સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો “આર્શિવાર્દ કા દિયા” જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૬ માં જન્મદિવસ નીમિતે યુવાનોમાં નેતૃત્વ, સેવાકીય પ્રવૃત્તિ અને શ્રમદાન થાય તે હેતુથી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં “આર્શિવાદ કા દિયા” કરીને જેમાં સામુહિક આરતી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને તેમની રાષ્ટ્ર માટેની મહાન સમાજીક સેવાના તેમના જીવનભરના યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યકત કરવા માટે સમગ્ર યુનિવર્સિટીમાં ૨૫૦૦ થી વધારે દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સામુહિક દિવા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા જ ભજન કિર્તન ધુન સામુહિક રીતે કરવામાં આવી હતી. આ સામુહિક આરતીમાં વડોદરા ગ્રામ્યના એસ.પી. સુશીલ અગ્રવાલ , સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.મનિષ રાવલ , પ્રો.ડૉ.રણછોડ રથવી, પ્રો.ડૉ.જયદિપસિંહ ચૌહાણ, ડૉ.યજુવેંદ્રસિંહ જેઠવા, ડૉ.રવિન્દ્ર સિંહ રાજપુરોહિત, ડેસર તાલુકાના ભાજપના પ્રમુખ કાર્તિકભાઈ પટેલ, જીલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, સામાજીક આગેવાનો, અને ડેસર વાલાવાવના ગ્રામજનો અને યુનિવર્સિટીના સર્વે અધ્યાપકશઓ, વહિવટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૬ માં જન્મદિવસ નીમિતે આજુબાજુના વિસ્તારોમાં સેવા કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
