અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના ભાદરવા ગામે બે ગાયો ના ધીંગાણામાં રસ્તે પસાર થતો ૫૫ વર્ષીય ઇસમ ગાયોની અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજતા ભારે ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર તાલુકામાં રખડતા ઢોરોના મુદ્દે ભારે ચર્ચા જાગી છે
મળતી માહિતી મુજબ સાવલીના ભાદરવા ગામે રહેતા દેવીસિંહ મનુભાઈ વાઘેલા (રણા ) ઉં 55 ઊંડુ ફળિયું ભાદરવા તા સાવલી ના ઓ ગામની ભાગોળે આવેલ રાજ રાજેશ્વર મહાદેવ મંદિર પાસે થી જઈ રહ્યો હતો ત્યારે બે ગાયો લડતી હતી તેની અડધી આવી જતા ગાયોની શિંગડાની ભેટીઓ મારવાના કારણે ઈજાગ્રસ્ત થયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી પરિણામે ઈજાગ્રસ્તને વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ નીપજતા ચકચાર મચી જવા પામી હતી અને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી જ્યારે રખડતા ઢોરોના કારણે એક ઈસમનો જીવ ગુમાવવાનો વારો આવતા સમગ્ર તાલુકામાં રખડતા ઢોર અને ઢોર માલિકો પ્રત્યે ભારે રોષ જાગ્યો છે
