નવી દિલ્હી લોકસભામાં મંગળવારે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) સંશોધન બિલ-2026 પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર શિક્ષણ વ્યવસ્થા, પેપર લીક, વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહીને લઈને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જ અને બળપ્રયોગ માટે જવાબદાર કોણ છે તે અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગતા કહ્યું કે દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ સવાલનો જવાબ ઈચ્છે છે. ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો તે દેશ જાણવું માંગે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંસદ કોઈ એક પક્ષ કે સાંસદોની જાગીર નથી, પરંતુ દેશની…
Author: Avadh Express
માંજલપુર બેઠકની પેટાચૂંટણીના મતદાનનો સમય સમાપ્ત થતા પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ (વડોદરા, તા.૨૮) ૧૪૫- માંજલપુર વિધાનસભા બેઠકની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા. ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ ૧૪૫- માંજલપુર વિધાનસભા બેઠકની વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૨૬(ક) ની પેટાકલમ (૧)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (૨) ની…
૧૪૫-માંજલપુર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ના સુચારુ સંચાલન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાએ પ્રચાર માધ્યમોને સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી અને વહીવટી તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. અનિલ ધામેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મતદારોની સુવિધા માટે આ વખતે પ્રથમ વખત મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા માટે ‘મોબાઈલ ડિપોઝિશન સેન્ટર’ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જ્યાં જરૂર જણાય ત્યાં રેઈન-પ્રૂફ મંડપ, વોટર-પ્રૂફ ટેન્ટ અને જળભરાવની સ્થિતિમાં ‘ડી-વોટરિંગ પંપ’ સાથેની ‘ક્યુ-ટીમ’ કાર્યરત કરવામાં આવી છે. તદુપરાંત, સમગ્ર મતદાન…
શહેરા તાલુકાના નાંદરવા ગામના બોર્ડના કુવા પાસે આવેલા બામણીયા ફળિયામાં ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓ પર અચાનક આકાશી વીજળી ત્રાટકતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મહિલાઓ ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ કાળજું કંપાવી દે તેવી ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. શહેરા તાલુકાના નાંદરવા ગામના ‘બોર્ડના કુવા બામણીયા ફળિયા’માં આવેલા બે અલગ-અલગ ખેતરોમાં સંતોષબેન, ઝાજમબેન અને શારદાબેન નામની ત્રણેય મહિલાઓ સોમવારે બપોરના સમયે ડાંગરનું ધરું રોપવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાનફાડ કડાકા-ભડાકા સાથે આકાશી…
ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામના ફૂલવાળી ફળિયામાં રાષ્ટ્રીય પક્ષી મોર પગમાં ગંભીર ઈજા સાથે લાચાર હાલતમાં જોવા મળતા વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ તથા બજરંગ દળ ઘોઘંબા પ્રખંડના સ્વયંસેવકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી માનવતાભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મોરનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઈજાના કારણે મોર ચાલી કે ઉડી શકતો ન હોવાથી તે અન્ય પ્રાણીઓના હુમલા અથવા અન્ય જોખમનો ભોગ બને તેવી સ્થિતિમાં હતો. ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્વયંસેવકોએ અત્યંત સાવચેતી, સંવેદનશીલતા અને કુશળતા સાથે મોરને સુરક્ષિત રીતે કબજામાં લઈ વધુ ઈજા ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખી…
શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન (SMVS) જર્સીસીટી, અમેરિકાનો ૨૩ મો પાટોત્સવ પ.પૂ.અ .મુ. સદ્ગુરુ શ્રી દેવનંદનદાસજી સ્વામી (પ.પૂ. બાપજી) તથા પ.પૂ.અ.મુ. સદ્ગુરુ શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી)ના આશિર્વાદ સહ પ.પૂ. ધરમ સ્વામી તથા સંતવૃંદ દ્વારા ઉજવાયો હતો. પાટોત્સવમાં પૂજન, અર્ચન, અભિષેક, આરતી વિગેરેનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થયો હતો. હરિભક્તો દ્વારા અભિષેકનો મહિમા સમજાવ્યો હતો, જેમાં શ્રી રમણભાઈ પટેલએ પણ અભિષેકનો મહિમા જણાવતાં કહ્યું હતું કે, અભિષેક શ્રદ્ધા, વિશ્વાસથી કરવો જોઈએ. પ.પૂ. ધરમ સ્વામીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, સત્પુરુષના સંગથી મનુષ્યનું જીવન સંસ્કારિત બને છે. પ.પૂ. સ્વામીશ્રીએ પણ વીડિઓ દ્વારા આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યે જીવનમાં સમજણ દ્રઢ કરવી કે મંદિરમાં…
બ્રેકિંગ ન્યુઝ અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાપુનગર હિરાવાડી વિસ્તારમાં મુસાફરોથી ભરેલી AMTS બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર બહાર ઉતારી લેવાતા મોટી જાનહાનિ ટળી છે. અમદાવાદના બાપુનગર હિરાવાડી વિસ્તારમાં આજે સવારે AMTSની 300 નંબરની બસમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મળતી માહિતી મુજબ બસમાં આશરે 40થી 45 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આગ લાગતા જ બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલક અને કંડક્ટરની સતર્કતાના કારણે તમામ મુસાફરોને તાત્કાલિક બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી…
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રાજગઢ ગામના પલ્લા ઘાટી ફળિયામાં મધરાત્રિના સમયે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી આવ્યો હતો અને બાંધેલા બે બકરાંનો શિકાર કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રે અંદાજે 1થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન કાનજીભાઈ રાઠવાના ઘરે દીપડો ઘૂસ્યો હતો. મકાન પાસે બાંધેલા બે બકરાં પર હુમલો કરીને બંનેને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાથી પશુપાલકને આર્થિક નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને પશુપાલકોમાં…
કાલોલ પોલીસ તંત્ર ની ટીમ દવારા હાથ ધરાયેલા એક ગુપ્ત અભૂતપૂર્વ ઓપરેશન મા…. કાલોલ ના ઉર્દૂ સ્કૂલ ની સામે આવેલા એક મકાન પાછળ ના ભાગે આવેલ ઓરડી મા ચાલતા ગૌ•વંશો ના કતલખાના ઉપર રેડ કરી ને ૧૮ મહીલાઓ સમેત ૨૨ ચહેરાઓ ને ઝડપી પાડતા ભારે ચકચાર..!! કાલોલ પોલીસ ની ટીમે ૧૩ ગૌ•વંશો ને કસાઈઓ ના સકંજા માંથી મુક્ત કરાવ્યા જ્યારે ૩ ગૌ•વંશો ના મૃતદેહો કતલ કરાયેલ હાલતો મા મળી આવતા સૌ•કોઈ સ્તબ્ધ. કાલોલ ના હાર્દસમા કહેવાતા અને ઉર્દૂ સ્કૂલ ની સામે આવેલ એક મકાન ના પાછળ ના ભાગે આવેલ એક ઓરડી મા ગૌ•વંશ ના સામુહીક રીતે ચાલતા કતલખાના ઉપર…
દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે ના પેટા ચૂંટણી જંગ ના “પોલિટિકલ વોર” મા સત્તાધારી ભા.જ.પ.સામે બળવાખોર ઉમેદવારો એ “પોસ્ટર વોર” સાથે મેદાન મા ઉતર્યા..!! દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે યોજાનાર પેટા ચૂંટણી જંગ મા આવતીકાલે એટલે કે તા.૨૮‘ મી ના રોજ આજ સવાર થી પેટા ચૂંટણી જંગ ના કશ્મકશ ભર્યા જંગ માટે “આજ ફૈસલા હો જાયેગા” ના મક્કમ પરચા સાથે મતદારો અભૂતપૂર્વ જુસ્સા સાથે મતદાન કરવા તૈયાર હોવાનો રાજકીય માહૌલ મતદાન પૂર્વે ની સંધ્યા મા દે.બારીઆ મા પ્રસરી જવા પામ્યો છે. દે.બારીઆ ન.પાલિકા ના પેટા ચૂંટણી જંગ મા મતદાન પૂર્વે આજરોજ એક અસાધારણ પલટો એવો આવ્યો કે ગુજરાત…