ગોધરા શહેરમાં વ્હોટ્સએપ વોઇસ રેકોર્ડિંગ મોકલી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક શખ્સ સામે એન.સી. ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ગોધરા શહેરના ઇદગાહ મોહલ્લા, ઉઝેર મસ્જિદ પાસે રહેતા અને મજૂરી કામ કરતા ૩૪ વર્ષીય ફૈસલ મોહમ્મદહનીફ ગત તારીખ ૦૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ગોધરા કોર્ટ કમ્પાઉન્ડમાં હાજર હતા. તે દરમિયાન ગોધરાની જહુરપુરા, જૂની મસ્જિદની ગલીમાં રહેતા શોકત હુસેન મમદ નામના શખ્સે ફરિયાદીને વારંવાર ફોન કર્યા હતા.ત્યારબાદ આરોપીએ વ્હોટ્સએપ પર વોઇસ રેકોર્ડિંગ મોકલી તેમાં માં-બહેન સમેતની ગંદી ગાળો બોલી, “હું તારા ઘરે આવીશ અને મને બધી ફાઇલો ના આપી તો હું તને જોઈ લઈશ” એવી ખુલ્લેઆમ ધમકી આપી હતી.આ બનાવ અંગે ફરિયાદી મોડા પોલીસ મથકે પહોંચતા, ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે આરોપી શોકત હુસેન મમદ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
