ગોધરા શહેરમાં વ્હોટ્સએપ વોઇસ રેકોર્ડિંગ મોકલી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક શખ્સ સામે એન.સી. ગુનો નોંધાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ગોધરા શહેરના ઇદગાહ મોહલ્લા, ઉઝેર મસ્જિદ પાસે રહેતા અને મજૂરી કામ કરતા ૩૪ વર્ષીય ફૈસલ મોહમ્મદહનીફ ગત તારીખ ૦૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ગોધરા કોર્ટ કમ્પાઉન્ડમાં હાજર હતા. તે દરમિયાન ગોધરાની જહુરપુરા, જૂની મસ્જિદની ગલીમાં રહેતા શોકત હુસેન મમદ નામના શખ્સે ફરિયાદીને વારંવાર ફોન કર્યા હતા.ત્યારબાદ આરોપીએ વ્હોટ્સએપ પર વોઇસ રેકોર્ડિંગ મોકલી તેમાં માં-બહેન સમેતની ગંદી ગાળો બોલી, “હું તારા ઘરે આવીશ અને મને બધી ફાઇલો ના આપી તો હું તને જોઈ લઈશ” એવી…
Author: Avadh Express
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઘોઘંબા મંડળની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા બી.આર.જી.એફ. હોલમાં યોજાયેલી આ કાર્યશાળામાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સેવા અને સંકલ્પના ભાવ સાથે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યશાળામાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તથા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ઘોઘંબા મંડળના સંગઠનના હોદ્દેદારો, સરપંચો અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઘોઘંબા મંડળ સંગઠનના તાલુકા તથા જિલ્લા કક્ષાના હોદ્દેદારો, ચૂંટાયેલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા-જિલ્લા મોરચાના હોદ્દેદારો,…
BRC ભવન લીમખેડા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા તાલુકા આયોજિત વાર્ષિક સાધારણ સભા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ દેશીંગભાઈ તડવી ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા તાલુકાની વાર્ષિક સાધારણ સભામાં વર્તમના તાલુકા કારોબારી ટીમને ત્રણ વર્ષ પૂર્ણ થતા ટીમને બરખાસ્ત કરીને નવીન કારોબારી ટીમની ઘોષણા જિલ્લા સંગઠનમંત્રી કિશનભાઈ કોળી દ્વારા કરવામાં આવી હતી.તાલુકા અધ્યક્ષ તરીકે દીપસિંગભાઈ પટેલ,મહામંત્રી હિમાંશુભાઇ પટેલ,સંગઠનમંત્રી ફતેસિંહ બારીઆ,સિનિયર ઉપાધ્યક્ષ સોમસિંહ કટારા,કોષાધ્યક્ષ અશોકભાઈ વર્મા,મહિલા ઉપાધ્યક્ષ કૃતિબેન માંજરવાલા સહિત 23 જેટલા મહત્વના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી.સાથે રાજ્ય કારોબારી સભ્ય તરીકે મેહુલભાઈ પી ડાંગી અને…
ક્રિકેટના મેદાન પર સાવલીના યુવા પ્રતિભાશાળી ક્રિકેટર દેવ પટેલે કેનેડાની ધરતી પર પોતાની બેટિંગનો જોરદાર પરચો આપીને સાવલી સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાવલીના સિનિયર પત્રકાર તથા ભીમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિમલભાઈ પટેલના પુત્ર દેવ પટેલ હાલ કેનેડામાં રહી કન્ટ્રી ક્રિકેટમાં પોતાની પ્રતિભા અજમાવી રહ્યા છે. ટોરાંટો ખાતે રમાયેલી કન્ટ્રી ક્રિકેટ લીગની મેચમાં દેવ પટેલે એવી આક્રમક બેટિંગ કરી કે મેદાનમાં ફટકાબાજીનું વાવાઝોડું સર્જાયું હતું. દેવ પટેલે માત્ર 66 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. ચોગ્ગા અને છગ્ગાની રમઝટ વચ્ચે તેમણે મેદાનની ચારે તરફ આક્રમક ફટકાબાજી કરતાં હરીફ ટીમના બોલરોની હાલત કફોડી બનાવી દીધી હતી. દેવ પટેલની આક્રમક બેટિંગ…
સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી કંપનીમાં થયેલી ચોરીનો ભેદ મંજૂસર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડતા મંજૂસર પોલીસ ની કામગીરી સાવલી પંથક માં વખણાઈ રહી છે. મળતી માહિતી મુજબ, મંજૂસર GIDCના પ્લોટ નંબર-373 ખાતે આવેલી ટ્રેડસ પેટ્રોટેક પ્રા.લિ. કંપનીમાં ચોરીની ઘટના બની હતી. કંપનીમાંથી ચોરી થયાની ફરિયાદ મળતા મંજૂસર પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ અને અન્ય તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે. ચોરીની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ GJ-06-SP-5294 નંબરનું એક્ટિવા પણ પોલીસે કબજે કર્યું છે. આ ઉપરાંત…
