કાલોલ તાલુકાના દેલોલ સ્થિત ગોમા નદી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને જઈ રહેલું એક ડમ્પર ઝડપાયું છે. સર્કલ ઓફિસર કાલોલની ટીમે ફેરણી દરમિયાન આ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સર્કલ ઓફિસરની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ગોમા નદી પાસેથી પસાર થઈ રહેલા ડમ્પર નંબર GJ-17-YY-9437 ને રોકવામાં આવ્યું હતુ. તપાસ કરતાં, ડમ્પર ચાલક ભરવાડ રાહુલકુમાર રણછોડભાઈ પાસે રોયલ્ટી પાસની માંગણી કરવામાં આવી હતી. પાસ અને ડમ્પરના વજનની ચકાસણી કરતાં, પાસમાં દર્શાવેલ મર્યાદા કરતાં અંદાજે ૩ મેટ્રિક ટન વધુ (ઓવરલોડ) સાદી રેતી ભરેલી હોવાનું જણાયું હતું.રોયલ્ટી પાસની મર્યાદા બહાર અનઅધિકૃત અને ગેરકાયદેસર રીતે રેતીનું વહન થતું હોવાથી,…
Author: Avadh Express
દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને ચોરીના પ્રયાસના કુલ ચાર અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. LCB એ ત્રણ આરોપીઓને ઝડપી પાડી, ચાંદીના દાગીના, ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને ચોરીના સાધનો (ખાતરિયું) સહિત કુલ ₹1,16,570/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બાતમીના આધારે, દાહોદ અનાજ માર્કેટથી ઇન્દોર હાઇવેને જોડતા રસ્તે આવેલા રામાનંદ પાર્ક ભારત પેટ્રોલિયમ પંપ પાસેથી ત્રણ ઇસમોને શંકાસ્પદ ચાંદીના દાગીના, ગુનો કરવા જવામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ અને ચોરી કરવાના સાધનો (ખાતરિયું) સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા ઇસમોની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા, તેઓએ પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ ઘરફોડ ચોરી…
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સોનેલા ગામ નજીક કેનાલમાંથી બાઇક સાથે એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક GRD જવાન હતો.આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવક રક્ષાબંધન પર્વની ઉજવણી કર્યા બાદ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન સોનેલા ગામ નજીક કેનાલમાં બાઇક સાથે પડી ગયો હોવાની આશંકા છે. જોકે, યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ…
ગાંધીનગર ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ તથા જાગૃતિ કેળવવાના હેતુથી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સપ્તાહની ઉજવણી દરમિયાન વડોદરા જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તથા વિવિધ પ્રવૃત્તિઓના સફળ આયોજન અને શ્રેષ્ઠ કામગીરી બદલ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેનું રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેને સન્માનપત્ર અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી કામગીરીની નોંધ લઈ આ…
નર્મદા નદી અર્ધચંદ્રાકાર આકારમાં વહેતી હોવાથી સોમેશ્વર મહાદેવને ‘ચંદ્રમૌલી તીર્થ’ તરીકે ઓળખવામાં આવે છે નર્મદા નદીના કિનારે આવેલા કરજણ તાલુકાના કોઠિયા ગામમાં સોમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ભક્તો માટે આસ્થાનું મહત્વનું સ્થળ બન્યું છે. ‘ચંદ્રમૌલી તીર્થ’ તરીકે ઓળખાતું આ મંદિર તેની વિશિષ્ટ રચનાને કારણે ‘મિની સોમનાથ’ તરીકે પણ જાણીતું છે. મંદિરની રચના સોમનાથ મંદિર જેવી હોવાથી તેને આ નામ મળ્યું છે. કોઠિયા ગામ પાસે નર્મદા નદી અર્ધચંદ્રાકાર આકારમાં વહે છે. આ કારણે સોમેશ્વર મહાદેવને ‘ચંદ્રમૌલી તીર્થ’ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ ૨૭ વીઘા જમીનમાં બનેલા આ મંદિરનું નિર્માણ શિવભક્ત અતુલ જાની દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરનું ભૂમિપૂજન વર્ષ…
