સાવલી તાલુકાના વિટોજ ગામની ગ્રામ પંચાયતનો વહીવટ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. પંચાયતના વોર્ડ નં. 4ના ચૂંટાયેલા સભ્યને પંચાયતની કામગીરીમાં યોગ્ય રીતે સામેલ કરવામાં આવતા ન હોવા તેમજ ગામમાં ચાલી રહેલા વિકાસ કામો અંગે જરૂરી માહિતી આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં મહિલા સરપંચના દિયર દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટાયેલા મહિલા સરપંચની જગ્યાએ અન્ય વ્યક્તિ દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવે છે કે કેમ તે અંગે નિયમો મુજબ તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ કરવામાં આવી છે. વોર્ડ સભ્યના જણાવ્યા મુજબ પંચાયતની કામગીરીમાં ચૂંટાયેલા સભ્ય…
Author: Avadh Express
ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યોજના-પી.એમ.-3એ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પાણીની ટાંકી હાલ ગ્રામજનો માટે સફેદ હાથી સમાન બની હોવાની ફરિયાદો સામે આવી છે. ફરોડ ગામે 80,000 લીટર ક્ષમતા અને 12 મીટર ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. જોકે, પાણી પુરવઠાનું યોગ્ય કનેક્શન ન મળવાના કારણે આજદિન સુધી ગ્રામજનોને તેનો લાભ મળ્યો નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. સરકાર દ્વારા ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી ઘરઆંગણે મળી રહે તે માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પરંતુ જ્યાં ટાંકી તો બની જાય, સંપ પણ તૈયાર…
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ હવે માત્ર વિજ્ઞાનકથાઓ કે ફિલ્મોની કલ્પના પૂરતું રહ્યું નથી. ટેક્નોલોજીની દુનિયામાં એઆઈની ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો ભવિષ્યમાં એઆઈ માનવ બુદ્ધિમત્તા કરતાં પણ વધુ શક્તિશાળી બની જાય તો દુનિયામાં કેટલો મોટો બદલાવ આવી શકે? વિજ્ઞાનકથાની ફિલ્મોમાં એઆઈને જે રીતે દર્શાવવામાં આવતું હતું, તે હવે ધીમે ધીમે વાસ્તવિકતા બનતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલી એક ઘટનાએ એઆઈની વધતી ક્ષમતાઓ અને તેના સંભવિત જોખમ અંગે ચિંતા વધુ ગાઢ બનાવી છે. એક ખાસ પ્રકારના સાયબર સિક્યોરિટી ટેસ્ટ દરમિયાન 1,200થી વધુ એઆઈ એજન્ટ્સને એક બંધ સિસ્ટમમાં કામ કરવા માટે…
એન્થ્રોપિકના સંશોધકના રાજીનામા અને ચેતવણી બાદ સેમ ઓલ્ટમેન, ડારિયો અમોદેઈ અને એલન મસ્ક એકસાથે કેમ આવ્યા? AIની રફતાર ધીમી કરવાની શું છે સમગ્ર યોજના? નવી દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં સમગ્ર વિશ્વમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AIના ઝડપી વિકાસને લઈને સંશોધકો અને AI સુરક્ષા નિષ્ણાતોએ ગંભીર ચેતવણીઓ આપી છે. આ ચેતવણીઓમાં એન્થ્રોપિકના એક પૂર્વ કર્મચારી દ્વારા કરવામાં આવેલી ચેતવણીએ ખાસ ધ્યાન ખેંચ્યું છે. સંશોધકનું કહેવું છે કે AI કંપનીઓ જે ઝડપે નવી ટેક્નોલોજી વિકસાવી રહી છે, તે ભવિષ્યમાં માનવજાત માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. અનેક સંશોધકોનું માનવું છે કે AI વિકસાવતી કંપનીઓ પૂરતા પ્રયાસો છતાં પણ AI સિસ્ટમ્સને સંપૂર્ણપણે…
૧૮ થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ભુવનેશ્વર ખાતે યોજાયેલી ૫૨મી જુનિયર નેશનલ એક્વાટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં વડોદરાના યુવા સ્વિમર માધવ નીલેશભાઈ દાઉદીયાએ શાનદાર પ્રદર્શન કરીને વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. DLSS યોજના હેઠળ તાલીમ મેળવતા માધવે બોયઝ ગ્રુપ I(B) 100 મીટર ફ્રીસ્ટાઇલમાં ૫૪.૪૨ સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી આ સિદ્ધિ તેની સફળ સ્વિમિંગ કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરે છે. આજ સ્પર્ધામાં ભવ્ય સંજયભાઈ મહેતાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે બોયઝ ગ્રુપ I(A) 50 મીટર ફ્રીસ્ટાઇલમાં ૫મું સ્થાન અને 100 મીટર બેકસ્ટ્રોકમાં ૮મું સ્થાન હાસલ કર્યું હતું. ગર્લ્સ ગ્રુપ I(A) 200 મીટર ઇન્ડિવિઝ્યુઅલ મેડલેમાં અવનિ સિંહે ૮મું સ્થાન મેળવ્યું હતું.…
