અવધ એક્સપ્રેસ l સાવલી
સાવલી નગરના ભાટિયા મેદાન ખાતે ધારાસભ્ય કેતન ઇનામદાર ના સ્વર્ગસ્થ પિતા ના નામે ચાલતા મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે નિશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન ની તડામાર તૈયારી ચાલી રહી છે

સાવલીના ધારાસભ્ય કેતન નામદારના પિતા ના નામે મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટી ટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે જે સમૂહ લગ્ન સહિતની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ વખતોવખત કરી રહી છે તેવામાં નવરાત્રી પર્વ નિમિત્તે સતત ચોથા વર્ષે તાલુકાના યુવક યુવતીઓ માટે નિશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકાના અને ગામડાઓના યુવક યુવતીઓને શહેર જેવા ગરબાનું પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે હાલના સમયમાં શહેરના ગરબાઓ એ મોર્ડન રૂપ ધારણ કર્યું છે અને મોંઘાદાટ પાસ અને સમયનો અને નાણાં નો ખર્ચ ઉપાડી શકવા માટે સક્ષમ હોતા નથી તેવા યુવક યુવતીઓ ને શહેર જેવું જ મંચ પૂરું પાડવા માટે ઇનામદાર પરિવારે બીડું ઝડપેલ છે અને તાલુકાના આશરે 15,000 થી વધુ યુવક યુવતીઓ અહીંયા દર વર્ષે ગરબે ઘૂમીને માતાજી ની આરાધના કરે છે અને તેના માટે સેંકડો સ્વયં સેવકો ની ટીમ દિવસ રાત મહેનત કરીને ખેલૈયા ઓ માટે ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે ચાલુ વર્ષે રાજકોટ ની એ કે ઇવેન્ટ વૃંદ દ્વારા સાવલીના ભાટિયા મેદાન ખાતે રમઝટ મચાવનાર છે
