સાવલી પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવાર દ્વારા સ્થાપિત ‘જનરક્ષકના રાજા’ ગણેશજીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી કે.કે. ઠાકુર, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ખરસાણ તેમજ સાવલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ચૌહાણ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિઘ્નહર્તા ગણેશજીની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા.

ગણેશજીની આરતી સમયે પોલીસ લાઈનમાં ભક્તિમય માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો, પોલીસ પરિવારના સભ્યો તેમજ સાવલી નગરના નગરજનો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.