ગુજરાતમાં યુવાનોને તમાકુ અને વ્યસનથી દૂર રાખવાના હેતુથી પ્રયાસ ડી-એડિક્શન ડ્રાઇવ એન્ડ ટોબેકો-ફ્રી જનરેશન (TFG) કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વડોદરા સહિત આઠ મહાનગરપાલિકાની ૮૧ શાળાઓના ૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સુધી તમાકુથી દૂર રહેવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. વડોદરા સ્થિત ફેઈથ ફાઉન્ડેશન દ્વારા ડિસેમ્બર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દરમિયાન આ અભિયાન યોજાયું હતું. રાજ્ય સરકારના શિક્ષણ અને આરોગ્ય વિભાગો તેમજ આઠ મહાનગરપાલિકાના સહયોગથી શાળાઓમાં વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓને તમાકુ અને વ્યસનથી થતા નુકસાન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે જ જીવનમાં યોગ્ય નિર્ણય લેવા, વ્યસનને ના કહેવા અને સ્વસ્થ જીવન જીવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની ભવ્ય અને સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય નાણાં મંત્રી કમલેશ પટેલ અને રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢથી “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત બાઇક રેલીનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય નાણાં મંત્રી કમલેશ પટેલ જણાવ્યું હતું કે,શક્તિપીઠ પાવાગઢથી ‘જનસેવાથી રાષ્ટ્રસેવા’ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યાત્રાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અને તેમના રાષ્ટ્રસેવા તથા જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે શક્તિપીઠ પાવાગઢ (મહાકાળી ધામ) થી વડનગર (હાટકેશ્વર…
દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાના લાંબા રિસામણાને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાની આશંકાઓ વચ્ચે ચિંતિત બનેલા ધરતીપુત્રોને આખરે રાહત મળી છે. લાંબા વિરામ બાદ ગઈકાલથી દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેર શરૂ થતાં આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી આ વખતે સાચી ઠરતી હોય તેમ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહીઓ ખોટી ઠર્યા બાદ ખેડૂતોમાં ચિંતા વધી હતી. ખાસ કરીને વરસાદના લાંબા વિરામને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, ગઈકાલથી શરૂ થયેલા વરસાદે આજે પણ જોર પકડતાં ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું…
ગોધરા સર્વ શિક્ષા અભિયાન કચેરી ના ૨.૭૯ કરોડ રૂપિયા ના બોગસ શૈક્ષણીક સાધનો ની ખરીદી ના કૌભાંડ મા હાલ જેલવાસ ભોગવી રહેલા હિંમતનગર ના આ બે જીગરજાન કૌભાંડી મિત્રો નીતિન પટેલ અને પૂંજન જોષી એ આ પૂર્વે મહીસાગર ના મુખ્ય મથક લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા પણ ફરજો બજાવી હતી.આ સત્તાકાળ દરમિયાન પણ લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા પણ જે તે સમયે અનેક કૌભાંડો ના કાંડ કર્યા હોવાની ચર્ચાઓ પણ વહેતી થવા પામી છે આ ચર્ચાઓ મા સત્ય એટલા માટે દેખાઈ રહયુ છે કે નીતિન પટેલે પોતાની ગાંધીનગર સુધી ની રાજકીય વગ નો ઉપયોગ કરી ને પોતાના ખાસ…
દેશભર મા “નકલીઓ ની બોલબાલા” જેવા ચોંકાવનારા કિસ્સાઓ અવાર નવાર તો બહાર આવતા જ હોય છે, પરંતુ ભારત ની લોકશાહી ની સ્વતંત્રા નુ રક્ષણ કરતા ચૂંટણી પંચ સમક્ષ નકલી રાજકીય પક્ષો રજીસ્ટ્રેશન કરાવી ને ઘૂસી તો ગયા પરંતુ આ નકલી જેવા રાજકીય પક્ષો ના બેંક ખાતાઓ મા અત્યંત ટૂંકા સમયગાળા દરમિયાન રાજકીય ફંડો ના નામે કરોડો રૂપિયા નુ દાન મેળવ્યુ હોવાના ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.આ નકલી જેવા અજ્ઞાત રજીસ્ટર કરવામા આવેલા આ રાજકીય પક્ષો ને કરોડો રૂપિયા ના રાજકીય દાન આપનારા દાતાઓ કોણ છે? અને કોની સાથે સંકળાયેલા છે આ ચર્ચાઓ ખૂબ ઘેરી બની છે.પરંતુ દેશ ની તપાસ એજન્સીઓ…