ડેસર: ડેસર ખાતે ઈદે મિલાદુન્નબીની ઉજવણીના પ્રસંગે શાનદાર નાત શરીફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડોદરા ખાંનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરૂદ્દીન કાદરીએ હુઝૂર પયગંબર મોહમ્મદ સાહેબની શાનમાં તેમજ ગૌષેઆઝમ અને ગરીબ નવાઝની શાનમાં પોતાના જોશીલા કંઠે નાત શરીફ રજૂ કરી હતી. તેમની નાત શરીફથી સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને ભાવનાત્મક માહોલથી ગુંજી ઉઠ્યો હતો. જ્યારે પેટલાદના તસાબાપુ અને તેમના સહયોગીઓએ પણ પોતાના આગવા અંદાજમાં નાત શરીફ રજૂ કરી કાર્યક્રમને વધુ શાનદાર બનાવ્યો હતો. આ પ્રસંગે ડેસર ઉપરાંત પીપલછટ, અંદ્રખિયા તથા એરાલ સહિતના વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના…
Author: Avadh Express
દાહોદ જિલ્લાના ગરીબ આદિવાસી પ્રજાજનો સુધી વિકાસના કામો પહોંચે આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ યોજનાલક્ષી કરોડો રૂપિયાની ગ્રાન્ટના નાણાં ફાળવવામાં આવતા હોય છે અને ગુજરાતના સત્તાધારી ભા.જ.પ. સરકારના સત્તાકાળમાં દાહોદ જિલ્લામાં જ્યારે કોઈપણ જાહેર કાર્યક્રમ યોજવામાં આવે ત્યારે સત્તાધારી ભા.જ.પ.ના એ પદાધિકારીઓ જાહેર મંચ ઉપરથી વિકાસ અને વિકાસની જ વાતો કરતા હોય છે. આ સાંભળીને દાહોદ જિલ્લાના ગરીબ આદિવાસી પ્રજાજનો પણ વિકાસને શોધવા માટે ભ્રામિત દેખાતા હોય છે. આ ગરીબ આદિવાસી પ્રજાજનોની કાળી મજૂરીના પરસેવાથી ઓળખાતા દાહોદ જિલ્લાના પ્રતિનિધી તરીકે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારા મતવિસ્તાર ના ફતેપુરા તાલુકાના…
સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે અને વિકાસકાર્યોની ગુણવત્તા જળવાય તે માટે અધિકારીઓને સાંસદશ્રી દ્વારા અપાયું માર્ગદર્શન (વડોદરા, તા.૦૩) વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સાંસદ ડો.હેમાંગ જોશીની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઇ હતી. દિશાની બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના (મનરેગા યોજના), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સાંસદ આદર્શ ગામ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડીઓ, માતૃ વંદના યોજના, આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,પાણી પુરવઠા, જિલ્લા ઉદ્યોગ, એમ.જી.વી.સી.એલ દ્વારા ચાલતી વિવિધ માનવ…
સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમો યોજાયા (વડોદરા, તા.૦૩) વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પશ્ચિમ ઝોન વિસ્તારમાં ઘનિષ્ઠ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે ઐતિહાસિક કરોડિયા વાવ ખાતે વિશેષ સફાઈ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ અને સુંદર વડોદરા શહેરના નિર્માણના સંકલ્પ સાથે હાથ ધરાયેલા આ અભિયાનમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કરોડિયા વાવ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં સાંસદ હેમાંગભાઈ જોશી, મેયર ગીતાબેન મકવાણા, ધારાસભ્ય કેયુર ભાઈ રોકડિયા, અગ્રણી જયપ્રકાશ ભાઈ સોની સહિતના મહાનુભાવો જોડાયા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાવ તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં…
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે સન ફાર્મા કમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી, હાલોલ દ્વારા ચંપાનેર ગામ ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને સમુદાયમાં કૃમિ સંક્રમણ અંગે જાગૃતિ લાવવાનો તેમજ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો હતો. આ કાર્યક્રમનું નેતૃત્વ ડૉ. સ્મૃતિબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન અને અમલીકરણમાં મિસ ધર્મિષ્ઠાબેન, Ms. પ્રિયંકાબેન અને કાશિકભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ સંકલન અને સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કૃમિ સંક્રમણથી થતા આરોગ્ય પરના પ્રભાવ, વ્યક્તિગત સ્વચ્છતા, હાથ ધોવાની યોગ્ય રીત, સ્વચ્છ ખોરાક અને શુદ્ધ પાણીના મહત્વ અંગે ગ્રામજનો અને બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ…
દુમાડથી સાવલી-ડેસર રોડ પર બેફામ દોડતા હાઇડ્રો જેવા ભારે વાહનો ફરી એકવાર યમરાજ બનીને ત્રાટક્યા છે. સાવલીના ભાદરવા ચોકડી નજીક માતૃત્વ હોસ્પિટલ પાસે હાઇડ્રો વાહને એક યુવાનને કચડી નાખતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, 36 વર્ષીય દીપક લુહાર હાઇડ્રો વાહનની અડફેટે આવી જતાં ગંભીર રીતે કચડાઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે દીપકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્મત બાદ હાઇડ્રોનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ભાદરવા ચોકડી આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ ઉભી થઈ હતી. બનાવની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક…
આગામી ગણેશચતુર્થીના પાવન પર્વને અનુલક્ષીને સાવલી પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે હેતુથી સાવલી પોલીસે નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું. સાવલી પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ. સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ નગરના મુખ્ય માર્ગો ઉપરાંત ગણેશ સ્થાપના મંડળો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. દરમિયાન સાવલી-ઉદલપુર રોડ પર આવેલા ભાદરવા ચોકડી વિસ્તારમાં રોડ સાઈડના દબાણને કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાની બાબતને લઈ સંબંધિત લોકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે જ ભાદરવા ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં એક પ્રજ્ઞાચક્ષુ…
વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે આગમન નિમિત્તે ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ મોટા કચરાના હોટ સ્પોટ અને ડમ્પિંગ સાઈટ ની ખાસ સફાઈ કરવામાં આવેલ છે. જેમાં તમામ સાર્વજનિક સ્થળો જેમકે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બજારો, હાઈ-વેને જોડતા મુખ્ય રસ્તાઓ વગેરે સ્વચ્છ કરાવવમાં આવ્યા હતા. ગામમાં આવેલ લેગસી વેસ્ટની ઓળખ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો. ઘર ઘર કચરા કલેક્શન બાદ કચરો નિયત કરેલ ડમ્પિંગ સાઈટ પર લઇ જવામાં આવ્યો હતો. ગામો માંથી ઘન કચરાનો સુવ્યવસ્થિત એકત્રીકરણ,પરિવહન અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે કામગીરી કરવામાં આવી. માત્ર ઘન કચરા જ નહિ પરંતુ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે પણ સુચન થઇ આવેલ છે જે…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૮ના રોજ વડોદરા ખાતે પધારી રહ્યા હોવાથી તેમના સ્વાગતને યાદગાર અને જનકલ્યાણલક્ષી બનાવવાના હેતુથી વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડીને આ યોજનાઓને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઈ જવાની દિશામાં શહેર-જિલ્લામાં વિશેષ લાભાર્થી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિશેષ અભિયાન અંતર્ગત વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, નિરાધાર સહાય, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, નમો, આયુષ્માન કાર્ડ, માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ, પાલકવાલી, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, શિષ્યવૃત્તિ સહિતની વિવિધ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફાર્મર રજીસ્ટ્રી, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન યોજના તેમજ નાણાકીય સાક્ષરતા સંબંધિત યોજનાઓનો…
ધર્મનગરી ઉજ્જૈનના ચક્રતીર્થ સ્મશાનમાં સળગતી ચિતામાંથી કથિત રીતે માંસ કાઢીને ખાવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. મામલો પોલીસના ધ્યાને આવતા જીવાજીગંજ પોલીસે કાર્યવાહી કરી અઘોરી કિન્નર કાલી ઉર્ફે નંદ ગિરીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં પોતાને અઘોરી અને કિન્નર અખાડાની મહામંડલેશ્વર ગણાવતી કાલી ઉર્ફે નંદ ગિરી સળગતી ચિતાની નજીક જોવા મળે છે. વીડિયોમાં તે ચિતામાંથી કંઈક કાઢીને ખાતી હોવાનું દેખાય છે, જ્યારે તેના હાથમાં તલવાર પણ જોવા મળે છે. વીડિયો વાયરલ થતાં સંતો, ધાર્મિક આગેવાનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો…