ડેસર: ડેસર તાલુકાના ત્રાસિયા ગામની સીમમાં આંબલીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર ડેસર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસને બાતમી મળતાં ટીમે ત્રાસિયા ગામની સીમમાં આંબલીના ઝાડ નીચે દરોડો પાડ્યો હતો. જ્યાં કેટલાક શખ્સો પાના-પત્તા વડે જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે પકડાયેલા શખ્સોની અંગઝડતી લેતાં કુલ ₹10,300 રોકડા મળી આવ્યા હતા. જ્યારે જુગારના દાવ ઉપરથી ₹2,300 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત પાના-પત્તા સહિત કુલ ₹12,900નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન આનંદકુમાર રતિલાલ રોહિત, ગીરવતસિંહ નરવતસિંહ રાઠોડ, હરેશકુમાર રમણભાઈ મકવાણા અને કિરીટભાઈ શનાભાઈ પરમાર ઝડપાયા હતા.
ડેસર પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
