દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે યોજાનાર પેટા ચૂંટણી નો જંગ અંતિમ તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે,આ સાથે દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે યોજાનાર પેટા ચૂંટણી જંગ માટે આગામી મંગળવાર એટલે કે તા.૨૮ મી ના રોજ મતદાન થાય આ પૂર્વે સર્જાયેલા અણધાર્યા ઘટનાક્રમ મા દે.બારીઆ ન.પાલિકા ના ભા.જ.પ. ના જે બળવાખોર ૬ સદસ્યો ને પક્ષાંતર ધારા હેઠળ સભ્ય પદે થી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને આ સામે સદસ્યો દવારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકાર ના આદેશ સામે અપીલ દાખલ કરી હતી.આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટ દવારા ગેરલાયક ઠેરવવામાં આવેલા જે સદસ્યો એ એટલે કે ચાર સદસ્યો એ પેટા ચૂંટણી જંગ મા ઉમેદવારી પત્રો ભર્યા છે તેઓને બાકાત રાખી ને ગેરલાયક ઠેરવવામાં આવેલા વોર્ડ નં.૫ ના બે સદસ્યો નીલ સોની અને અરૂણાબેન આ બેઠકો માટે ની પેટા ચૂંટણી પ્રક્રિયા સામે મનાઈ હુકમ ફરમાવતા પેટા ચૂંટણી ના રાજકીય માહૌલ મા જબરદસ્ત ગરમાવો તો પ્રસરી જવા પામ્યો છે.સાથોસાથ દાહોદ જિલ્લા ના વહીવટી તંત્ર મા પણ અસમજ ના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે. દે.બારીઆ ન.પાલિકા ના પેટા ચૂંટણી જંગ મા મતદાન પૂર્વે અચાનક બદલાયેલા આ રાજકીય અને વહીવટી સમીકરણો વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગ દવારા સંભવિતઃ ગુજરાત હાઇકોર્ટ ના આ સિંગલ બેંચ દવારા આપવામાં આવેલા મનાઈ હુકમ સામે હાઇકોર્ટ ની ડીવીઝન બેન્ચ સમક્ષ અપીલ કરી ને મનાઈ હુકમ ના આદેશ સામે “સ્ટે” મેળવવા માટે દાદ માગતા પ્રયાસો કરશે ની ચર્ચાઓ પેટા ચૂંટણી જંગ ના કશ્મકશ દેખાતા રાજકીય પ્રવાહો માં વહેતી થવા પામી છે.
દે.બારીઆ ન.પાલિકા ના ભા.જ.પ.ના ૬ બળવાખોર સદસ્યો ને સદસ્ય પદે થી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.આ ૬ સદસ્યો માટે ની દે.બારીઆ ન.પાલિકા ની યોજાનાર પેટા ચૂંટણી ના જંગ ઉપર ગુજરાત ની સત્તાધારી ભા.જ.પ.ની નજરો સ્થિર થઈ છે,સત્તાધારી ભા.જ.પ.ની પ્રતિષ્ઠા નો જંગ બનેલ દે.બારીઆ ન.પાલિકા ના આ ૬ સદસ્યો ના પેટા ચૂંટણી જંગ ને જીતવા માટે દાહોદ જિલ્લા ભા.જ.પ.સંગઠન ના અગ્રણી હોદ્દેદારો ની સાથોસાથ રાજ્ય સરકાર ના મંત્રી,સંસદ સભ્ય અને ધારાસભ્યો એ દે.બારીઆ મા ધામા નાખી છેલ્લી કક્ષા ની એડી ચોટી નું જોર લગાવ્યુ છે.જયારે સામાપક્ષે પેટા ચૂંટણી ના જંગ મા સત્તાધારી ભા.જ.પ.ને હરાવવા માટે ભા.જ.પ.ના આ બળવાખોરો કોંગ્રેસ અને “આપ” ના ગઠબંધન સાથે ચૂંટણી જંગ ના મેદાન મા ઉતર્યા છે.જો કે દે.બારીઆ નગર ના પ્રજાજનો એટલા સમજુ અને હોશીયાર છે કે તેઓ રાજકીય કાવાદાવાઓ ના બદલે તેઓની સમસ્યાઓ અને નગર ના વિકાસ ને પ્રાધાન્ય આપી ને એવા આકરા મિજાજો સાથે મતદાન કરશે કે અને આ પેટા ચૂંટણી નો જવાબ એટલે કે લોક ચુકાદો એ હશે કે દે.બારીઆ નગર એ કોઈ ની જાગીર નહી પરંતુ દે.બારીઆ વાસીઓ નુ જ આ લોકશાહી નગર હોવાનો સંદેશ આપશે.દે.બારીઆ ન.પાલિકા ના પેટા ચૂંટણી જંગ ની ૬ બેઠકો હાંસલ કરવા માટે સત્તાધારી ભા.જ.પ.ના આગેવાનો,પદાધિકારીઓ મેદાન મા ઉતર્યા છે પરંતુ દિલ્હી ના જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટી ના યુવાશક્તિઓ દવારા દેખાડવામાં આવેલા અભૂતપૂર્વ જુસ્સા ના પડઘાઓ કયાંક દે.બારીઆ ન.પાલિકા ના પેટા ચૂંટણી જંગ મા કયાંક દેખાય તો ભા.જ.પ.ના વિજય મા અવરોધો ઉભા થઈ શકે ની ચિંતાઓ ખુદ ભા.જ.પ. સમૂહ મા ખૂણે ખાંચરે સાંભળવા મળી રહી છે.
દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે યોજાનાર પેટા ચૂંટણી ના જંગ મા આવેલા અણધાર્યા વળાંક સામે…
ગુજરાત હાઇકોર્ટ દવારા બે બેઠકો ની ચૂંટણી માટે આપેલા મનાઈ હુકમ સામે રાજ્ય ચૂંટણી આયોગ દવારા ડીવીઝન બેન્ચ સમક્ષ તાત્કાલિક અપીલ દાખલ કરે ની સંભાવનાઓ..!!
—દે.બારીઆ ન.પાલિકા ના આ પેટા ચૂંટણી જંગ મા “જેન–જી” ની અસરો દેખાય તો ભા.જ.પ.ને ભારે પડે ની રાજનૈતિક ચર્ચાઓ…
—પેટા ચૂંટણી જંગ નો લોક ચુકાદો એવો હશે કે દે.બારીઆ નગર એ કોઈ એક ની જાગીર નથી આ નગર તો દે.બારીઆ વાસીઓ નુ જ છે.
