સાવલી તાલુકાના ભાદરવા ગામ નજીક બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા થી સાવલી તરફ જીજે 18 Z 9427 ખેડા થી બોડેલી બસ જઈ રહી હતી ત્યારે ભાદરવા સ્કૂલ પાસે સ્પીડ બેકર આવતા બસ ચાલકે અચાનક બ્રેક મારી હતી તે દરમ્યાન પાછળ થી આવતી એસ ટી બસની જી જે 18 Z T 0716 વડોદરા થી સાવલી જતી હતી અચાનક આગળ ની બસ ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી એસ ટી બસ જી જે 18 ઝેડ ટી 0716 ના ચાલકે બ્રેક મારતા તેની બ્રેક ફેલ થઈ જતા બંને બસો એક બીજા સાથે સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માત ના પગલે એક મહિલા ને સામાન્ય ઈજા ઓ પહોંચી હતી સદનસીબે કોઈને ગંભીર ઇજાઓ થવા પામી ન હતી બનાવના પગલે 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી
બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહદારી ઓ પણ ભેગા થઈ ગયા હતા અને ભાદરવા પોલીસને પણ અકસ્માતની જાણ કરાઈ
પોલીસે ઘટનાસ્થળે પહોંચી ને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી
