સાવલી તાલુકાના ધનતેજ ગામની દૂધ મંડળીમાં ચાર લીટર દૂધ ભરીને 12 થી 22 લિટર દૂધ બતાવીને ગામ ની સહકારી મંડળી સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરતો દૂધ મંડળીના મંત્રીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે
સાવલીના ધનતેજ દૂધ મંડળીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સહકારી આલમમાં ચકચાર મચી છે. દૂધ મંડળીના મંત્રી ઘનશ્યામસિંહ પરમારે જાતે જ વીડિયો બનાવી ને પોતાના અવાજમાં સમગ્ર કૌભાંડ ને ઉજાગર કરતો વિડિઓ વાયરલ કર્યો છે અને ખોટી રીતે બનેલી દૂધ ભર્યાની પાવતી શેર કરી ખુલાસો કર્યો છે કે ડેરીમાં માત્ર 4 લિટર દૂધ ભરાયું હોવા છતાં ચોપડે સીધું 22 લિટર દૂધ દર્શાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. મંડળીના પ્રમુખ અને કમિટી સભ્યો ની સંડોવણી હોવાના આરોપો લગાવ્યા છે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે પોતાના વાઇરલ કરેલ વીડિયોમાં પોતે આમાં કંઈ લેવાનું નહીં અને ખોટું બદનામ થવાનું તેના પગલે તેઓએ આ વિડીયો વાયરલ કરીને તપાસની માંગ કરી છે સાથે સાથે ડેરીના ગ્રાહકોને ભેટ સ્વરૂપે આપવામાં આવેલ વાસણો ની ખરીદી માં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે તેના પગલે ડેરીને થતા નફામાં પણ ભારે નુકસાન થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે આમ સાવલીમાં દૂધિયું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે, અને સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી છે

ધનતેજ ની દૂધ મંડળીમાં ચાર લીટર ના બદલે 22 લીટર દૂધ ની પાવતી ડેરીના મંત્રી દ્વારા આક્ષેપ સાથે વાયરલ કરવામાં આવ્યો
