સાવલી નગરની ગંદકી સહિત પાયાની સુવિધાઓ ની અણદેખી મુદ્દે સાવલી નગર ભાજપ નામના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કાર્યકરો દ્વારા પાલિકા ના કોર્પોરેટરો ને શોભાના ગાંઠિયા સમાન ગણાવીને પાલિકાને કોન્ટ્રાકટર અને પાલિકાના કર્મચારીને દત્તક આપ્યાનો ઉલ્લેખ કરી ને બળાપો વ્યક્ત કરતી પોસ્ટ વાયરલ થતા સાવલી ભાજપનો આંતરિક કલેહ બહાર આવ્યો છે સાવલી નગરમાં ગંદકી અને સફાઈની સ્થિતિને લઈને ચાલી રહેલી ચર્ચા હવે સત્તાધારી ભાજપના ગ્રુપ સુધી પહોંચી છે. ભાજપ સાવલી નગરના ગ્રુપમાં નગરપાલિકાની કામગીરીને લઈને આક્ષેપભર્યા મેસેજો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.વાયરલ મેસેજોમાં નગરપાલિકાના મોટા ભાગના કોર્પોરેટરો “શોભાના ગાંઠિયા સમાન” હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ “નીરવ અને કોન્ટ્રાક્ટર…
Author: Avadh Express
ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં છેલ્લા 16 વર્ષથી ગરીબ, અનાથ, મધ્યમવર્ગીય તથા ઝૂંપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ કોચિંગ આપવાનું ઉમદા કાર્ય કરતી સદભાવના મિશન કલાસ, બહારપુરા ગોધરા ખાતે શિક્ષકદિનની ભાવ્ય અને શૈક્ષણિક ઉજવણી કરવામાં આવી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા શિક્ષકદિનના અવસરે સંસ્થાના બાળકોએ એક અનોખો પ્રયોગ કરી એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. સદભાવના મિશન કલાસ દ્વારા છેલ્લા 16 વર્ષથી આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શિક્ષણના પ્રવાહ સાથે જોડીને તેમને અભ્યાસમાં માર્ગદર્શન અને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવી રહ્યું છે. હાલ 120થી વધુ બાળકો નિયમિત રીતે અહીં અભ્યાસ કરવા આવે છે. શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત…
(પ્રતિનિધિ,ગોકુળ પંચાલ) ઘોઘંબા તાલુકાના લીલાઢાળ, જીજરી, ઉડવા, બાકરોલ અને લાબડધરા ગામના ભક્તો આજે વહેલી સવારે મોટરસાયકલ પર રામદેવરા યાત્રાએ રવાના થશે. રામદેવ પીર પ્રત્યેની આસ્થા સાથે મોટી સંખ્યામાં ભક્તો મોટરસાયકલ દ્વારા રાજસ્થાન તરફ પ્રયાણ કરશે. યાત્રા દરમિયાન રણુજા ખાતે રામદેવ પીરના દર્શન સાથે રાજસ્થાનના આસપાસના વિવિધ ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેવામાં આવશે. ભક્તો દ્વારા યાત્રા દરમિયાન વિવિધ દેવી-દેવતાઓના દર્શન કરી ધાર્મિક અને આધ્યાત્મિક લાભ મેળવવામાં આવશે. લાંબી મોટરસાયકલ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રા દરમિયાન ભક્તો દ્વારા પરસ્પર ભાઈચારો અને ધાર્મિક ભાવનાને જાળવી રાખી શ્રદ્ધાપૂર્વક રામદેવરાની પવિત્ર ભૂમિની મુલાકાત લેવામાં આવશે. જય રામાપીરના જયઘોષ સાથે…
11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘આકાશ ગંગા’ વડોદરા : ગુજરાતી સિનેમામાં પ્રેમ, લાગણી અને સંબંધોની ઊંડી સંવેદનાઓને રજૂ કરતી નવી ફિલ્મ ‘આકાશ ગંગા’ આગામી શુક્રવાર, તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ દર્શકોના મનોરંજન માટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમ, વિશ્વાસ, વફાદારી અને સંજોગોના કારણે સર્જાતા વિયોગની આસપાસ આકાર લે છે. ‘આકાશ ગંગા’ની ખાસિયત એ છે કે ફિલ્મમાં પ્રેમને માત્ર રોમાન્સ પૂરતો સીમિત રાખવામાં આવ્યો નથી, પરંતુ પતિ-પત્નીના સંબંધમાં રહેલો વિશ્વાસ, લાગણી અને એકબીજા વિના અધૂરાપણાની અનુભૂતિ પણ દર્શાવવામાં આવી છે. ફિલ્મની વાર્તામાં પતિ-પત્ની એકબીજાને અત્યંત પ્રેમ કરે છે. બંને વચ્ચે ગાઢ વિશ્વાસ…
વડોદરા શહેરમાં આગામી સપ્ટેમ્બર માસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંદાજે રૂ. ૩૫ હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વડોદરા યુનિવર્સિટી પેવેલિયન ખાતે યોજાનાર આ વિશાળ જાહેરસભાને ‘નમો ફોર વિકસિત ભારત’ નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમના સત્તાવાર લોગોનું અનાવરણ રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલ, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, મેયર ગીતાબેન મકવાણા, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને સતિષભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના હસ્તે થનાર આ વિકાસકાર્યો વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ અને દિશા આપશે. વિવિધ ક્ષેત્રોને આવરી લેતા…
