સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. દ્વારા યોજાયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ નીમિતે “સુવર્ણ દિન પુસ્તક પરીચય” ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જે પુસ્તક ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે લેખક ગીરીશભાઈ શર્માએ લખેલુ છે. આ કાર્યક્રમના મુખ્ય લેખક ગીરીશભાઈ શર્મા હતા. આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના જાણીતા ગુજરાતી કલાકર સુંદર નું પાત્ર ભજવતાં મયુરભાઈ વાકાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.મનિષ રાવલ , પ્રો.ડૉ.રણછોડ રથવી, પ્રો.ડૉ.જયદિપસિંહ ચૌહાણ, ડૉ.યજુવેંદ્રસિંહ જેઠવા, ડૉ.રવિન્દ્ર સિંહ રાજપુરોહિત, યુનિવર્સિટીના સર્વે અધ્યાપકઓ, વહિવટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વકતા ગીરીશભાઈ શર્માએ “સુવર્ણ દિન પુસ્તક પરીચય” દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના અનેક પ્રસંગો જણાવી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે પણ દેશ સેવા માટે કાર્ય કરવા માટે કહ્યુ હતું.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના જાણીતા ગુજરાતી કલાકર સુંદર નું પાત્ર ભજવતાં મયુરભાઈ વાકાણીએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને પ્રતિજ્ઞા લેવડાવી હતી. મારૂ જે કર્મ છે તે હું નિષ્ઠાપૂર્વક કરીશ.મયુરભાઈ વાકાણીએ સર્વેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના પોતાના પાત્ર સુંદર દ્વારા મનોરંજન કરાવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.મનિષ રાવલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ કોઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવીએ કર્યુ હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વતી પ્રો.ડૉ.રણછોડ રથવીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નીમિતે શુભેચ્છાઓ આપી અને તેમના દિર્ધાયુ અને માં ભારતીની સતત સેવાઓ કરતા રહે તેવી સર્વે વતી પ્રાર્થના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ ડૉ.મીતાબેન વ્યાસે કર્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેંટના અધ્યક્ષ, અધ્યાપકો, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફાળો આપ્યો હતો.

