દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને ચોરીના પ્રયાસના કુલ ચાર અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. LCB એ ત્રણ આરોપીઓને ઝડપી પાડી, ચાંદીના દાગીના, ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને ચોરીના સાધનો (ખાતરિયું) સહિત કુલ ₹1,16,570/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બાતમીના આધારે, દાહોદ અનાજ માર્કેટથી ઇન્દોર હાઇવેને જોડતા રસ્તે આવેલા રામાનંદ પાર્ક ભારત પેટ્રોલિયમ પંપ પાસેથી ત્રણ ઇસમોને શંકાસ્પદ ચાંદીના દાગીના, ગુનો કરવા જવામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ અને ચોરી કરવાના સાધનો (ખાતરિયું) સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા ઇસમોની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા, તેઓએ પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ ઘરફોડ ચોરી અને ચોરીના પ્રયાસ કર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમની કબૂલાતના આધારે, અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ થયા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીઓને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Add A Comment
