(પ્રતિનિધિ કિરણસિંહ સોલંકી, ડેસર) ડેસર તાલુકાના વાલાવાવ ગામ સ્થિત અંબે વિદ્યાલય ખાતે અષાઢ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુપૂર્ણિમાની ભવ્ય, ભક્તિમય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા ગુરુભક્તિના રંગે રંગાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો પ્રત્યે અનોખો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુરુ મહિમાને ઉજાગર કરતાં પ્રેરણાદાયી વક્તવ્યો, હૃદયસ્પર્શી કાવ્યો તેમજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકોને પુષ્પ અર્પણ કરી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ ગુરુના જીવનમાં રહેલા અદ્વિતીય સ્થાન,…
Author: Avadh Express
“દાદી… જલ્દી લો, મોદીજીનો ફોન આવ્યો છે!” પૌત્રના આ એક જ વાક્યએ એવી રમૂજી ઘટના સર્જી કે સોશિયલ મીડિયા પર લોકો હસતાં-હસતાં લોટપોટ થઈ ગયા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક પોતાની દાદીને મોબાઇલ આપીને મજાકમાં કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોન પર છે. હકીકતમાં મોબાઇલમાં મોદીજીનો વીડિયો ચાલી રહ્યો હતો, પરંતુ દાદીએ તેને સાચો ફોન માની લીધો. દાદીએ નિખાલસ ભાવથી મોબાઇલ હાથમાં લીધો, સ્ક્રીન સામે હાથ જોડ્યા અને પ્રેમથી વાતો શરૂ કરી દીધી. જાણે વર્ષો પછી કોઈ ઓળખીતો ફોન પર મળ્યો હોય એમ દાદીએ સૌપ્રથમ ફરિયાદ કરી, “અહીં બહુ વરસાદ આવ્યો છે… બહુ વરસાદ!” પૌત્રે મજાકને વધુ રસપ્રદ બનાવતાં…
ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં વર્ષ ૨૦૧૦થી કાર્યરત સદભાવના મિશન કલાસ દ્વારા ગૌરી વ્રતના પાવન અવસરને અનુલક્ષીને “ગૌરી વ્રત સ્પેશિયલ મહેંદી સ્પર્ધા” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌરી વ્રતના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ વિશે દીકરીઓને માહિતગાર કરવાનો તેમજ તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ગૌરી વ્રત વિશેની સંક્ષિપ્ત અને પ્રેરણાદાયી માહિતીથી કરવામાં આવી હતી. ગૌરી વ્રત હિન્દુ ધર્મનું પવિત્ર અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવતું વ્રત છે, જે દીકરીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ વ્રત ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રતિબિંબ છે. ઉપસ્થિત તમામ દીકરીઓને ગૌરી વ્રતના ધાર્મિક મહત્ત્વ અને તેની પરંપરાઓ વિશે માર્ગદર્શન આપવામાં…
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, ન્યૂજર્સી, અમેરિકા ખાતેના “શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ”ની મહાપૂજા સાથે રંગારંગ પ્રારંભ…… શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ન્યૂજર્સી, અમેરિકા ખાતેના શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો. શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી નરેન્દ્રભાઈ મોદી, વડાપ્રધાનશ્રી તથા શ્રી કોરી એ બુકર, ન્યૂજર્સી યુનાઈટેડ સ્ટેટ સેનેટ, વોશીંગ્ટન, ડી. સીએ શુભેચ્છા સંદેશા પાઠવ્યા હતા. આ અણમોલ અવસરે ભારત સહિત અમેરિકા, કેનેડા, લંડન, બોલ્ટન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી…
(ઘોઘંબા) ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે બી.આર.સી. ભવન ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણને સમર્પિત આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો અને મોટી સંખ્યામાં શિક્ષકમિત્રોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યો, શિક્ષકોના સમાજ નિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાન અને નવી પેઢીના ઘડતરમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કુસુમબેન સોલંકી, જિલ્લા નાની સિંચાઈ સમિતિના ચેરમેન, ઘોઘંબા તાલુકા સદસ્ય જયાબેન ચૌહાણ,…
(વડોદરા, તા.૨૯) ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને વડોદરા જિલ્લામાં આજરોજ ભવન્સ સ્કૂલ, મકરપુરા ખાતે ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર ખાતેથી ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. ૧૪૫-માંજલપુર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ના સુચારુ સંચાલન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે રિસિવિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ મુલાકાત લઇ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરએ કંટ્રોલ રૂમ, ડિસ્પેચ ટેબલ ઉપર સામગ્રી વિતરણ, પોલીંગ સ્ટાફની સુવિધાઓ,વાહન-વ્યવહાર સહિતની આનુસાંગિક વ્યવસ્થાઓની ચકાસણી કરી જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમો પોતાના મથકે પહોચી જાય તે માટે માર્ગદર્શન…
(વડોદરા, તા.૨૯) ૯૧ વર્ષીય નિવૃત્ત સરકારી શાળાના આચાર્યા કુસુમબેન મધુકર પાગે ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાનાર માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે તૈયાર છે. જે લોકશાહી ભાગીદારીનું એક પ્રેરણાદાયી પ્રતીક બન્યા છે. માંજલપુર બેઠકના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ.યોગેશ પટેલનું લાંબી બીમારી બાદ નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેના કારણે આ પેટાચૂંટણી યોજાઇ રહી છે. પોતાની મોટી ઉંમર હોવા છતાં પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવાનો તેમનો અદમ્ય ઉત્સાહ અન્યોને પણ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન દરેક ચૂંટણીમાં મતદાન કરનાર આ નિવૃત્ત શિક્ષિકા ફરી એકવાર પોતાની નાગરિક ફરજ બજાવશે અને…
(મયુર જાની) દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી એક એમ્બ્યુલન્સમાંથી 89.30 લાખ રૂપિયાના પોષ ડોડા અને જીંડવાનો મોટો જથ્થો ઝડપાયો છે. દર્દીઓની સેવામાં વપરાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ ગેરકાયદેસર માદક પદાર્થની હેરાફેરી માટે કરવામાં આવતો હતો. ઝાલોદ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે.પ્રાથમિક માહિતી મુજબ, આ માદક પદાર્થનો જથ્થો મધ્યપ્રદેશના મંદસોર વિસ્તારમાંથી ભરીને રાજસ્થાનના બાડમેર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસની નજરથી બચવા અને શંકા ટાળવા માટે ડ્રગ્સ માફિયાઓ દ્વારા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ઝાલોદ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સની આડમાં શંકાસ્પદ માલની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના…
(મયુર જાની) લીમખેડા તાલુકાના દુધિયા ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 32,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. લીમખેડા પોલીસ સ્ટેશનને દુધિયા ગામના તળાવ ફળિયામાં કેટલાક ઇસમો ગંજી પત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કોર્ડન કરી ભાગી રહેલા ઇસમોને પકડી લીધા હતા. પકડાયેલા ઇસમોએ તેમના હાથમાં રહેલા પત્તાઓ ઘટનાસ્થળે જ ફેંકી દીધા હતા.પોલીસે પકડાયેલા શખ્સોની અંગજડતી અને દાવની રકમ જપ્ત કરી હતી.…
(મયુર જાની) મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ માનગઢ ખાતે બાઇક પર જોખમી સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સંતરામપુર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે તપાસ કરીને બંને યુવકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માનગઢ ખાતે જાહેર સ્થળે બાઇક પર જોખમી સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. વીડિયો પોલીસના ધ્યાને આવતા સંતરામપુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બંને યુવકોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે બંને સામે મોટર વાહન અધિનિયમ તેમજ અન્ય લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે…