સાવલી શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરોનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતાં નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ સ્વચ્છતા અને સુવિધાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ સાવલી શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતું હોવાના દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. ગટરો ઉભરાઈ જતાં રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ગંદા પાણી અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ,…
Author: Avadh Express
ડેસર: ડેસર તાલુકાના ત્રાસિયા ગામની સીમમાં આંબલીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર ડેસર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળતાં ટીમે ત્રાસિયા ગામની સીમમાં આંબલીના ઝાડ નીચે દરોડો પાડ્યો હતો. જ્યાં કેટલાક શખ્સો પાના-પત્તા વડે જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પકડાયેલા શખ્સોની અંગઝડતી લેતાં કુલ ₹10,300 રોકડા મળી આવ્યા હતા. જ્યારે જુગારના દાવ ઉપરથી ₹2,300 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત પાના-પત્તા સહિત કુલ ₹12,900નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આનંદકુમાર રતિલાલ રોહિત, ગીરવતસિંહ…
સાંકડા સિંગલ રોડ પર ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ખતરો; સદનસીબે પાછળ કોઈ વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ઘોઘંબા: તાલુકાના ગોદલી ગામમાં રેતી ભરેલા ભારે વાહનોની બેફામ અવરજવર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાંકડા સિંગલ રોડ પર મોટા ડમ્પરો સહિતના ભારે વાહનોની સતત અવરજવર વચ્ચે આજે એક ડમ્પર અકસ્માતનો ભોગ બન્યું હતું. સદનસીબે ડમ્પરની પાછળ કોઈ અન્ય વાહન ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ, ગોદલી ગામના સાંકડા માર્ગ પર એક મહાકાય ડમ્પર ઢાળ ચડી રહ્યું હતું. દરમિયાન સામેથી અન્ય વાહન આવતા ડમ્પરને સાઈડમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઢાળ પર ડમ્પર ચાલકે કાબૂ…
સાવલી તાલુકાના રાણીપુરા મનરેગા યોજના માં ભ્રષ્ટાચાર મુદ્દે RTI ની માહિતી માં પંચાયત દ્વારા જવાબ માં રાણીપુરા ગામ ના બદલે તુલસીપુરા ગામના સિક્કા મારી જવાબ આપતા નવો વિવાદ ઊભો થયો છે અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં મનરેગા યોજનાના કામોને લઈને થયેલા આક્ષેપો વચ્ચે હવે RTIના જવાબને લઈને પણ વિવાદ સર્જાયો છે. રાણીપુરા ગ્રામ પંચાયત હેઠળ મનરેગા યોજનામાં થયેલા કામોની માહિતી મેળવવા માટે 6 જાગૃત નાગરિકો દ્વારા RTI દ્વારા માહિતી માંગવામાં આવી હતી. જેમાં મળેલા RTIના જવાબમાં રાણીપુરા ગ્રામ પંચાયતના બદલે તુલસીપુરા ગ્રામ પંચાયતનો સિક્કો મારવામાં આવ્યો હતો અને અરજદારના બદલે અન્ય વ્યક્તિના નામે નોટિસ અને જવાબ…
સાવલી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 18 વર્ષથી જમાદાર તરીકે ફરજ બજાવતા લાલ બહાદુરસિંહ મહિડા (લાલજીભાઈ) ગતરોજ ફરજ પરથી નિવૃત્ત થયા હતા થતાં તેમના સન્માનમાં સાવલી પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. સમારંભમાં સાવલી પી.આઈ. કે જે ચૌહાણ, પી.એસ.આઈ. વી.એ. પરમાર સહિત પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક કંપનીના મેનેજર દેવેન્દ્રભાઈ પુરોહિત, અજયરાજ એન.પે. કોમેન્ટ કેનેટી પ્રા.લિ.ના મેનેજર, ઓજસ કંપનીના મેનેજર નરેશભાઈ પટેલ, ભાદરવા જિલ્લા પંચાયતના સદસ્ય આકાશ સિંહ પરમાર સહિત સ્નેહીજનો, મિત્રો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લાલજીભાઈ મહિડાની 18 વર્ષ દરમિયાનની ફરજ પ્રત્યેની નિષ્ઠા, અને મિલનસાર…
સાવલી તાલુકાના ભાદરવા ગામ નજીક બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા થી સાવલી તરફ જીજે 18 Z 9427 ખેડા થી બોડેલી બસ જઈ રહી હતી ત્યારે ભાદરવા સ્કૂલ પાસે સ્પીડ બેકર આવતા બસ ચાલકે અચાનક બ્રેક મારી હતી તે દરમ્યાન પાછળ થી આવતી એસ ટી બસની જી જે 18 Z T 0716 વડોદરા થી સાવલી જતી હતી અચાનક આગળ ની બસ ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી એસ ટી બસ જી જે 18 ઝેડ ટી 0716 ના ચાલકે બ્રેક મારતા તેની બ્રેક ફેલ થઈ જતા બંને બસો એક બીજા સાથે સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માત ના…
રાષ્ટ્રપતિના આગમનને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અપાયું (વડોદરા, તા.૦૧) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. ૨૩ના રોજ વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે પધારનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુલાકાતને અનુલક્ષીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રપતિશ્રીની મુલાકાત સુચારૂ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિતા. ૨૩ના રોજ સવારે ૧૧:૪૦ કલાકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી છાત્રોને પદવી એનાયત કરશે. આ પ્રસંગને અનુલક્ષીને યુનિવર્સિટી પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં જરૂરી વહીવટી અને સુરક્ષા વ્યવસ્થાઓ સુદૃઢ બનાવવામાં આવી રહી છે.…
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટી ખાતે શ્રી ગણેશ મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી પર્યાવરણમૈત્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ મંડળનું આ ૧૧મું વર્ષ છે. આ વર્ષે નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે મૂર્તિ બનાવવા માટે આશરે ૮૦થી ૮૨ કિલો નાડાછડી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિ તૈયાર કરવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો છે, જેમાં મંડળના ૨૦થી ૨૫ જેટલા યુવાનો એ મહેનત કરી છે. મૂર્તિ બનાવવા પાછળ અંદાજિત રૂ. ૧૬,૭૦૦નો ખર્ચ થયો છે. નાડાછડી કુદરતી સામગ્રી હોવાથી તેનો ઉપયોગ કરીને મંડળ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ…
વાદળોની ઓઢણી, વરસાદની રિમઝિમ અને જંગલનો કલરવ… જાંબુઘોડાના ધનપુરીમાં કુદરત દરેક ક્ષણે લખે છે નવી કવિતા. અહેવાલ- જયંત સોજીત્રા (વડોદરા, તા.૦૧) ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ જ્યારે ધરતી પર વરસાદના મોતી વરસે છે, ત્યારે જાંબુઘોડા અભયારણ્યના હૃદયમાં વસેલું ધનપુરી જાણે નવજીવન પામે છે. ડુંગરો પર લીલીછમ ચાદર પથરાઈ જાય છે, વૃક્ષોના પાંદડા વરસાદથી ધોવાઈને ચમકી ઊઠે છે અને જંગલના દરેક ખૂણામાંથી કુદરતનો મધુર સંગીત સંભળાવા લાગે છે. અહીં પહોંચતા જ શહેરના ઘોંઘાટ, વ્યસ્તતા અને તણાવ જાણે ક્યાંક ઓગળી જાય છે. ચારે તરફ ગાઢ હરિયાળી, ધુમ્મસમાં ઓગળતી ટેકરીઓ, ઠંડી પવનની લહેરખી અને ભીની માટીની મનમોહક સુગંધ… ધનપુરીમાં ચોમાસું માત્ર એક ઋતુ નથી, પરંતુ કુદરતનો જીવંત ઉત્સવ છે. વરસાદના ટીપાં…
છોટે કાંકરોલી ગણાતા હાલોલ ખાતે દિવ્ય ફાઉન્ડેશનના સંયોજક અને યુવાનોના સાચા પથ દર્શક કાંકરોલી યુવરાજ પૂજ્ય વેદાંત કુમાર મહોદય શ્રી નું રંગે ચંગે સ્વાગત કરાયું. પૂજ્ય શ્રી ના કર કમલો દ્વારા શ્રી છગન મગનલાલ મંદિરમાં મચકીના હિંડોળે અને દ્વારકાધીશ હવેલીમાં સજાવટ કરેલ શાકભાજીના હિંડોળે શ્રીજી તારો હિંડોળો ઝાકમજોડ, જુલે જુલાવી પ્રભુને લાડ લડાવી પૂ. શ્રી ના કર કમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી કીર્તનકારોએ પણ કીતનોની ભારે રમઝટ જમાવીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ માં વૈષ્ણવો ગળાડૂબ બન્યા. એટલું જ નહીં પુષ્ટિમાર્ગના પ્રાગટ્ય દિવસ અંતર્ગત પોતાના પ્રિયતમ ગુરુને ઘેર બેઠે ગંગા એમ રૂબરૂમાં પધારેલ પૂજ્ય શ્રી વેદાંત કુમાર બહોત જય…