અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકા માં જેટકોની ટ્રાન્સમિશન કિસાન સૂર્યોદય યોજના ની વીજ લાઈનનો ખેડૂતોનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર પાઠવ્યું છે અને આગામી સમયમાં આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે
સાવલી તાલુકામાં કિશાન સર્વોદય યોજના ની વીજલાઇન સાવલી સબ સ્ટેશન 66 કેવી માંથી ટુંડાવ સબસ્ટેશન 66 કે વી માં આવી રહી છે અને આ લાઇન સાવલી ગોઠડા લસુન્દ્રા પાલડી જેવા ગામો ની સીમ પસાર થઈ રહી છે આ લાઇન નાંખવા માટે માર્કેટ રેટ કમિટી MRC કમિટી અને સરકારી પરિપત્ર સામે અસરગ્રસ્ત ખેડૂતોમાં નારાજગી, માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકાર સાથે ચર્ચા નહીં કરવાની રજૂઆત કરી છે

સાવલી તાલુકામાં સૂર્યોદય યોજના અંતર્ગત આ મામલે ખેડૂતો દ્વારા સાવલી મામલતદારને આવેદનપત્ર પાઠવી MRC કમિટી તથા તા. 04/07/2026ના સરકારી પરિપત્ર સામે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા જણાવાયું છે કે ટ્રાન્સમિશન લાઈનના ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતોની જમીનનું મૂલ્યાંકન કરવા માટે જેટલો કંપની એ મૂલ્યાંકન કમિટી ની રચનાં કરતા વિરોધ ફાટી નીકળ્યો છે જેમાં મુખ્યત્વે માંગણી છે બઝાર ભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે ,સેન્ટર લાઇન થી નવ મીટર જમીન છોડવાની છે તેનું વળતર ,7 મીટર લાઇન ઊંચાઈ સામે વિરોધ ,જે ખેતરોમાં વીજ લાઇન ના તાર પસર થઈ રહ્યા છે તેમણે વળતર ચૂકવવા ની માંગ ગઈ વર્ષે થામણા નાખવા માટે વાહનોનો અવરજવર થઈ થયેલ પાક નુકશાની ચૂકવવા સહિત ની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું છે પ્રક્રિયામાં MRC કમિટી સમક્ષ ખેડૂતોના પ્રતિનિધિ અને વેલ્યુઅરની માંગણી કરવામાં આવે તે પહેલાં ખેડૂતોના મનમાં રહેલા વિવિધ પ્રશ્નો અંગે રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં સ્પષ્ટતા કરવામાં આવે.
આ બાબતે પ્રવિણસિંહ રાણા નામના ખેડૂતે જણાવ્યું છે કે MRC કમિટી અને સરકારના તા. 04/07/2026ના પરિપત્રને હાલના તબક્કે તેઓ સ્વીકારતા નથી. પરિપત્રમાં જરૂરી સુધારા કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોની તમામ માંગણીઓ સંતોષવામાં આવે ત્યાં સુધી આ લાઇન ની કામગીરી શરૂ કરવા દેવામાં નહીં આવે અને માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે
