ભારતીય હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ આજ રાતથી શનિવાર સવાર સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા તંત્રને હાઈ એલર્ટ અને સ્ટેન્ડ બાય મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓની વિગતો જણાવતા જિલ્લા કલેક્ટર જણાવ્યું હતું કે,જિલ્લામાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંબંધિત વિભાગોની ટીમો સક્રિય કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે પંચમહાલ જિલ્લામાં SDRF ની ૨(બે) અને NDRF ની ૧(એક) ટીમ હાલ ફિલ્ડમાં તૈનાત છે. નીચાણવાળા અને પાણી ભરાવાની શક્યતા…
Author: Avadh Express
(વડોદરા, તા.૩૦) વડોદરા શહેરમાં સમાવિષ્ટ ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે માંજલપુરના મતદારોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. સવારે ૭:૦૦ વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારો આવવાની શરૂઆત થઈ ગઈ હતી. શહેરના મકરપુરા રોડ પર આવેલી ભવન્સ હાઈસ્કૂલ ખાતે પણ વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહભેર પહોંચી રહ્યા છે અને મતદાન પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. આ મતદાન મથક ખાતે ખાસ કરીને વયસ્ક અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃદ્ધ મતદારોએ સવારે જ…
“સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના દિવસે જ પરિણામની ઐતિહાસિક પહેલ” “વિદ્યાર્થી લક્ષી પારદર્શક, ઝડપી અને પેપર લીકપ્રૂફ સિસ્ટમ સાથે સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન” રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ, સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન તા. ૩૧-૦૭-૨૦૨૬ ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે. શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓને ઝડપી અને પારદર્શક પ્રક્રિયા મળી રહે તે હેતુથી પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના દિવસે જ પરિણામની ઐતિહાસિક પહેલ અને નવીન પહેલ કરવામાં આવી છે. તા. ૩૧-૦૭-૨૦૨૬ ના રોજ જે દિવસે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે અને તે જ દિવસે પરીક્ષાનું પરિણામ પણ વેબસાઈટ જાહેર કરવામાં…
દેવગઢ બારિયા ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી દેવગઢ બારિયા નગરપાલિકાની છ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ રાજકીય રીતે અનેક સંદેશાઓ આપનારું રહ્યું છે. મતદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષોને સમાન રીતે બે-બે બેઠકો આપીને સંતુલિત જનાદેશ આપ્યો છે. આ પરિણામે સ્પષ્ટ કર્યું છે કે દેવગઢ બારિયાના મતદારો હવે પરંપરાગત પક્ષવાદથી આગળ વધીને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની માનસિકતા ધરાવે છે. રાજકારણીઓ જેમ જરૂરિયાત મુજબ મતદારોનો સંપર્ક સાધે છે, તેવી જ રીતે મતદારોએ પણ કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી આપવાને બદલે ત્રણેય પક્ષો વચ્ચે બેઠકોનું સમાન વિતરણ કરીને અનોખો રાજકીય સંદેશ આપ્યો છે. રાજકીય વિશ્લેષણ મુજબ આ પરિણામમાં સૌથી…
(મયુર જાની) ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતા મહાકાળીના દર્શન કરવા વહેલી સવારથી જ પાવાગઢ પહોંચ્યા હતા. સમગ્ર ડુંગર અને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં છવાઈ ગયું હતું. મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી યાત્રાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય માતાજી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો.વહેલી સવારથી પાવાગઢ ડુંગર પર ધુમ્મસભર્યું અને મનમોહક વાતાવરણ હતું. ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે ભક્તોએ ઉત્સાહપૂર્વક ડુંગર ચઢી માતા મહાકાળીના દર્શન…
(મયુર જાની) કાલોલ ના સડક ફળીયા વિસ્તાર મા આવેલા ઝહીર બેલીમ ના રહેણાંક મકાન મા આવેલ એક ઓરડી મા ગૌવંશો ના કત્લ ના ગેરકાયદે વ્યાપારો નુ ધમધમતુ કતલખાનુ ચાલી રહયુ હોવાની અતિ સંવેદનશીલ ગુપ્ત બાતમી ના આધારે કાલોલ ના પી.આઇ.આર.ડી.ભરવાડ દવારા પોલીસ તંત્ર ના ચુંનદા ટીમ ના કાફલા ને સાથે રાખી ને રહેણાંક મકાન મા ગૌ•વંશો ની કત્લ ના ચાલતા અત્યાર સુધી ના સૌથી મોટા કતલખાના ને ઝડપી પાડી ને ક્રૂર કસાઈઓ ના કરતુકો નો હિંમતપૂર્વક પર્દાફાશ કરી ને ૧૮ મહીલાઓ સમેત ૨૨ આરોપીઓ ની ઘેરાબંધી કરી ને ધરપકડો કરી હતી.અને રહેણાંક વિસ્તાર મા ચાલતા આ ગેરકાયદે કતલખાના માંથી ૧૩…
(મયુર જાની) કાલોલ તાલુકા ના વેજલપુર ના પોતે પ્રતિષ્ઠિત હોવાનો દેખાવ કરી ને અંદરખાને વ્યાજખોરો ના સહારે વ્યાજ નો ધંધો કરતા એક ત્રિપુટી નો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો એવો બહાર આવ્યો છે કે ગોધરા મા રહેતા એક ઇસમ પાસે થી વ્યાજ ના ૩૫ લાખ રૂપિયા ની વસૂલાત કરવા માટે વેજલપુર ની વ્યાજખોર આ ત્રિપુટી એ ગોધરા માં રહેતા નિલેશકુમાર જોશી ને પોતાનુ એક મકાન હોવુ જોઈએ ની ઈચ્છાઓ ધરાવતા આ રહીશ ની સાથે ગોધરા મા આવેલ એક મકાન દેખાડી ને ૩૫ લાખ ના કરેલા સોદા ના રૂપિયા ની રોકડી કરી લીધા બાદ આ મકાન ના માલીક ને આપેલા વ્યાજ ના…
હાલોલ શહેરના સ્ટેશન રોડ પર આવેલા મદારીવાસ નજીક મુખ્ય માર્ગ પર બુધવારે બપોરના સમયે બે રખડતા આખલાઓ અચાનક સામસામે આવી સીંગડા ભરાવી મારકણા બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને એક સમયે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આખલાઓ વચ્ચેની જોરદાર અથડામણને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અરાદ તરફથી તેમજ અન્ય વિસ્તારોમાંથી આવતા વાહનચાલકોએ અકસ્માતની ભીતિથી પોતાના વાહનો રસ્તાની બાજુમાં ઊભા રાખી સુરક્ષિત સ્થળે આશરો લીધો હતો. આ દરમિયાન નાના બાળકો, મહિલાઓ અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કેટલાક લોકોએ ડરના…
(મયુર જાની) હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ માં બૂઘવાર ના રોજ ગુરુપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરુ વંદના કરવા દોઢ લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા. તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ ભક્તો નું માનવમહેરામણ ઉભરાયું હોય તેમ જણાતું હતું. તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ બાપુ કી જય ના ભારે જયઘોષ સંભળાતા હતા. નારાયણ ધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પ. પૂ. નારાયણ બાપુના અનુયાયીઓ નો બહોળો વર્ગ છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ ના અનુયાયીઓ સંખ્યામાં મોટા પ્રમાણમાં છે. પરપ્રાંતીય ભક્તો ગુરુપૂર્ણિમા ની આગલી રાત થી જ તાજપુરા તરફ આવવા માંડ્યા હતા. ભક્તોમાં…
(પ્રતિનિધિ, વનરાજસિંહ ખાંટ, માલપુર) મોડાસા તાલુકાના પવિત્ર દેવરાજધામ ખાતે ગુરુપૂર્ણિમાનો પાવન મહોત્સવ ભક્તિભાવ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય રીતે ઉજવાયો હતો. ગુરુપૂર્ણિમાના અવસરે દેવરાજધામ ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સંતો, મહંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુરુદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મહોત્સવ પ્રસંગે મહંત શ્રી ધનગીરી બાપુ તેમજ લઘુબંધુ મહંત શ્રી મહેશગિરી બાપુના સાનિધ્યમાં ગુરુદેવની પાદુકાનું પૂજન, ગુરુપૂજન, આરતી, ભજન-કીર્તન, સત્સંગ અને આશીર્વચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સંત-મહંતોએ ગુરુના મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, “ગુરુ એ જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદ્માર્ગનો પ્રકાશ આપનાર માર્ગદર્શક છે. ગુરુના આશીર્વાદ અને…