સગર્ભા માતાઓ સહિત જિલ્લાના છેવાડાના લાભાર્થીઓ સુધી આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા સઘન કામગીરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૦૮ સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને ધ્યાને રાખીને વડોદરા જિલ્લામાં તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘PM Program Saturation of Flagship Scheme’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન સાથે સંકળાયેલી વિવિધ ફ્લેગશિપ યોજનાઓનો વ્યાપ સંપૂર્ણ સ્તરે પહોંચાડી જિલ્લાના છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સુલભ બનાવવાનો છે. મુખ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, આ વિશેષ ઝુંબેશ અંતર્ગત વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું સઘન આયોજન કરવામાં આવ્યું છે.…
પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલનમાં ફેરવીને, પ્રકૃતિ મિત્ર ગ્રુપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં વૃક્ષારોપણ, જૈવવિવિધતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર વિશ્વ રેકોર્ડ બનાવવાનો નથી, પરંતુ પ્રકૃતિનું રક્ષણ કરવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળું ભવિષ્ય સુરક્ષિત કરવાની એક મોટી પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડોદરામાં આ પહેલે ૧૪૦ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને એકસાથે જોડ્યા છે. આ વર્ષે, છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો પણ આ અભિયાનમાં જોડાયા છે, જેનાથી તેની પર્યાવરણીય પહોંચ વડોદરાથી આગળ વધી છે. પ્રકૃતિ સંરક્ષણ ટીમને મિશન ગ્રીન, ગાર્ડન લવર્સ ગ્રુપ અને ઇ પ્લસ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ તેમજ અનેક ભરોસાપાત્ર સ્વયંસેવકોનો…
સાવલી: વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ભાદરવા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગર સામે મોટી કાર્યવાહી કરી છે. સાવલી તાલુકાના રણજીતનગરના પ્રદીપસિંહ ઉર્ફે ગોટીયો ગીરવતસિંહ પરમાર સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ ભાદરવા તેમજ સાવલી પોલીસ મથકમાં પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીનો કુલ 16 ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાને લઈ ભાદરવા પોલીસે PASA હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી. દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ આરોપીની PASA હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હવે આરોપીને પાલારા (ભુજ) મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ…
સાવલી નગરપાલિકાની ગટર સાફ કરવાની ગાડી ગટર સાફ કરવા માટે પહોંચી હતી, પરંતુ અહીં તો ગટર સાફ કરવાની ગાડી જ ખુલ્લા ગટરના ઢાંકણામાં ફસાઈ ગઈ! સાવલી શહેરમાં ખુલ્લા ગટરના ઢાંકણાને લઈને સ્થાનિકો દ્વારા નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોની રજૂઆતો બાદ નગરપાલિકા જાણે મોડી મોડી જાગી હોય તેમ ગટર સફાઈ માટે ગાડી મોકલવામાં આવી હતી. પરંતુ સફાઈ કરવા પહોંચેલી આ જ ગાડી ખુલ્લા ગટરના ઢાંકણામાં ફસાઈ જતાં નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. એક તરફ શહેરમાં ખુલ્લા ગટરના ઢાંકણાથી અકસ્માતનો ભય ઉભો છે, તો…
સાવલીના રાણીપુરા ગામે ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી’ કહેવતને સાર્થક કરતો આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં અલ્ટો કારની લાલચમાં એક 62 વર્ષીય વૃદ્ધે પોતાની મહેનતની રૂ.28 લાખથી વધુની રકમ ગુમાવી હોવાનો આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ, વૃદ્ધને એક વ્યક્તિ દ્વારા સંપર્ક કરી લોટરીમાં અલ્ટો કાર લાગી હોવાનું કહી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. વૃદ્ધને એવું કહેવામાં આવ્યું કે લોટરીમાં કાર લાગી છે, પરંતુ કાર મેળવવા માટે રજિસ્ટ્રેશન, ટેક્સ, પ્રોસેસિંગ સહિતના વિવિધ ચાર્જ ભરવા પડશે. લાલચ અને વિશ્વાસ વચ્ચે વૃદ્ધે અલગ-અલગ તબક્કે ધુતારાઓની વાતમાં આવી જઈને અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ.28,52,120 જમા કરાવ્યા હોવાનો આક્ષેપ છે. પરંતુ પૈસા…