(પ્રતિનિધિ,કાજર બારીયા) છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કદવાલ તાલુકામાં પશુપાલન એ સ્થાનિક આદિવાસી અને ગ્રામીણ પરિવારોની આજીવિકાની કરોડરજ્જુ છે. પરંતુ વર્તમાન સમયમાં આસમાને આંબેલી મોંઘવારી અને સ્થાનિક દૂધ ડેરીઓની ખરીદ નીતિના કારણે પશુપાલકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા હોવાની બૂમ ઉઠી છે. ખુલ્લા બજારમાં ગ્રાહકો દૂધ રૂ.૭૦ પ્રતિ લિટરના ભાવે ખરીદી રહ્યા છે, જ્યારે રાત-દિવસ લોહીનું પાણી કરીને ભેંસો ઉછેરતા કદવાલ તાલુકાના સામાન્ય દૂધ ધારકોને ડેરીઓના ફેટ મશીન મુજબ લિટરના માંડ રૂ.૪૦ થી ૪૫ જ મળી રહ્યા છે. દૂધના બજાર ભાવ અને પશુપાલકોને મળતા ભાવ વચ્ચેના આ વિશાળ તફાવતને લઈને સમગ્ર તાલુકાના પશુપાલકોમાં સરકાર અને ડેરી પ્રશાસન સામે ઉગ્ર રોષ ફાટી…
આગામી ગણપતિ મહોત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજગઢ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિત તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે પોલીસ તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવી સહિત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગણપતિ મંડળોના સભ્યો, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ ડીજે સંચાલકો જોડાયા હતા. બેઠક દરમિયાન ગણપતિ મહોત્સવ અને વિસર્જનના કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, જાહેર વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તથા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે…
દેશમાં જ્યારે લોકો પોતાના પરિવાર સાથે તહેવારોની ખુશીઓ માણતા હોય છે, ત્યારે પોલીસ કર્મચારીઓ માટે ફરજ જ સૌથી મોટો તહેવાર બની રહે છે. લોકો નિર્ભય બની પોતાના તહેવારો ઉજવી શકે, શહેર-નગરમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો પોતાની વ્યક્તિગત ખુશીઓ અને પરિવાર સાથેનો સમય પણ બાજુએ મૂકી ફરજના મેદાનમાં ખડેપગે રહે છે. આ જ ફરજભાવનાની ઝલક ગણેશ ચતુર્થીના પાવન તહેવાર પૂર્વે ઘોઘંબા નગરમાં યોજાયેલી રાજગઢ પોલીસની શિસ્તબદ્ધ ફ્લેગમાર્ચમાં જોવા મળી હતી. એક તરફ મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી, રસ્તાઓ પર વરસાદી માહોલ હતો, ત્યારે બીજી તરફ વરસાદની પરવા કર્યા વિના પોલીસ જવાનો ગણેશોત્સવ શાંતિપૂર્ણ…
ઘોઘંબા તાલુકા ના રાજગઢ પોલીસ સ્ટેશન ના જાંબાઝ પોલીસ અધિકારી ની અધ્યક્ષતમાં પોલીસ કર્મચારીઓના ટીમવર્ક અને દારૂબદી ને નાથવા ની ઝુંબેશ માં બુટલેગરો ઉપર તવાઈ બોલાવતા મોલ ગામમાં રેડ પાડી . 3.97 લાખની કિંમતનો કુલ 63 પેટી દારૂ જપ્ત કર્યો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી દારૂનો વેપલો કરતા તત્વો સામે રાજગઢ પોલીસે તવાઈ બોલાવી છે. રાજગઢ પોલીસની ટીમે મોલ ગામમાં બાતમીના આધારે દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીરના માર્ગદર્શન હેઠળ રાજગઢ પોલીસ…
પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવને લઈને ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગણેશજીની પ્રતિમાના ભવ્ય આગમનને યાદગાર બનાવવા માટે મંડળો દ્વારા ડીજે, ફાયરફ્લાવર શો સહિતની વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, શનિવારે અચાનક વરસેલા વરસાદે ગણેશ આગમન યાત્રાના રંગમાં ભંગ પાડી દીધો હતો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, હાલોલ અને કાલોલ સહિતના તાલુકાઓમાં અચાનક વરસાદ શરૂ થતાં ગણેશ મંડળોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. આગમન યાત્રા દરમિયાન વરસાદ પડતા મોંઘાભાવના ડીજે અને ફાયરફ્લાવર શો યોજવાનું શક્ય બન્યું નહોતું. બીજી તરફ, ગણેશજીની મોટી પ્રતિમાઓને વરસાદથી બચાવવા માટે ગણેશ મંડળોના કાર્યકરોએ ખાસ કાળજી લીધી હતી. પ્રતિમાને તાડપત્રીથી ઢાંકી વરસાદથી બચાવતાં સુરક્ષિત રીતે સ્થાપના…