(સાવલી)
સાવલી સાંકરદા પંથકના એસટી બસમાં અપડાઉન કરતા કરતા વિધાર્થી ઓ એ અનિયમિત એસ ટી બસ ના મુદ્દે કંટાળીને સાંકરદા ગામ પાસે બસો રોકીને ચક્કાજામ કરતા ભારે ચર્ચા જાગી છે અને અનિયમિત બસો મુદ્દે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો છે

સાવલી તાલુકામાં અનિયમિત બસ નો મુદ્દો ભારે જટિલ અને જાહેર જનતાને સ્પર્શતો મુદ્દો છે ખાસ કરીને વિદ્યાર્થી પર અને નોકરીયાત વર્ગ એસટી બસ પર અવરજવર કરવા માટે નિર્ભર રહે છે પરંતુ વિવિધ ડેપો સંચાલિત સાવલી તાલુકાની રૂટોને અન્ય જગ્યાએ ડાયવર્ટ કરી દેતા સાવલીમાં એસટી બસની ઘટ પડે છે એના પગલે તાલુકા જનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે તેમાંય અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તાલુકાના ભાદરવા પંથક અને સાંકરદા ગામ ના વિવિધ અભ્યાસ અર્થે આણંદ નડિયાદ વડોદરા વાસદ જેવા શહેરો માં અભ્યાસ અર્થે સેંકડો વિધાર્થી ઓ અને વિધાર્થીની ઓ અપ ડાઉન કરે છે પરંતુ એસ ટી વિભાગની જોહુકમી અને લાલિયાવાડી ના પગલે શાળા અને કોલેજ સમય દરમ્યાન દોડતી એસટી બસો ના રૂટો પર અનિયમિત બસો દોડે છે તેના પગલે વિધાર્થી ઓ અને નોકરિયાત વર્ગ ને ભારે હાલાકી ભોગવવી પડે છે અને શિક્ષણ તેમજ નાણાં નો વ્યય થાય છે અને ખાનગી વાહનો પર નિર્ભર રહેવાનો વારો આવે છે તેવામાં આજરોજ અનિયમિત બસો ના કારણે વિધાર્થી ઓ એ વડોદરા–વાસદ–આણંદ રૂટની એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો હતો અને ચક્કાજામ કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે
3 દિવસ અગાઉ મોક્સી ગામે પણ વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને ચક્કાજામ કર્યો હતો તેવામાં બીજી વખત વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે અને એસટી વિભાગના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા ચક્કાજામ બાદ
માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને નિયમિત અને વધુ બસ ની વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીની ઓ માંગ કરી રહી છે
સમગ્ર ઘટના ની જાણ નંદેશરી પોલીસ ને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આ મુદ્દે વિધાર્થી ઓ ની સમસ્યાને ભારે પોઝિટિવ અને ગંભીરતા થી લઈને ઉપરા છાપરી બે પત્રો લખીને તાલુકાની વિવિધ 25 થી વધુ પર નિયમિત રીતે બસો દોડાવવા માટે લેખિત ભલામણ કરી છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓ ધારાસભ્ય ની માંગને પણ ધોળી ને પી ગયા હોય તેવું હાલ ફલિત થઈ રહ્યું છે

જ્યારે ચક્કાજામથી થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને
મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ને બસ રોકી ચક્કા જામ કરતા વાહનોની ભારે લાંબી કતારો લાગી હતી
અને સૌથી મહત્વની બાબત આ ચક્કાજામ માં એ ધ્યાન પર આવી છે કે આ ચક્કાજામની મોટાભાગની આગેવાની કન્યાઓએ લીધી હતી આ બાબતે સાકરદા ગામની નિત્યા મિસ્ત્રી નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાંય બસો આવતી નથી અમારું શિક્ષણ બગડે છે 50થી 60 ની કેપીસીટી વાળી બસમાં 100 થી વધુ બાળકો ને મુસાફરી કરવાની ફરજ પડે છે કઈ અકસ્માત થશે તો જવાબદારી કોની અને તેના પગલે ઈજાઓ થાય છે હમણાં જ એક યુવતીને બસમાં ગીર્દી ના કારણે ફેક્ચર થતા ત્રણ મહિનાનું શિક્ષણ બગડ્યું છે અને અનિયમિત એસ ટી બસ ના કારણે બાઇક પર ત્રણ સવારી બેસીને સ્કૂલ કોલેજોએ જઈએ છીએ તો આરટીઓ વાળા દંડ આપે છે તો હવે અમારે કરવું શું નરેન્દ્ર મોદી એમ કહે છે કે યુવાનો ભણશે તો દેશ આગળ આવશે તો પૂરતી બસ સેવા જ નથી તો શું આવી રીતે યુવાનો ભણશે અને દેશ આગળ આવશે?? કેટલાક વિધાર્થી ઓ તો બસ ની અનિયમિતતા ના કારણે કોલેજ આવતા જ નથી નવીન બસ માટે માંગણી કરી છે પરંતુ નિરાકરણ આવતું નથી તેના પગલે અમારા કેટલાક લેક્ચરો છૂટી જાય છે જેથી કંટાળીને અમારે આ પગલું ભરવું પડ્યું છે અને વડોદરા થી જતી સાવલી થી જતી એક પણ બસ અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારા પ્રશ્ન નું નિરાકરણ નહીં આવે વારંવાર લેખિત અરજીઓ કરી છે તેમ છતાં કોઈ સાંભળતું નથી અને ન છૂટકે અમારે ચક્કાજામનો માર્ગ અપનાવવો પડ્યો છે

