શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન (SMVS) જર્સીસીટી, અમેરિકાનો ૨૩ મો પાટોત્સવ પ.પૂ.અ .મુ. સદ્ગુરુ શ્રી દેવનંદનદાસજી સ્વામી (પ.પૂ. બાપજી) તથા પ.પૂ.અ.મુ. સદ્ગુરુ શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી)ના આશિર્વાદ સહ પ.પૂ. ધરમ સ્વામી તથા સંતવૃંદ દ્વારા ઉજવાયો હતો. પાટોત્સવમાં પૂજન, અર્ચન, અભિષેક, આરતી વિગેરેનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થયો હતો.

હરિભક્તો દ્વારા અભિષેકનો મહિમા સમજાવ્યો હતો, જેમાં શ્રી રમણભાઈ પટેલએ પણ અભિષેકનો મહિમા જણાવતાં કહ્યું હતું કે, અભિષેક શ્રદ્ધા, વિશ્વાસથી કરવો જોઈએ.
પ.પૂ. ધરમ સ્વામીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, સત્પુરુષના સંગથી મનુષ્યનું જીવન સંસ્કારિત બને છે.
પ.પૂ. સ્વામીશ્રીએ પણ વીડિઓ દ્વારા આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યે જીવનમાં સમજણ દ્રઢ કરવી કે મંદિરમાં પધરાવેલ આરસની પ્રતિમા, ફોટો કે ચિત્ર નથી પણ તેમાં સ્વયં ભગવાન બિરાજે છે.

પાટોત્સવમાં પ.પૂ. દર્શન સ્વામી, આશિર્વાદ સ્વામી, સ્મરણ સ્વામી. મુનિસ્વામી, સર્વોત્તમ સ્વામી, અનુપ સ્વામી તેમજ ચેરિહીલ, એડિસન, કેનેડા વિગેરે વિસ્તારમાંથી હરિભક્તોનો સમુહ તથા SMVS જર્સી મંડળના સભ્યો તથા રમણભાઈ પટેલ પરિવાર પણ પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો.