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર દ્વારા મંજૂર કરાયેલી ‘સમુદ્ર મંથન’ રાષ્ટ્રીય ઓફશોર એક્સપ્લોરેશન યોજના હવે રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી છે. એક તરફ સરકાર આ યોજનાને દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસે યોજનાના અમલ અને તેમાં ખાનગી કંપનીઓને મળનારા લાભ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે રૂ. 84,084 કરોડની આ યોજના અદાણી ગ્રુપ સાથે જોડાયેલી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડ (AWEL) માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસે તો ત્યાં સુધી માંગ કરી છે કે યોજના રદ કરવામાં આવે અથવા મંજૂર કરાયેલી સમગ્ર રકમ સરકારી ઊર્જા કંપની…
દિલ્હીમાં સામે આવેલી તાજેતરની ઘટનાએ ફરી એકવાર મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. નિર્ભયા કાંડને 14 વર્ષ વીતી ગયા છે, પરંતુ રાજધાનીમાં ફરી એવી જ ઘટના સામે આવી છે. સમય પસાર થયો, કાયદાઓ બદલાયા, પરંતુ મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો આજે પણ યથાવત છે. આવો જાણીએ કે ગુનાના આંકડા શું કહે છે? નોઈડા-દિલ્હીની સડકો પર બનેલી આ ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ શું છે? મામલો 4 ઓગસ્ટ 2026નો છે. મૈનપુરીની રહેવાસી 16 વર્ષની પીડિતા ધોરણ 11ની વિદ્યાર્થીની છે. તે 3 ઓગસ્ટે ઘરેથી નોઈડા સેક્ટર-63માં રહેતા પોતાના પિતરાઈ ભાઈના ઘરે જવા નીકળી હતી. વરસાદ દરમિયાન પરી ચોક ખાતે તેણે ગ્રેટર…
રૂ. 2.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ સાવલી પોલીસની કાર્યવાહી સાવલી: વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે હાથ ધરાયેલા ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત સાવલી પોલીસે નટવરનગર ગામની સીમમાં જુગારધામ પર દરોડો પાડી 11 ઈસમોને ઝડપી પાડતાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નટવરનગર ગામની સીમમાં આવેલી એક ઓરડીની બહાર ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા-પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સાવલી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા 11 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ મોટરસાઇકલ સહિતનો કુલ રૂ.…
તાલુકાના આંકલવા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની જૂની અદાવતને લઈને ટ્રેક્ટરમાં લોખંડના સળિયા વડે તોડફોડ કરી યુવાનને ઢોર માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દામાવાવ પોલીસ મથકે નોંધાઈ છે. બનાવ અંગે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આંકલવા ગામના રૂપસિંગભાઈ પટેલિયાના પુત્ર નરેન્દ્રકુમાર ગત વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયા હતા. ત્યારથી આરોપી મુકેશભાઈ સાથે અદાવત હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તા. 29 ઓગસ્ટના રોજ બપોરે આશરે એક વાગ્યાના સુમારે રૂપસિંગભાઈ પોતાના નવા ટ્રેક્ટરમાં ઈંટો ભરી ડ્રાઇવર ભારતભાઈ રાઠવા સાથે ગામની પ્રાથમિક શાળામાં શૌચાલયના બાંધકામ માટે ઈંટો ખાલી…
ડેસર: ડેસર પોલીસ મથકમાં સોની વેપારી સામે છેતરપિંડી અંગે છેલ્લા બે માસ દરમિયાન ચાર ફરિયાદો નોંધાતા ચકચાર મચી છે. ફરિયાદ મુજબ વેપારીએ અલગ-અલગ કામના બહાને ગ્રાહકો પાસેથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાયા બાદ હવે છેતરાયેલા ગ્રાહકોને તેમની રોકડ રકમ અને સોનાના દાગીના પરત મળવાની શરૂઆત થઈ છે. મળતી માહિતી મુજબ, પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદોમાં ગ્રાહકો પાસેથી કુલ રૂ. 6.58 લાખ રોકડ અને આશરે 10 તોલા સોનું લેવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સોના સહિત કુલ રૂ. 13.31 લાખની છેતરપિંડી અંગે ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદોમાં એવો પણ…