દેશભર મા “નકલીઓ ની બોલબાલા” જેવા ચોંકાવનારા કિસ્સાઓ અવાર નવાર તો બહાર આવતા જ હોય છે, પરંતુ ભારત ની લોકશાહી ની સ્વતંત્રા નુ રક્ષણ કરતા ચૂંટણી પંચ સમક્ષ નકલી રાજકીય પક્ષો રજીસ્ટ્રેશન કરાવી ને ઘૂસી તો ગયા પરંતુ આ નકલી જેવા રાજકીય પક્ષો ના બેંક ખાતાઓ મા અત્યંત ટૂંકા સમયગાળા દરમિયાન રાજકીય ફંડો ના નામે કરોડો રૂપિયા નુ દાન મેળવ્યુ હોવાના ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.આ નકલી જેવા અજ્ઞાત રજીસ્ટર કરવામા આવેલા આ રાજકીય પક્ષો ને કરોડો રૂપિયા ના રાજકીય દાન આપનારા દાતાઓ કોણ છે? અને કોની સાથે સંકળાયેલા છે આ ચર્ચાઓ ખૂબ ઘેરી બની છે.પરંતુ દેશ ની તપાસ એજન્સીઓ તપાસો મા ઉતરી હોય એવુ હજુ સુધી કયાંયે દેખાવુ નથી દેશ ના ચૂંટણી પંચ દવારા પણ કરોડો રૂપિયા નુ રાજકીય ફંડ મેળવનારા એ અદૃશ્ય જેવા રાજકીય પક્ષો ના આર્થિક દાતાઓ કોણ અને ક્યાં ના છે? આ અંગે ની સત્તાવાર વિગતો જાહેર નથી કરી ત્યારે દેશ ની લોકશાહી પ્રણાલી ને અંધારા મા રાખી ને કરોડો રૂપિયા નુ રાજકીય દાન મેળવનારા ૬ જેટલા રાજકીય પક્ષો ના કનેક્શનો ગુજરાત સાથે જોડાયેલા છે. એમા અમદાવાદ ના ન્યુ.નરોડા વિસ્તાર ના સરનામા સાથે જોડાયેલ “આમ જનમત પાર્ટી” આજકાલ સૌથી વધારે ચર્ચામાં છે. બિહાર ના ચૂંટણી પંચ સમક્ષ રજીસ્ટર કરાયેલ અને અમદાવાદ નુ સરનામુ ધરાવનાર આ આમ જનમત પાર્ટી ને ૨૦૨૨–૨૩ ના વર્ષ મા અંદાઝે ૨૨૦ કરોડ ઉપરાંત નુ દાન મેળવ્યુ હતુ અને રાજકીય ફંડ તરીકે દર્શાવવામાં આવી છે.આ આમ જનમત પાર્ટી એ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીઓ મા ગુજરાત મા એકમાત્ર પંચમહાલ લોકસભા બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો. આ અમદાવાદ નુ સરનામુ ધરાવનારા આમ જનમત પાર્ટી ના સંગઠન ના પ્રમુખ હોદ્દેદારો પંચમહાલ ના રહેવાસી હોવાનુ કહેવાય છે.પરંતુ ગંભીર આશ્ચર્ય તો ત્યાં દેખાઈ રહયુ છે કે એક•બે વર્ષો મા કરોડો રૂપિયા નુ રાજકીય ફંડ મેળવનાર આ આમ જનમત પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ શહેરા માં એક સસ્તા અનાજ ની દુકાન સાથે સંકળાયેલા છે અને હમણાં ગોધરા ખાતે રહેતા હોવાનુ જાણવા મળી રહયુ છે.જ્યારે આજ પાર્ટી ના એક જનરલ સેક્રેટરી કોઈપણ કામ ધંધા વગર બાકડા ઉપર જ બેસેલા હોય છે તેઓ પોતાની પાર્ટી ના રાજકીય ફંડ ના ચોંકાવનારા આંકડા થી અજાણ હોવાનુ જણાવે છે જ્યારે આજ આમ જનમત પાર્ટી ના પંચમહાલ ના પ્રમુખ ગોધરા મા એક ઈમારત મા સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનુ કહેવાય છે.ત્યારે બિહાર ના ચટણી પંચ સમક્ષ રજીસ્ટર કરવામાં આવેલ અને અમદાવાદ નુ સરનામુ ધરાવનાર આમ જનમત પાર્ટી નુ પંચમહાલ કનેકશન બહાર આવતા રાજકીય મોરચે પણ ઘેરા પ્રત્યાઘાતો ઉભા થવા પામ્યા છે.
* અમદાવાદ ના સરનામે બિહાર ના ચૂંટણી પંચ સમક્ષ રજીસ્ટર થયેલ આમ જનમત પાર્ટી ને એક વર્ષ મા મળેલા ૨૨૦ કરોડ ના રાજકીય દાન મેળવનાર….
* દેશ ની લોકશાહી ને અંધારા ના ખતરા મા રાખનારા આવા નકલી જેવા રાજકીય પક્ષો ને મળેલા કરોડો ના દાનો સામે તપાસ એજન્સીઓ એ તપાસો કરવી જરૂરી છે.
