ગોધરા સર્વ શિક્ષા અભિયાન કચેરી ના ૨.૭૯ કરોડ રૂપિયા ના બોગસ શૈક્ષણીક સાધનો ની ખરીદી ના કૌભાંડ મા હાલ જેલવાસ ભોગવી રહેલા હિંમતનગર ના આ બે જીગરજાન કૌભાંડી મિત્રો નીતિન પટેલ અને પૂંજન જોષી એ આ પૂર્વે મહીસાગર ના મુખ્ય મથક લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા પણ ફરજો બજાવી હતી.આ સત્તાકાળ દરમિયાન પણ લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા પણ જે તે સમયે અનેક કૌભાંડો ના કાંડ કર્યા હોવાની ચર્ચાઓ પણ વહેતી થવા પામી છે આ ચર્ચાઓ મા સત્ય એટલા માટે દેખાઈ રહયુ છે કે નીતિન પટેલે પોતાની ગાંધીનગર સુધી ની રાજકીય વગ નો ઉપયોગ કરી ને પોતાના ખાસ મિત્ર પૂંજન જોષી ને સૌ•પ્રથમ લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા ડાયરેક્ટ એકાઉન્ટન્ટ તરીકે કરાર આધારીત નોકરી અપાવી હતી આ પહેલા પૂંજન જોષી હિંમતનગર મા આવેલ એક ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન મા સામાન્ય પગાર થી નોકરી કરતો હતો.પરંતુ લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા નોકરી મળ્યા બાદ પૂંજન જોષી ના આર્થિક ભવિષ્ય મા અચાનક બદલાવ એવો આવ્યો કે આ પૂંજન જોષી એ હિંમતનગર પાસે વેદવિલા સોસાયટી મા કરોડો ની કિંમત ના આલીશાન મકાન મા રહેતો થઈ ગયો અને બે વૈભવી કારો મા ફરતો હતો.આ કૌભાંડી કર્મચારી પૂંજન જોષી ના વૈભવી લાઈફ સ્ટાઈલ જ બતાવે છે કે “નીતિન•પૂંજન” ની જોડી એ લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા પોતાના સત્તાકાળ ના સમયગાળા મા અનેક કાંડ ને અંજામ આપ્યો જ હશે જો આ દિશાઓ મા તટસ્થતા પૂર્વક તપાસો હાથ ધરવામા આવે તો લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા પણ ગોધરાવાળી નીકળશે ની ચર્ચાઓ શરૂ થવા પામી છે.
મહીસાગર જિલ્લા પ્રા. શૈક્ષણીક વિભાગ ના વહીવટી તંત્ર મા તત્કાલીન સમય ની ચર્ચાઓ એવી હતી કે લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી માંથી આ બન્ને કર્મચારી મિત્રો ની ગોધરા ખાતે બદલી કરવામા આવતા આ બદલી ના ઓર્ડરો ને રદ કરાવવા માટે પૂંજન જોષી એ એક રાજકીય અગ્રણી ના ખાસ કહેવાતા પી.એ. નો સંપર્ક કરી ને લાખ્ખો રૂપિયા ની ઓફરો પણ કરી હતી.પરંતુ આ પ્રયાસો નિષ્ફળ જતા આ બન્ને કર્મચારીઓ એ ગોધરા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા પોત•પોતાના વહીવટી ટેબલો ઉપર ચાર્જ સંભાળ્યો હતો એમા સૌથી ચોંકાવનારી બાબત તો એ હતી કે સામાન્ય પગાર ભથ્થા સાથે કરાર આધારીત નોકરી કરતા આ બન્ને જીગરજાન મિત્રો “પૂંજન અને નીતિન” જોડી દરરોજ એક જ કાર મા હિંમતનગર થી ગોધરા નોકરી કરવા માટે આવતા હતા.જો કે ગોધરા સર્વ શિક્ષા અભિયાન કચેરી માંથી આ બન્ને કૌભાંડી મિત્રો ના ૨.૭૯ કરોડ રૂપિયા ના બહાર આવેલા બોગસ ખરીદી કૌભાંડ ને લઈ ને આ બન્ને કૌભાંડીઓ એ લુણાવાડા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા પણ અનેક કાંડો ને અંજામ આપ્યો હોવાની ચર્ચાઓ મહીસાગર ના શૈક્ષણીક આલમ મા પુનઃ ઉજાગર થવા પામી છે.
