દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ઓનલાઈન ઠગાઈનો મામલો સામે આવ્યો છે જેમાં એક ૩૪ વર્ષિય યુવકને સોશીયલ મીડીયામા માધ્યમથી એક ઈસમે સંપર્કલ કરી શેરમાર્કેટમાં રોકાણ પર વધુ પ્રોફીટ આપવાની લાલચ આપી ઓનલાઈન મારફતે રૂપીયા ૧૦,૨૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી પ્રોફીટ તેમજ મુળ રકમ પરત ન આપતાં આ સંબંધે ઝાલોદના યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે. ઝાલોદ નગરમાં સંતરામપુર રોડ પર આવેલ કુંજ વિહાર સોસાયટીમાં રહેતાં ૩૪ વર્ષિય પ્રિતમકુમાર કાંતુભાઈ સંગાડાને હાર્દિક દોશી નામક ઈસમે પોતાના સોશીયલ મીડીયાના વોટ્સએપ ગ્રૃપમાં એડ કર્યાં હતાં. ત્યાર બાદ પ્રિતમકુમાર સંગાડાને અલગ અલગ મોબાઈલ નંબરથી કોલ કરી શેર માર્કેટમાં રોકાણ પર વધુ પ્રોફીટ…
Author: Avadh Express
જનોઈ પરિવર્તન કાર્યક્રમ વૈદિક અને શાસ્ત્રોકત વિધિથી અંકલેશ્વર મહાદેવ ખાતે યોજવામાં આવ્યો હતો. સતત 21 વરસથી યોજાતા બ્રાહ્મણોના સૌથી મોટો તહેવાર બળેવે વિશાળ સંખ્યામાં ગોધરા શહેરના વિવિધ ગોળના ભૂદેવોએ ભાગ લે લીધો હતો અને અંતમાં બ્રહ્મ ભોજન પણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ કવિત કાર્યક્રમમાં પ્રકાશ દીક્ષિત કકુલ પાઠક વિનાયક શુક્લા, હિતેશભાઈ ભટ્ટ કૃણાલ ત્રિવેદી, ડો. શ્યામસુંદર શર્મા, જેપી ત્રિવેદી, નિતેશ દવે, મનોજ જોશી ,જયદીપ ગોર સહિતના ભૂદેવોએ આ જનોઈ પરિવર્તન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક ગણાતા પવિત્ર રક્ષાબંધન પર્વની આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે વડોદરા જિલ્લાના સાવલીના સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન પિતૃવાડી ખાતે પણ રક્ષાબંધનની ભવ્ય અને પ્રેમસભર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના પાવન અવસરે સાવલી નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો પિતૃવાડી ખાતે પહોંચી હતી. બહેનોએ ધારાસભ્ય કેતન ઇનામદારના કપાળે કુમકુમ તિલક કરી તેમના દીર્ઘાયુ, સુખ, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બહેનોએ કેતન ઇનામદારના હાથે રક્ષાસૂત્ર બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઇનામદાર પરિવારની…
યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય-ભારત સરકાર, માય ભારત (MY BHARAT), નેશનલ સર્વિસ સ્કીમ (N.S.S), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટ્સ કોલેજ લીમખેડાના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ ના અધ્યક્ષ સ્થાને “રાષ્ટ્રીય રમત દિવસ” ની ઉજવણીના ભાગરૂપે “ખેલો ઇન્ડિયા સંવાદ”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ ડાયરેક્ટર, અને કોલેજના આચાર્યશ્રી તથા સ્પોર્ટ્સ ડાયરેક્ટર પ્રા. અશ્વિનભાઈ આર પટેલ સાહેબ આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ સાચું શિક્ષણ વ્યક્તિના શરીર, મન અને વ્યક્તિત્વ આ ત્રણેયનો વિકાસ કરે છે, વિદ્યાર્થીઓના…
ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમો સામે પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા તાલુકાના ટુવા ગામે હાઈવે રોડ પાસે આવેલા હરપ્રિત ઢાબાના પાર્કિંગમાંથી અલ્ટો કારમાં બેઠેલા ત્રણ શખ્સોને દેશી હાથ બનાવટના તમંચા અને ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગેરકાયદેસર કબજા સામે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ટુવા ગામે હાઈવે રોડ નજીક હરપ્રિત ઢાબાના પાર્કિંગમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અલ્ટો કારમાંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી…
