દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે ના પેટા ચૂંટણી જંગ ના “પોલિટિકલ વોર” મા સત્તાધારી ભા.જ.પ.સામે બળવાખોર ઉમેદવારો એ “પોસ્ટર વોર” સાથે મેદાન મા ઉતર્યા..!!
દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે યોજાનાર પેટા ચૂંટણી જંગ મા આવતીકાલે એટલે કે તા.૨૮‘ મી ના રોજ આજ સવાર થી પેટા ચૂંટણી જંગ ના કશ્મકશ ભર્યા જંગ માટે “આજ ફૈસલા હો જાયેગા” ના મક્કમ પરચા સાથે મતદારો અભૂતપૂર્વ જુસ્સા સાથે મતદાન કરવા તૈયાર હોવાનો રાજકીય માહૌલ મતદાન પૂર્વે ની સંધ્યા મા દે.બારીઆ મા પ્રસરી જવા પામ્યો છે. દે.બારીઆ ન.પાલિકા ના પેટા ચૂંટણી જંગ મા મતદાન પૂર્વે આજરોજ એક અસાધારણ પલટો એવો આવ્યો કે ગુજરાત હાઇકોર્ટ ની સિગ્નલ બેન્ચ દવારા નીલ સોની અને અરૂણાબેન આ બે પૂર્વ સદસ્યો ની બે બેઠકો ની પેટા ચૂંટણી સામે મનાઈ હુકમ ફરમાવ્યો હતો.આ સામે રાજ્ય ચૂંટણી આયોગ દવારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ડીવીઝન બેન્ચ મા તાબડતોડ અપીલ દાખલ કરી હતી એમા સિગ્નલ બેન્ચ ના મનાઈ હુકમ ને હટાવી લેવામાં આવતા હવે આવતીકાલે દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે પેટા ચૂંટણી જંગ યોજાશે એ નક્કી થઈ જતા રાજકીય માહૌલ જબરદસ્ત ગરમાયો છે.
જો કે સત્તાધારી ભા.જ.પ.માટે પ્રતિષ્ઠા નો જંગ બનેલા આ દે.બારીઆ ન.પાલિકા ના જંગ ને જીતવા માટે ભા.જ.પ.ના બળવાખોર સદસ્યો ભલે બહાર થી શાંત દેખાતા હોય પરંતુ અંદરખાને એટલા જ આક્રમક દેખાઈ રહયા છે. એમા સત્તાધારી ભા.જ.પ.ના તમામ દાવપેચો સામે બળવાખોર ઉમેદવારો એ ભા.જ.પ.સામે પોસ્ટર વોર ની રાજનીતિ અમલ મા મૂકી ને પ્રજાજનો ને જાગૃત કરવાના પ્રયાસો શરૂ કરતા રાજકીય માહૌલ ચરમસીમા ની ટોચે પહોંચ્યો હોવાનો રાજકીય નજારો દેખાઈ રહયો છે.

