કાલોલ પોલીસ તંત્ર ની ટીમ દવારા હાથ ધરાયેલા એક ગુપ્ત અભૂતપૂર્વ ઓપરેશન મા….
કાલોલ ના ઉર્દૂ સ્કૂલ ની સામે આવેલા એક મકાન પાછળ ના ભાગે આવેલ ઓરડી મા ચાલતા ગૌ•વંશો ના કતલખાના ઉપર રેડ કરી ને ૧૮ મહીલાઓ સમેત ૨૨ ચહેરાઓ ને ઝડપી પાડતા ભારે ચકચાર..!!
કાલોલ પોલીસ ની ટીમે ૧૩ ગૌ•વંશો ને કસાઈઓ ના સકંજા માંથી મુક્ત કરાવ્યા જ્યારે ૩ ગૌ•વંશો ના મૃતદેહો કતલ કરાયેલ હાલતો મા મળી આવતા સૌ•કોઈ સ્તબ્ધ.
કાલોલ ના હાર્દસમા કહેવાતા અને ઉર્દૂ સ્કૂલ ની સામે આવેલ એક મકાન ના પાછળ ના ભાગે આવેલ એક ઓરડી મા ગૌ•વંશ ના સામુહીક રીતે ચાલતા કતલખાના ઉપર કાલોલ પોલીસ તંત્ર ની ઝાંબાઝ ટીમે કસાઈઓ ને ઉઘતા રાખી ને પાડેલા દરોડા મા આ ગૌ•વંશો ના ગેરકાયદે કતલખાના વ્યાપારો સાથે સંકળાયેલા ૧૮ મહીલાઓ સમેત ૪ ઈસમો એટલે કે ૨૨ આરોપીઓ ને ચુસ્ત ઘેરાબંધી કરી ને ઝડપી પાડી ને ૧૩ ગૌ•વંશો ને કસાઈઓ ની ચૂગાલ માંથી જીવ બચાવી ને મુક્ત કરાવ્યા હતા જ્યારે બંધ ઓરડી ના આ ક્રૂર કતલખાના માંથી ૩ ગૌ•વંશો ના મૃતદેહો ક્રૂરતા પૂર્વક કતલ કરાયેલી હાલતો મા મળી આવતા કાલોલ મા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.
કાલોલ મા આમ તો જાહેર માર્ગ ની અંદર ની બાજુ અને ઉર્દૂ સ્કૂલ ની સામે આવેલા રહેણાંક વિસ્તાર મા આવેલા એક મકાન ની પાછળ ના ભાગ મા ખાસ બનાવવામાં આવેલ એક ઓરડી ના કતલખાના માં વહેલી સવાર ના અંધકાર મા પોલીસ તંત્ર અને પ્રજાજનો થાકી ને જ્યારે આરામ ફરમાવતા હોય ત્યારે ગૌ•વંશો ની ગેરકાયદે કત્લો કરી ને ગૌ• માંસ નો ફટાફટ વ્યાપાર કરવાના ચાલી રહેલા ગોરખધંધાઓ ની ગુપ્ત અને ચોંકાવનારી ખબરો કાલોલ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારીઓ સુધી પહોચતા કાલોલ પોલીસ તંત્ર ની ટીમ એકદમ સતર્ક બની ગઈ હતી.અને કસાઈઓ ના આ ગૌ•વંશો ની કતલો ના ધમધમતા કતલખાના ના ગોરખધંધાઓ ને રંગેહાથ ઝડપી પાડવા માટે કાલોલ પોલીસ તંત્ર ની ટીમ દવારા આજરોજ વહેલી સવાર મા ગુપ્તરાહે હાથ ધરેલા અભૂતપૂર્વ ઓપરેશન મા આ મકાન ફરતે ઘેરો ઘાલી ને ગૌ•વંશો ની કતલો ના વ્યાપારો સાથે સંકળાયેલ ૧૮ મહીલાઓ સમેત ૨૨ ચહેરાઓ ને સ્થળ ઉપર થી ઝડપી પાડ્યા હતા.સાથોસાથ કાલોલ પોલીસ તંત્ર વીજળીક ગતિ એ હાથ ધરેલ આ જડબેસલાક ગુપ્ત ઓપરેશન મા ૧૩ જેટલા ગૌ•વંશો ને કસાઈઓ ના હાથ માંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા જ્યારે બંધ ઓરડી મા ચાલતા આ કસાઈખાના માંથી ૩ ગૌ•વંશો ના મૃતદેહો ક્રૂરતાપૂર્વક કત્લ કરાયેલી હાલતો મા મળી આવતા સમગ્ર નગર મા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.જો કે કાલોલ માંથી સૌ•પ્રથમ વખત ઝડપાયેલા આ ગૌ•વંશો ના સામુહીક કતલખાના મા કાલોલ પોલીસ તંત્ર એ બાકી ના ૬ ફરાર આરોપીઓ ને ઝબ્બે કરવાના પ્રયાસો તેજ કરી ને ગૌ•વંશો ના કતલ ના ઝડપાયેલા અત્યાર સુધી ના સૌથી મોટા ગેરકાયદે વ્યાપાર સામે કાલોલ પોલીસ તંત્ર દવારા કાયદેસર ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહીઓ હાથ ધરી છે. એમા ચોંકાવનારી વધુ વિગતો બહાર આવવાની સંભાવનાઓ છે.
