાયેલા આ પેટા ચૂંટણી જંગના મતદાનના દિવસે સત્તાધારી ભા.જ.પ.ના પ્રતિષ્ઠા માટેની ખડેપગેની હાજરીઓ અને સતત દોડધામોની સામે કોંગ્રેસ અને “આપ”ના ગઠબંધનની મજબૂત હાજરીઓને લઈને મતદાનના અંતિમ ક્ષણ સુધી રાજકીય ઉત્તેજનાઓ દિવસભર દેખાઈ હતી. એમાં દેવગઢ બારીઆ નગર પાલિકાના…
(સાવલી) સાવલી સાંકરદા પંથકના એસટી બસમાં અપડાઉન કરતા કરતા વિધાર્થી ઓ એ અનિયમિત એસ ટી બસ ના મુદ્દે કંટાળીને સાંકરદા ગામ પાસે બસો રોકીને ચક્કાજામ કરતા ભારે ચર્ચા જાગી છે અને અનિયમિત બસો મુદ્દે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો છે સાવલી તાલુકામાં અનિયમિત બસ નો મુદ્દો ભારે જટિલ અને જાહેર જનતાને સ્પર્શતો મુદ્દો છે ખાસ કરીને વિદ્યાર્થી પર અને નોકરીયાત વર્ગ એસટી બસ પર અવરજવર કરવા માટે નિર્ભર રહે છે પરંતુ વિવિધ ડેપો સંચાલિત સાવલી તાલુકાની રૂટોને અન્ય જગ્યાએ ડાયવર્ટ કરી દેતા સાવલીમાં એસટી બસની ઘટ પડે છે એના પગલે તાલુકા જનોને ભારે હાલાકી…
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આંબલીખેડા ગામે ખેતીકામ દરમિયાન કરંટ લાગતાં એક ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રાજગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને આપવામાં આવેલી જાહેરાત મુજબ, આંબલીખેડા ગામના નિશાળ ફળિયામાં રહેતા સુરેશભાઈ પ્રભાતસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ પોતાના નાના ભાઈ રાજેશભાઈ પ્રભાતસિંહ પરમાર (ઉ.વ. 42) સાથે સવારે આશરે 9 વાગ્યે ડાંગરની ધરુવાડીમાં પાણી છોડવા માટે ખેતરે ગયા હતા. દરમિયાન સુરેશભાઈ પાણીની પાઇપ લંબાવી રહ્યા હતા, જ્યારે રાજેશભાઈ ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા ગયા હતા. તે સમયે અચાનક તેમને વીજ કરંટ લાગતાં તેઓ બુમો પાડી જમીન…
પ્રતિનિધિ, કાજર બારીયા આજે ૨૮ જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે એક જાગૃતતા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ લીલી ઝંડી આપી રેલી પ્રસ્થાન કરાવી કાર્યક્રમ માં આરસીએચઓ ડો.મુકેશ પટેલ , જિલ્લા ક્ષય અધિકારી ડો બી.એમ ચૌહાણ સહિત, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના વાલસિંગભાઈ,રાઠવા અશ્વિનભાઈ રાઠવા, જિલ્લા તાલીમ કેન્દ્ર ના સિનિયર મેડિકલ ઓફિસર ડો. આશિષ બારીયા સાથે તમામ તાલીમાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ કોલેજ ના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ સહિત વિદ્યાર્થિનીઓ અને એઆરટી સેન્ટર વેચાતભાઇ રાઠવા તથા આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા સહિત NGOના પ્રતિનિધિઓ જાગૃતતા અભિયાનમાં અને સેમિનારમાં જોડાયા હતા. રેલી…