ગોધરા શહેરમાં શ્રી દેવની શેરી યુવક મંડળ દ્વારા ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મુંબઈના પ્રખ્યાત ઢોલ ખાસ લાવવામાં આવ્યા હતા, જેના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. શહેરના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી ગણેશ ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. ઢોલના તાલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી આ આગમન યાત્રામાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશ ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
પંચમહાલના હાલોલ સ્થિત શિવાશિષ પાર્કમાં ઈંટો ભરેલું એક ટ્રેક્ટર ગટરના ખાડામાં ફસાઈ ગયું હતું. ગટરનું ઢાંકણું ટ્રેક્ટરની ટ્રોલીનો ભાર સહન ન કરી શકતાં તૂટી જતાં આ ઘટના બની હતી, જેના કારણે થોડા સમય માટે રાહદારીઓ અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેક્ટર ઈંટો ભરીને શિવાશિષ પાર્કમાંથી બહાર નીકળી રહ્યું હતું. તે દરમિયાન રોડની વચ્ચોવચ આવેલા ગટર પરનું ઢાંકણું અચાનક તૂટી ગયું હતું. ઢાંકણું તૂટતાં જ ઈંટોથી ભરેલી ટ્રોલીનું ટાયર સીધું ગટરના ખાડામાં ઉતરી ગયું હતું.ટ્રોલીમાં મોટી સંખ્યામાં ઈંટો ભરેલી હોવાથી ટ્રેક્ટર-ટ્રોલીનું વજન ઘણું વધારે હતું. આ કારણે ટાયર ગટરની કુંડીમાં વધુ ઊંડે સુધી ફસાઈ ગયું હતું, જેના…
પંચમહાલ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારોની ઉજવણી પૂર્વે પ્રજાજનોના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા ખાતે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ‘ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ’ હેઠળ કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન જિલ્લાની ૬૦ થી વધુ પેઢીઓની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કાયદાકીય જોગવાઈઓનું પાલન ન કરતી ૩૦ થી વધુ પેઢીઓને ‘ઈમ્પરૂવમેન્ટ નોટીસ’ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તમામ વેપારીઓને પેઢીમાં હાઈજેનિક કંડિશન (સ્વચ્છતા) જાળવવા અને યોગ્ય સાફ-સફાઈ રાખવા માટે સખત સૂચના આપવામાં આવી છે. તહેવારોને અનુલક્ષીને બજારમાં વેચાતી મીઠાઈ, ફરસાણ તથા દૂધની વિવિધ બનાવટોના કુલ ૧૬ જેટલા નમૂનાઓ એકત્રિત કરી…
સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા યોજનામાં બોગસ જોબ કાર્ડ બનાવીને આશરે ચાર કરોડની ઉચાપત કરવાના મામલામાં મીડિયા માં અહેવાલ પ્રકાશિત થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદાર અધિકારી ઓ રજા પર ઉતરી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને 100 દિવસ ની રોજગારી મળે તે માટે મહત્વકાંક્ષી યોજના મનરેગા યોજના અમલમાં છે પરંતુ સરકારની લોકહિતમાં ચાલુ કરેલી યોજના ને ભ્રષ્ટાચારના દૂષણે દૂષિત કરી દીધો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે સાવલીના તાલુકા રાણીપુરા ગામે મનરેગા યોજનામાં શું વ્યવસ્થિત રીતે કૌભાંડ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને બોગસ જોબકાર્ડ બનાવીને નાણા ઉપાડી લેવામાં આવ્યા છે જ્યારે સરકારી…
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ આજે વરિષ્ઠ મંડળ અધિકારીઓ સાથે આણંદ અને કરચિયા યાર્ડનું વ્યાપક સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે બંને યાર્ડમાં રેલ પરિચાલન સાથે સંબંધિત વિવિધ સંરક્ષા વ્યવસ્થાઓ તથા પરિચાલન પ્રક્રિયાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી.તેમણે પ્રતાપનગર–કરચિયા–આણંદ–ખંભાત રેલખંડનું વિન્ડો ટ્રેનિંગ નિરીક્ષણ તેમજ ખંભાત સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, કરચિયા યાર્ડના નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે ખાસ કરીને માલગાડીઓના સુરક્ષિત સંચાલન સાથે સંકળાયેલા વિવિધ પાસાઓની સમીક્ષા કરી. તેમણે યાર્ડમાં ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થાઓ તથા સંચાલન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરતાં સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તમામ નિર્ધારિત…