સાવલી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 18 વર્ષથી જમાદાર તરીકે ફરજ બજાવતા લાલ બહાદુરસિંહ મહિડા (લાલજીભાઈ) ગતરોજ ફરજ પરથી નિવૃત્ત થયા હતા થતાં તેમના સન્માનમાં સાવલી પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો.
સમારંભમાં સાવલી પી.આઈ. કે જે ચૌહાણ, પી.એસ.આઈ. વી.એ. પરમાર સહિત પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક કંપનીના મેનેજર દેવેન્દ્રભાઈ પુરોહિત, અજયરાજ એન.પે. કોમેન્ટ કેનેટી પ્રા.લિ.ના મેનેજર, ઓજસ કંપનીના મેનેજર નરેશભાઈ પટેલ, ભાદરવા જિલ્લા પંચાયતના સદસ્ય આકાશ સિંહ પરમાર સહિત સ્નેહીજનો, મિત્રો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લાલજીભાઈ મહિડાની 18 વર્ષ દરમિયાનની ફરજ પ્રત્યેની નિષ્ઠા, અને મિલનસાર સ્વભાવ અને પ્રમાણિકતા અને સેવાભાવને બિરદાવ્યા હતા. સૌએ તેમના કાર્યકાળને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.પોતાની ફરજ દરમ્યાન પોલીસ મથકે આવનાર દરેક નાગરિક ને શાંતિ થી સાંભળીને નિરાકરણ લાવવાની આગવી શૈલી એ તેમને સમગ્ર તાલુકામાં લોકચાહના અપાવી હતી સાથેસાથે જુનિયર કર્મચારી ઓ ને માર્ગદર્શન આપવાની રીત થી સમગ્ર પોલીસ સ્ટાફ માં તેઓ દાદા ના હુલામણા થી ઓળખાતા હતા
આમંત્રિત મહેમાનોએ લાલજીભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન સાથે વિદાય આપી હતી આ પ્રસંગે નિવૃત એ એસ આઈ લાલજી ભાઈ મહિડા એ પોતાના પોલીસ પરિવાર થી છૂટા પડવા બદલ અશ્રુભીની આંખે પોતાના સ્મરણો વાગોળ્યા હતા અંતે સૌ હાજરજનો એ તેમને દીર્ઘાયુ અને પરિવાર સાથે સમય વિતાવવાની શુભકામના આપી શાલ તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા
