પ્રતિનિધિ, કાજર બારીયા
આજે ૨૮ જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે એક જાગૃતતા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ લીલી ઝંડી આપી રેલી પ્રસ્થાન કરાવી કાર્યક્રમ માં આરસીએચઓ ડો.મુકેશ પટેલ , જિલ્લા ક્ષય અધિકારી ડો બી.એમ ચૌહાણ સહિત, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના વાલસિંગભાઈ,રાઠવા અશ્વિનભાઈ રાઠવા, જિલ્લા તાલીમ કેન્દ્ર ના સિનિયર મેડિકલ ઓફિસર ડો. આશિષ બારીયા સાથે તમામ તાલીમાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ કોલેજ ના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ સહિત વિદ્યાર્થિનીઓ અને એઆરટી સેન્ટર વેચાતભાઇ રાઠવા તથા આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા સહિત NGOના પ્રતિનિધિઓ જાગૃતતા અભિયાનમાં અને સેમિનારમાં જોડાયા હતા.
રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરીને લોકોને હિપેટાઇટિસ રોગ પ્રત્યે જાગૃત કરી પુનઃ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે પરત ફરી હતી, જ્યાં તે એક સેમિનારમાં ફેરવાઈ ગઈ હતી.જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે યોજાયેલા આ સેમિનારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પાઉલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. બી.એમ. ચૌહાણ દ્વારા ઉપસ્થિત સૌને હિપેટાઇટિસ રોગના લક્ષણો, તેના સંક્રમણ ફેલાવવાના કારણો અને તેનાથી બચવા માટેના અટકાયતી પગલાઓ વિશે વિસ્તૃત અને ઉંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ અંગેની વિગતો જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.